Abtak Media Google News

ચોરીના કેસો પર લગામ મુકવા બોર્ડનો નિર્ણય

સીઆઇએસસીઇ પરીક્ષા ખંડમાં નિયમો કડક કરતા અમુક ફેરફારો કર્યા છે. જેના ભાગરુપે આ વર્ષે સ્કુલોને સુચના આપવામાં આવી છે કે પરીક્ષાર્થીઓ પરીક્ષા ખંડમાં ડીજીટલ વોચ પહેરે નહી આઇસીએસઇના હેડ નાબારુન દે દ્વારા સકયુલર જાહેર કરવામા આવ્યું છે. સીઆઇએસસીઇના એકઝીકયુટીવ અને સેક્રેટરી જણાવે છે કે જે તે સંસ્થાની જવાબદારી રહેશે કે વિઘાર્થીઓ પરીક્ષા ખંડ માટે ડીજીટલ ઘડીયારોનો ઉપયોગ કરે નહી પરીક્ષાર્થીઓ માત્ર એનેલોગ ઘડીયાલો જ પહેી શકશે.

એડમીટ કાર્ડ લેતી વખતે સ્કુલોએ સંસ્થાએ પરીક્ષાર્થીઓને સકયુલર વિશેની જાણ કરવાની રહેશે. વિઘાર્થીઓ દ્વારા થતી ચીટીંગને રોકવાના ભાગરુપે આ સકયુલર જાહેર કરવામાં આવ્યું છે. રામ મોહન મિશન સ્કુલના પ્રિન્સીપાલ સુજોય બિસ્વાસ, સર્મથન આપતા જણાવે છે કે પરિક્ષા ખંડમાં કોઇપણ પ્રકારના ગેજેટર્સને લઇ આવવા દેવામાં આવશે નહીં.

આઇસીએસઇ ધો.૧૦ ની પરીક્ષા ફેબ્રુઆરી ૨૬ થી શરુ થઇને માર્ચ ૨૮ સુધ ચાલશે ત્યારે આઇએસસી ધો.૧ર ની પરીક્ષા ૭ ફેબ્રુઆરીથી ર એપ્રીલની વચ્ચે રહેશે.

સીબીએસઇ ધો.૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષા પ માર્ચથી શરુ થનાર છે. ધો.૧૦ ની બોર્ડની પરીક્ષા ૪ એપ્રિલ સુધી ચાલશે ધો.૧રની પરીક્ષા ૧ર એપ્રિલ સુધી ચાલશે. પરિક્ષાની તારીખ નજીક આવતા બોર્ડે મોટી સંખ્યામાં અનુભવી શિક્ષકોની ઉત્તરવહી તપાસવા માટે નિયુકિત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.