Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે 15 થી 18 વર્ષની સગીરા સાથે લગ્ન સબંધીત કેસમાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સગીર પત્ની સાથે શારીરિક સંબંધને દુષ્કર્મની કલમ પણ લાગશે તેમ જણાવ્યું.

Advertisement

સગીર પત્ની સાથે શારીરિક સંબંધ દુષ્કર્મ ગણાશે. સુપ્રીમ કોર્ટે સગીરા સાથેના દુષ્કર્મ કાયદામાં સંશોધન મામલે થયેલી અરજી પર સુનાવણી કરતા કહ્યું કે સગીર પત્ની સાથે શારીરિક સંબંધ દુષ્કર્મ ગણવામાં આવશે.

આઈપીસીની કલમ 375 બે હેઠળ તેને દુષ્કર્મ ગણાવામાં આવશે. 15 થી 18 વર્ષની સગીરા સાથે લગ્ન ગેરકાયદે છે અને ગેરકાયદે લગ્ન બાદ સગીરા સાથે શારીરિક સંબંધ દુષ્કર્મ માનવામાં આવશે.

આવા કેસમાં પોસ્કોની સાથે દુષ્કર્મની કલમ પણ લાગશે. સાથે જ સુપ્રીમ કોર્ટે શારીરિક સંબંધોની વયમર્યાદા ઘટાડવાનો પણ ઈનકાર કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.