Abtak Media Google News

૪૦૦૦ જેટલી ફલાઈટો રદ જયારે ૩૦૦ જેટલા નેશનલ ગાર્ડને ફરજ પર તૈનાત કરાયા: બોસ્ટન વિસ્તારમાં ૪ થી ૬ ઇંચ બરફની ચાદર છવાઇ

ગ્લોબલ વોર્મિંગનાં કારણે વિશ્ર્વભરમાં અનેકવિધ કુદરતી આફતોનો સામનો લોકોએ કરવો પડતો હોય છે જે રીતે પર્યાવરણની જાળવણી કરવામાં આવી જોઈએ તે ન થતા અનેકવિધ તકલીફોનો પણ સામનો વિશ્ર્વ આખાએ કરવો પડે છે ત્યારે ઉતર-પૂર્વ અમેરિકામાં બરફનું તોફાન સર્જાયું છે જેનાં કારણે ૪૦૦૦ જેટલી ફલાઈટો રદ કરવામાં આવી છે તથા ૩૦૦થી વધુ નેશનલ ગાર્ડને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. ન્યુયોર્કનાં ગર્વનર દ્વારા રાજયમાં ઈમરજન્સી લાદી દીધી છે. બપોરનાં સમયથી જ ફલાઈટોની સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવી હતી જેમાં નિવાર્ક, સેન્ફ્રાન્સીસકો, ન્યુયોર્ક, બોસ્ટર્ન, ફિલેડીલફીયા, શિકાગો અને વોશિંગ્ટન એરપોર્ટોને બંધ રાખવા માટેનાં આદેશો પણ આપવામાં આવ્યા છે.

Advertisement

વરસાદની સાથે-સાથે બરફની ચાદર સંપૂર્ણ ઉતર-પૂર્વ અમેરિકામાં છવાઈ જતા લોકોને ઘણી ખરી તકલીફોનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ન્યુયોર્કમાં ૧ થી ૩ ઈંચ જેટલી હિમવર્ષા જયારે બોસ્ટર્નમાં ૪ થી ૬ ઈંચ જેટલી હિમવર્ષા થયા હોવાનું સામે આવ્યું છે. જયારે હવામાન વિભાગનું માનવું છે કે, શહેરનાં અમુક ભાગોમાં અને ઉતરી વિસ્તારોમાં ૫ થી ૮ ઈંચ જેટલો બરફ પડી રહ્યો છે. ન્યુયોર્ક, પેન્સીલવિન્યા, ન્યુજર્સી, કનેકટીકટ, દક્ષિણ વેરમોન્ટ, ન્યુ હેમસાયર અને મેઈનમાં વધુ હિમવર્ષા થવાનાં અંદેશા મળી રહ્યા છે જેમાંથી નિર્ધારિત થયેલા શહેરોમાં હિમવર્ષા શરૂ થઈ ચુકી છે તેમ નેશનલ વેધર સર્વિસ પ્રિડીકશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. પર્વતીય વિસ્તારોમાં બે ફુટ જેટલી બરફની ચાદર છવાતા લોકોનું જનજીવન અસરગ્રસ્ત થઈ ચુકયું છે. આ તકે ન્યુજર્સીનાં ગર્વનર ફિલમર્ફીએ જણાવતા કહ્યું હતું કે, જે કોઈ કામદાર કે જેઓને કામગીરી ન હોય તેઓએ બપોર સુધીમાં ઘરમાં ચાલ્યા જવું જેથી હિમવર્ષાની અસર તેઓ પર ન પડે.

7537D2F3 1

હાલ અમેરિકામાં જે રીતે હિમવર્ષા શરૂ થઈ ચુકી છે ત્યારે ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરતા અમેરિકાને એ પણ ખ્યાલ હોય છે કે કયાં વિસ્તારમાં કેટલા અંશે અને કેટલા ઈંચની હિમવર્ષા થશે જેનાં કારણોસર જે કેઝયુલટી થતી હોય તે પણ નહિવત થઈ જાય છે. ભારે હિમવર્ષાનાં કારણે ઉતર-પૂર્વી અમેરિકા કે જે પ્રવાસન સ્થળ માટે માનીતું છે ત્યાં પણ ઘણી ખરી અસર પહોંચી છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આ તમામ વિસ્તારોમાં વાવાઝોડુ ત્રાટકશે તેવું પણ હાલ લાગી રહ્યું છે. આ તકે અમેરિકાનાં સત્તાધીશો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનાં રહેવાસીઓને પૂર્ણત: તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે અને સ્વાસ્થ્ય જાળવવા અપીલ પણ કરવામાં આવી છે. જે વિસ્તારો હિમવર્ષાથી અસરગ્રસ્ત થયા છે તેમાં મૃત્યુઆંકમાં પણ વધારો થયો હોય તેવી માહિતી હાલ મળી રહી છે.

હાલ જે રીતે ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ દીન-પ્રતિદિન વધતુ જઇ રહ્યું છે ત્યારે સમગ્ર વિશ્ર્વ માટે ચિંતાનો વિષય એ છે કે આ જટીલ સમસ્યા અને પ્રશ્ર્નમાંથી કેવી રીતે વિશ્ર્વને ઉગારી શકાય? ત્યારે હાલ જે આફત યુનાઇટેડ સ્ટેટ ઉપર પડી છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવીત થાય છે કે આ સમસ્યાનું નિવારણ અને લોકોને કેવી રીતે તેમની રોજિંદગી જિંદગીમાં પાછા ફેરવી શકાય તે પણ મુખ્ય પ્રશ્ર્ન તંત્ર સામે ઉદભવિત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.