Abtak Media Google News

પરતંત્રતાનાં ઉતરતા ઓળા: વિશ્વ બેંકને આશરે જવાની હાલત ! રાષ્ટ્ર હસ્તકની મિલ્કતોના ખાનગીકરણ તરફ દોટનું ઉપસતું ચિત્ર: મોટી નવાજૂનીઓની અને ત્રીજી નવતર લોકશકિતના પ્રાગટયની રાહ જોતો વિશ્ર્વનો એક મહાન બનવા થનગનતો દેશ ! આ ત્રીજી શકિત ‘શ્રાપ’નું કોઈક સ્વરૂપ હોઈ શકે !

સંપત્તિવાદ કે સ્વામિત્વવાદ સામે માથું ઉંચકવાના મૂડમાં આમઆદમીઓ: સ્વેચ્છાએ કે સત્તાધીશોના આદેશ હેઠળ દાન મેળવાશે કે છીનવાશે કે લૂંટફાટનો આશરો લેવાનાં ચિહનો; નકસલવાદ-માઓવાદ ફરી માથું ઉંચકવાની સંભાવના !

કૃપણ કે લોભ ધનનું જતન કરે છે

કાયર લોકો જીવનું જતન કરે છે. જે શૂરવીર છે તે જેનું પોતે અન્ન ખાધુ હોય તેનું જતન કરે છે. આપણો દેશ આખી દુનિયાની જેમ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે.

આ દેશના રાજકીય રંગરાગ નિહાળતા ૨૦૦૮ના વર્ષમાં તેણે વિશ્વના એક મહાન દેશ તરીકે ઉપસવાનું સામથ્ય દાખવ્યું છે.

અર્થતંત્રની તેમજ રાજદ્વારી દૂરદેશીમાં તે વિશ્ર્વના કોઈ પણ દેશથી પાછળ રહ્યો નથી.એક મહાન દેશ તરીકે ઉપસવાનું સામર્થ્ય તેણે દર્શાવ્યું છે.

વૈશ્ર્વિક આર્થિક કટોકટી વચ્ચેય જો તે અપેક્ષીત ૭ ટકા વૃધ્ધિદર જાળવશે તો તે સ્તુત્ય કે પ્રશંસા પાત્ર લેખાશે. વડાપ્રધાન એવો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે.

આતંકવાદના મુદા પર આ દેશે પૂરેપૂરી રાજદ્વારી દૂરંદેશી અને મુત્સદીગીરી દાખવી છે. તેણે ઈઝરાયલના લડાયક દાખલો બેસાડયો નથી. પરંતુ પાકિસ્તાનને વૈશ્ર્વિક સ્તરે ઉઘાડું પાડવામાં અને વિશ્ર્વમત પોતાની બાજુએ વાળવામાં સફળતા મેળવી છે.

પાકિસ્તાન પોતે જ બિછાવેલી જાળમાં ફસાય તેવો ખેલ તેણે ખેલ્યો છે.

તેમણે ૨૦૦૮નાં વર્ષમાં આવેલ કટોકટીઓને જે ધીરગંભીર રીતે તેમજ સફળતા પૂર્વક પાર કરી છે તે સ્તૃત્ય છે.

એકને જમણેરી અને બીજાને ડાબેરી કહીને આપણે ઓળખીએ છીએ. એની સાથે એના સહચારી ભાવ જોડાયેલા છે. એમ કહી શકાય કે એક મોરચો સ્વતંત્રત અને લોકસત્તાની રક્ષા સારૂ તૈયાર થયો છે. તો બીજો સમાજવાદ , સામ્યવાદની સ્થાપના માટે કટીબધ્ધ થયો છે. બંનેએ પોત પોતાના શેતાન પસંદ કરી લીધા છે. એકનો સેતાન નકસલવાદ છે. અને બીજાનો સંપ્રદાયવાદ છે.

ભારતમાં એમ થતું અટકાવવા માટે અને નકસલવાદ-માઓવાદને મ્હાત કરવા માટે લોકશકિતનો ઉપયોગ કરવો પડે તેમ છે. જો લોકશકિતના પ્રયોગ દ્વારા સમાજ પરિવર્તન સિધ્ધ થાય તો જ તે ક્રાંતિ સ્થિર અને સ્થાયી થશે તથા પ્રતિક્રાંતિનો અવકાશ નહિ રહે.

આપણા દેશનાં રાજકીય રંગરાગ તરફ દ્રષ્ટિપાત કરતા એવો સવાલ જાગે છે કે, આખી દુનિયા ઉકળતા ચરૂ જેવી બની છે. અને પૃથ્વી તથા માનવજાત સામે ‘ગ્લોબલ વોર્મિંગ’ની અસાધારણ પ્રદુષણની, પર્યાવરણ ધ્વંસની તથા ત્રાસવાદના અસુરની જે અતિ વિધ્વંસક આંધી આવી રહી છે. એમાંથી આ દેશને કેમ બચાવવો?

આજના વિશ્ર્વે ‘ગ્લોબલાઈઝેશન’ અર્થાત વૈશ્ર્વિકરણનો સિધ્ધાંત અપનાવ્યો છે. પણ વસુધૈવ કુટુંબકમનો સિધ્ધાંત અપનાવ્યો નથી. ભારતીય સંસ્કૃતિની સાથે જ વસુધૈવ કુટુંબકમના જોડવો જોઈતો હતો એના વિના વૈશ્ર્વિકરણના સિધ્ધાંતનો શો અર્થ?

વૈજ્ઞાનિકોની સિધ્ધીઓ આકાશને આંબે છે. ‘જ્ઞાન’ (નોલેજ)ની સ્પર્ધામાં ભારત આંતરરાષ્ટ્રીય હરોળમાં ઉભુ છે. વ્યાપાર ઉદ્યોગ અને ખેતીને ક્ષેત્રે ભારતની હરણફાળ નાની સુની નથી. પરંતુ. એમાં હ્યુમન ફેઈસ કે ગરીબો દરિદ્રોને કયાંય સ્થાન નથી. જયાં કરોડોથી વધુ લોકો ગરીબીની રેખા નીચે જીવે અને એમની રાષ્ટ્રનાં નિર્માણમાં કયાંય હિસ્સેદારી ન હોય ત્યાં નકસલવાદને કે માઓવાદને બળ મળે એમાં શી નવાઈ? અને આ ગરીબો દરિદ્રો બળવો કરે ત્યારે શું થાય?

ગરીબાઈ આ દેશનો શેતાન છે.

ગરીબોને ગરીબાઈની બહાર નીકળવાનું શિક્ષણ જ મળતું નથી. અને દરિદ્રોને રાષ્ટ્રનાં નિર્માણમાં જોડવાની હુંફ જ મળતી નથી. શિક્ષણ ક્ષેત્રમાં હાલની પધ્ધતિના સ્થાને સરમુખત્યાર શાહી વધુ હિતાવહ બને એમ કહેનારાઓને કેમ ખોટા પાડવા? કરોડો ગરીબોની વણઝાર શું એની સાક્ષી નહિ બને?

આપણા દેશે મહાન બનવું છે. એનામાં મહાન બનવાની ત્રેવડ છે. શાસન પધ્ધતિમાં વૈચારિક ક્રાંતી જરૂરી છે. લોકશકિતના પ્રાદુર્ભાવ દ્વારા નવાં નવા સૃજનો કરવાનાં રહે છે. નવા મનુષ્યને જન્મ આપવાનું જરૂરી છે. જેનું અન્ન ખાધું છે. એ માતૃભૂમિ માટે કોઈક તો આગળ આવે એની રાહ આખો દેશ જુએ છે !

અહી એવી ટકોર કરવી પડે છે કે,

“પીપા પાપ ન કજિયે,

તો પૂણ્ય કિયો હજાર

જો કિસ કો લિયા નહિ તો

દિયા બાર હજાર…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.