Abtak Media Google News

ગઈકાલે રમાયેલા મેચમાં ડિવિલિયર્સે ૧૧૧ મીટર લાંબી સિક્સર ફટકારીને આઈપીએલનાવર્તમાન સીઝનના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા

બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એબી ડિવિલિયર્સે એવી વિસ્ફોટક ઈનિંગ રમી કે જેને જોઈને સુપરકિંગ્સના ફેન્સના હોશ ઉડી ગયા હતા. ડિવિલિયર્સ ચેન્નાઈ વિરૂદ્ધ ૩૦ બોલમાં વિસ્ફોટક ૬૮ રન ફટકારી દીધા હતા. ડિવિલિયર્સે પોતાની ઈનિંગમાં ૮ સિક્સ અને બે ફોર ફટકારી હતી, એટલે કે, એબીએ ૫૬ રન તો સિક્સ અને ફોર દ્વારા જ ફટકારી દીધા હતા. પોતાની આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન ડિવિલિયર્સે આઈપીએલ ૨૦૧૮ની સૌથી લાંબી સિક્સ પણ ફટકારી દીધી છે. ડિવિલિયર્સે ઈમરાન તાહિરના બોલ પર ૧૧૧ મીટર લાંબી સિક્સ ફટકારી હતી. મેચની ૧૧મી ઓવરના ચોથા બોલે એબીએ મિડવિકેટ પર શોર્ટ ફટકાર્યો અને બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમના બહાર જઈને પડ્યો હતો. આ છગ્ગો ૧૧૧ મીટર લાંબો હતો. ડિવિલિયર્સ આઈપીએલ ૨૦૧૮માં સૌથી વધારે સિક્સ ફટકારવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. એબીએ અત્યાર સુધીમાં ૨૩ છગ્ગાઓ ફટકારી દીધા છે. પંજાબના ક્રિસ ગેલ ૨૧ સિક્સ સાથે બીજા નંબર પર છે. આઈપીએલ ઈતિહાસની સૌથી લાંબી સિક્સ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર એબી મોર્કલે ફટકારેલી છે. મોર્કલે ૧૨૫ મીટર લાંબી સિક્સ ફટકારી હતી.ડિવિલિયર્સથી પહેલા સૌથી લાંબી સિક્સ ફટકારવાનો રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સના નામે ઓલરાઉન્ડર્સ આંદ્રે રસેલના નામે હતો, જેને ૧૦૫ મીટ લાંબી સિક્સ ફટકારી હતી.  આઈપીએલ ૨૦૧૮માં બીજી સૌથી લાંબી સિક્સ પણ ડિવિલિયર્સના નામે છે, જેની લંબાઈ ૧૦૬ મીટર માપવામાં આવી હતી.

Advertisement

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.