Abtak Media Google News

સ્માર્ટ સીટી પ્રોજેકટ અંગર્તત ગુજરાતને ૫૦૯ કરોડ રૂપિયા ફાળવાયા છે. યુનિયન અર્બન ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર રાજયના છ શહેરોને સ્માર્ટ બનાવવા પાછળ ૫૦૯ કરોડ રૂપિયા ખર્ચશે.

સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત શહેરોમાં રોડ-રસ્તા, પાણી, સ્માર્ટ કલાસરુમ, સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, સ્વાસ્થ્ય સુવિઘાઓમાં વધારો , પાન સીટી પ્રોજેકટ વગેરે સહીતના વિકાસના કાર્યો કરવાના હોય છે. ગુજરાતના છ શહેરોના વિકાસ માટે રૂ. ૫૦૯ કરોડ ફાળવાયા છે.

ગુજરાત સિવાય અન્ય રાજયોની વાત કરીએ તો મહારાષ્ટ્રને સૌથી વધુ રૂ. ૧૩૭૮ કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. જયારે મઘ્યપ્રદેશને ૯૮૪ કરોડ રૂપિયા ફાળવાયા છે. તો તમીલનાડુમાં ૧૧ શહેરો માટે ૮૪૮ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે. રાજસ્થાનના ચાર શહેરો માટે ૭૮૪ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવાયું છે.

સ્માર્ટસીટી પ્રોજેકટ અંતર્ગત આંધ્રપ્રદેશના  ચાર શહેરોના વિકાસ માટે ૫૪૭ કરોડ રૂપિયા ફાળવાયા છે. જયારે કેન્દ્ર સરકારે ઉત્તરપ્રદેશના ૧૦ સીટી માટે આઠ કરોડની ગ્રાન્ટ પ્રદાન કરી છે.

આમ, કેન્દ્ર સરકારે સ્માર્ટ સીટી મીશન અંતર્ગત ૯૯ શહેરો માટે કુલ ૯૯૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. કેન્દ્ર તરફથી મળેલી આ ગ્રાન્ટ થકી રાજય સરકાર શહેરોની સ્માર્ટનેસ વધારશે અને લોકોને માટે આધુનિક સેવાઓ ઉભી કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.