Abtak Media Google News

મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ સ્નાતકને રૂ.૩ હજાર, ડિપ્લોમાને રૂ.૨ હજાર અને અન્ય લાયકાત ધરાવનારને રૂ.૧૫૦૦ સુધીનું ભથ્થું આપવામાં આવશે

રાજયમાં સ્કીલ્ડ યુવાનોની સંખ્યા વધારવા રાજય સરકારની અતિ મહત્વની યોજનાની જાહેરાત

ગુજરાતમાં યુવાનોને રોજગારી આપવા રાજય સરકાર વિવિધ અસરકારક યોજનાઓ ચલાવી રહી છે છતાં પણ રાજયમાં બેરોજગારીનું પ્રમાણ વધુ હોવાના આક્ષેપ થયા છે. ત્યારે રૂપાણી સરકારે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ સ્કીમની જાહેરાત કરી છે. જેના હેઠળ ખાનગી કંપનીઓના તાલીર્માી યુવાનોને રૂપિયા ૩ હજાર સુધીનું બેકારી ભથ્થું આપવામાં આવશે.

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ સ્કીમના માધ્યમી ચાલુ નાણાકીય વર્ષમાં ૧ લાખ યુવાનોને લાભ આપવાની તૈયારી રાજય સરકારની છે. સ્નાતક કક્ષાના યુવાનને રૂ.૩ હજાર, ડિપ્લોમાં કરનારને રૂ.૨ હજાર અને જે યુવાનની લાયકાત ડિપ્લોમાં કરતા ઓછી હશે તેને રૂ.૧૫૦૦ સુધીનું ભથ્થું ‚પાણી સરકાર દ્વારા આપવામાં આવશે.

સરકારની આ યોજના હેઠળ પ્રવાસન મંત્રાલયે વિવિધ હોટલો અને સંસઓને જેમ બને તેમ વધુને વધુ રસોયાને ટ્રેઈની તરીકે રાખવાની હિમાયત કરી છે. આ ઉપરાંત પ્રવાસન ક્ષેત્ર સો સંકળાયેલા હાઉસ કીપર, રિસેપનીસ્ટ સહિતનાને પણ જેમ બને તેમ તાલીમ આપવાની તૈયારી કરવામાં આવી છે. યોજના હેઠળ આ ક્ષેત્ર સો સંકળાયેલા ટ્રેઈનીને રૂ.૧૫૦૦ થી ૩૦૦૦નું ભથ્થું આપવામાં આવશે.

શહેરી વિકાસ મંત્રાલયે વિવિધ બિલ્ડરો તેમજ બિલ્ડીંગ મટીરીયલના ઉત્પાદકોને પણ તેમના એપ્રેન્ટીસને યોજનાનો લાભ આપવાની હિમાયત કરી છે. વિવિધ કંપનીઓમાં તાલીમ લઈ રહેલા યુવાનોને સરકાર આ યોજનાનો લાભ આપવા માંગે છે. સ્વાસ્થ્ય, ફેમીલી વેલફેર, ફૂડ એન્ડ ડ્રગ્સ, બંદરો, ટ્રાન્સપોર્ટ, એગ્રીકલ્ચર, સહકારી સંસઓ, ખેડૂતોના કલ્યાણ સો જોડાયેલ વિભાગો સહિતની પેઢીઓને રાજય સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીસીપ યોજનાનો લાભ અપાવવા માટે પ્રયત્નો થઈ રહ્યાં છે.

લેબર એન્ડ એમ્પલોયમેન્ટ વિભાગના એડીશ્નલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ આ મામલે કહ્યું હતું કે, ચાલુ વર્ષમાં ૧ લાખી વધુ યુવાનોને આ યોજનાનો લાભ આપવાની ઈચ્છા સરકારની છે. એક અઠવાડિયામાં જ યોજના માટે ભંડોળ ફાળવી દેવામાં આવશે. સરકારના તમામ મંત્રાલયોને જેમ બને તેમ વધુને વધુ યુવાનોને આ યોજનાનો લાભ મળે તેવો આદેશ આપી દેવાયો છે. યુવાનોમાં સ્કીલ ડેવલોપમેન્ટ થાય તેવા પ્રયત્નો કરનાર પેઢીને સરકાર પ્રોત્સાહિત કરશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે કંપની અવા પેઢી તાલીર્માી યુવાનને ભથ્થું આપ્યું હોવાના પુરાવા આપશે તેને સરકાર સીધી નાણાકીય સહાય પૂરી પાડશે. કંપનીને સરકાર સબસીડી ફાળવશે. પરિણામે રાજયના યુવાનો વધુને વધુ સ્કીલ્ડ બનશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.