Abtak Media Google News

અબતક, અપ્પુ જોષી, બાબરા

Advertisement

રાજકોટ કલેક્ટર કચેરીમાં ઝવેરી કમિશન સમક્ષ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં ઓબીસીને 54, બંક્ષીપંચને 27 ટકાની માંગણી અખિલ ભારતીય મહાસભા ગુજરાત દ્વારા કરવામાં આવી છે.

તે અંતર્ગત કમિશન સમક્ષ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, ભાવનગર જિલ્લાની સુનાવણી થઇ હતી. જેમાં અખિલ ભારતીય ઓબીસી મહાસભા ગુજરાતના વિપુલભાઇ જાદવ, પ્રભાતભાઇ કોઠીવાલની રજૂઆતના પગલે રાજકોટ કલેક્ટર કચેરીમાં ઝવેરી કમિશન દ્વારા કરવામાં આવેલી સુનાવણીમાં પ્રભાતભાઇ છગનભાઇ મેર, પ્રજાપતિ બાલાભાઇ અમેથીયા, ઇસ્માઇલભાઇ, જયમાલભાઇ આહિર, કોળી માનસિંગભાઇ મેર, મનસુખભાઇ ગોવાણી, મોચી સમાજના જીવણભાઇ, મનિષભાઇ ઓડેદરા, જૂનાગઢના મુકેશભાઇ કવા ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.