કોરિયોગ્રાફર ધવલ વ્યાસની મહેનત રંગ લાવી  મનન અને અમિતનો ટોપ ૧૬ માં સમાવેશ

ઝી ટીવીના ડાન્સ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશન પ્રોગ્રામમાં પ્રથમ વખત જ મોરબીના બે ટાબરીયા સિલેક્ટ થયા છે જેમાં સિલેકશન રાઉન્ડ સફળતા પૂર્વક પાર પાડી અમિત અને મનન નામના બન્ને બાળકો ટોપ ૧૬ માં સામેલ થયા છે.મોરબીના કોરિયોગ્રાફર ધવલ બળવંતભાઈ વ્યાસ પાસે ડાન્સની કઠોર તાલીમ મેળવી મોરબીના મનન રમેશભાઈ પટેલ ઉ.૧૨ અને અમિત ઓતમભાઈ દેલવાણીયા ઉ. ૧૩ નામના બન્ને બાળકો ઝી ટીવીના ડાન્સ ઇન્ડિયા ડાન્સ સિઝન- ૪ ના સિલેક્શન રાઉન્ડમાં સફળતા પૂર્વક પર્ફોમન્સ આપી સિલેક્ટ થઈ સમગ્ર મોરબી શહેર જિલ્લાનું નામ રોશન કર્યું છે.

મનન અને અમીતના સિલેકશન રાઉન્ડનું રવિવારે ઝી ટીવીમાં પ્રસરમ થયું હતું કોરિયોગ્રાફર ધવલની અથાગ મહેનત અને બન્ને બાળકોની ડાન્સમાં મસ્તરીને કારણે અમિત અને મનન ડાન્સ ઇન્ડિયા ડાન્સ કોમ્પિટિશનના ટોપ ૧૬ માં સામેલ થઈ ગયા છે અને બન્ને આશાસ્પદ બાળકો હજુ પણ ખુબ જ આગળ પોતાની પ્રતિભા રજૂ કરશે તેવો આશાવાદ કોરિયોગ્રાફર ધવલ વ્યાસે વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.