Abtak Media Google News
  • જામનગર શહેરના ગોકુલનાગર વિસ્તારનો ચકચારજનક કિસ્સો
  • મંડપના ધંધાર્થી યુવાનનું યુવતીના દિયર સહિત ત્રણ શખ્સોએ અપહરણ કરી શાપર નજીક અવાવરૂ સ્થળે ઢોર માર માર્યો

જામનગર  ન્યૂઝ : જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા પરણિત યુવાનને અન્ય પરિણીતા સાથેના અનૈતિક સંબંધો ભારે પડયા હતા. પરિણીતાના ભાઇ સહિત ત્રણ શખ્સોએ યુવકનુ અપહરણ કરી ઢોર માર માર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારના મયુરનગર વિસ્તારમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા મહેશ કાનજીભાઇ સીતાપરા નામના યુવાનને દિવ્યાબેન જગદીશભાઇ ચુડાસમા સાથે અવૈધ સંબંધો હતા જે દિવ્યાબેનના દિયર જયપાલસિંહને ખબર પડી જતાં તેમણે આ સંબંધ પુરા કરવાની ધમકી પણ આપી હતી. પરંતુ ગત તા. ૧૬.૩.૨૦૨૪ ના દિવ્યાબેને મહેશને મળવા માટે બોલવતા તે ગયેલ જે જયદિપસિંહને પસંદ પડયું ન હતું, અને તા. ૧૮.૩.૨૦૨૪ ના રોજ જયપાલસિંહે તેને ફોન કરી ગોકુલનગર વિસ્તારમાં કમલેશભાઇની વાડીએ બોલાવતાં તે કમલેશભાઇની વાડીએ ગયેલ અને ત્યાં જયપાલસિંહ અને તેના સગા રવિરાજસિંહ અને અજાણ્યો ઇસમ અર્ટીગા કારમાં આવી તેમને બળજબરીથી કારમાં બેસાડી ખંભાળીયા ધોરીમાર્ગ પર શાપર ગામના પાટીયા પાછળ એક ઓરડીમાં લઇ ગયા હતા.

જયાં રવિરાજસિંહ અને જયપાલસિંહ એ લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી લોહી લુહાણ કરી ત્રણેય શખ્સોએ ફરી ગાડીમાં બેસાડી ગોકુલનગર વિસ્તારમાં પરત લાવીને ફેંકી દીધો હતો,હ અને હવે જો આવ્યો તો જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતાં. આ બનાવ અંગે મહેશ સીતાપરાએ સીટી સી. ડિવિઝન મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૩૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), અને ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.