Abtak Media Google News

પંજાબ પોલીસે બુધવારે જાલંધરમાંથી એક પાકિસ્તાની નાગરીકને ઝડપી લીધો છે. એહસાન ઉલહક નામના આ વ્યક્તિની ઉંમર ૫૧ વર્ષ છે. અને તે મુળ પાકિસ્તાનના નનકાના સાહિબમાં રહે જાણકારી મુજબ તેને પંજાબના શહિદ ભગતસિંહ નગર કે મુકુંદપુર ગામની ૩૦ વર્ષની મહિલા બલવિંદર કૌર સાથે વર્ષ ૨૦૧૨માં લગ્ન કરી લીધા હતા. બંનેની મુલાકાત ૨૦૧૧માં ફેસબુકમાં થઇ હતી.

એહસાને તલાક લીધા હોવાની વિગતો પણ મળી છે. તેને ૨૦૦૬માં ઓસ્ટ્રેલીયાની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. બંને સાઉદી અરબમાં મળ્યા હતા. તેની સાથે લગ્ન કર્યા બાદ તેને ઓસ્ટ્રેલીયાની નાગરીક્તા મેળવી હતી. પરંતુ ૨૦૦૯માં તેની સાથે તલાક થઇ ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૫માં એહસાને ખોટા આધાર પુરાવાથી એક આધાર અને પાનકાર્ડ બનાવ્યુ હતુ. અને જાલંધર નજીક અલીપુર ગામમાં એક પ્લોટ ખરીદ્યો હતો જ્યારે સુરક્ષા એજન્સીઓને તેની ખબર મળતા જ તેની ધરપકડ કરી લીધી હતી. પોલીસને શક છે કે અહેસાન આઇએસઆઇનો એજન્ટ પણ હોઇ શકે.

આથી તેની ધરપકડની જાણકારી આપતા એસીપી મનપ્રીતસિંહ ઢીલ્લોએ જણાવ્યું હતુંકે ‘અમે એહસીન ઉલ હલ નામના પાકિસ્તાની નાગરીકની ધરપકડ ભારતીય દંડ સહિતા ૪૨૦,૪૧૯,૪૭૧ અને ધારા ૧૪ અનુસાર દર્જ કરવામાં આવ્યો છે જે બાબતે હજુ તપાસ ચાલુ છે. તપાસમાં તથ્ય આમે આવશે તેના આધાર પર કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.