Abtak Media Google News

Table of Contents

કુછ દીન તો ગુજારીએ ભારત મે

ભારતનું સ્વીઝરલેન્ડ ઔલીનો હિમાલયની વાદીઓનો શ્રેષ્ઠ નઝારો છે: કુદરતી સૌંદર્ય આપણું મન પ્રફુલ્લિત કરે છે: ભારતની ઘણી જગ્યાએ આપણને જન્નતનો અહેસાસ થાય છે

આપણાં દેશમાં નોર્થ-ઇસ્ટ અને સાઉથ કે વેસ્ટની ચોમેર  દિશાએ પર્વતમાળા, જંગલો, સુંદર તળાવો, ગુફાઓ, જગપ્રસિઘ્ધ મંદિરો સાથે હિમાલયના બફર આચ્છાદીત પર્વતોની વણઝાર કંઇક અનોખો અહેસાસ કરાવે છે

રૂપકુંડ તળાવ, ચેરાપુંજી ધોધ, ખજજર, બોર્રાગુફા, પેન્ગોન્ગ તળાવ, થીરપલ્લીનો ધોધ, કાશ્મીરનું ચાદર તળાવ જેવા સ્થળો ધરતી પર સ્વર્ગ ખડું કરે છે: કુદરતના ખોળે માનવી તન-મન સાથે આનંદની અનુભૂતિ કરે છે.

Travel11 D

ભારત એક સુંદર દેશ છે, હિન્દુસ્તાનનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. ભારતીયો વેકેશન ક રજાના માહોલમાં રમણિક સ્થળોએ ફરવા જઇને આનંદ માણતા હોય છે. વિશ્વભરમાંથી ઘણા પ્રવાસીઓ આપણે ત્યાં ફરવા આવે છે. માનવી શનિ-રવિની રજામાં વૃક્ષો – પક્ષીને પાણી હોય તેવી કુદરતી જગ્યાએ ફરવા જાય છે. પ્રાચિન કાર્યથી ચાલી આવતો ‘વન ભોજન’ ક્ધસેપ્ટ પણ એ જ વાત બ્યાન કરે છે. દક્ષિણ એશિયામાં આપણે એક માત્ર દેશ ભારત છે. જેનો સાંસ્કૃતિક અમર વારસો છે. વિદેશોના રમણિક સ્થળોને પણ ભૂલાવી દેવા અફાટ સૌદર્ય ધરાવતા ઘણા સ્થળો છે જયાં માનવી તન, મન સાથે આનંદની અનુભુતિ કરે છે.

Roopkund

મોટાભાગના લોકો કાશ્મીર કે ભારતનું સ્વર્ગ ગણે છે પણ તેના જેવા સુંદર સ્થળોની હારમાળા આપણી સંસ્કૃતિની ધરોહર છે. શિયાળું – ઉનાળું વેકેશન પરિવાર સાથે બહાર ફરવા જવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પણ ઘણા સ્થળોને વિકસાવીને નયન રમ્ય બનાવ્યા છે. એકલા સૌરાષ્ટ્રમાં જ જુનાગઢ ગીરનાર કે તેનું જંગલ, દ્વારકા, માંડવી, માધવપુર જેવા ઘણા સ્થળો જોવા લાયક છે. દેશના દરેક રાજયોમાં આજે જોવા લાયક અને ફરવા લાયક સ્થળો વિકસ્યા છે.Panoramic View Of Khajjiar Town In Chamba

દિવસનો દરિયો કે આબુ સિવાય આજે આ લેખમાં વિવિધ સ્વર્ગસમા નયનરમ્ય સ્થળોની વાત કરવી છે. આજે સમગ્ર દેશના રોડ, રસ્તા ખુબજ સારા થઇ ગયા છે. ત્યારે પોતાની કાર લઇને તમો ફેમીલી ટુર કોઇપણ મુશ્કેલી વગર કરી શકો છો. ઘણો હરિયાળા સ્થળો, અદભૂત જંગલો સાથે ઘણું જોવા લાયક છે. દેશનું સૌથી મુખ્ય પર્યટન સ્થળ હિમાચલ રાજય છે. જયાં અસીમ સુંદરતા અને આકર્ષણ લોકોના મન હરી લે છે. અહીં કુલ્લી, મનાલી, ચંબા અને સિમલા જેવા ઘણા પર્યટન સ્થળો આવેલા છે. હિમાલયની પ્રાકૃતિક સુંદરતા જ પ્રવાસીઓને શાંતિ અર્પે છે.

ભારતના સૌથી વધુ જોવા તો તાજમહલ 1632 માં નિર્માણ થયો હતો. આ તાજ મહલની રચના એવી છે કે તેનો રંગ દિવસના સમય સાથ બદલાય છે. આવું જ એક સ્થળ લેહ લદાખ છે, જે પૃથ્વી પરનં સ્વર્ગ છે. અહીના પ્રાકૃતિક દ્રશ્યો પર્યટકોને પ્રભાવિત કરે છે.

Content Image 09741725 Aef1 4F17 Bba1 C8F6B75Bb905 હિમાચલ પ્રદેશની સ્થપીતી ઘાટી પણ જોવા જેવીછે જે સમુદ્ર સપાટીથી 12500 ફુટ ઉંચાઇ પર આવેલી છે. બરફથી ભરેલા પહાડોની કાશ્મીરી ઘાટીનો નયનરમ્ય નઝારો યુવા હૈયાઓનું મુખ્ય આકર્ષણ છે. આપણી હિન્દુ ફિલ્મોમાં પણ ભારતના વિવિધ કુદરતી સ્થળો પર ગીત ફિલ્માંકન થાય ત્યારે નઝારાનો જલ્વો બહુ જ ગમે છે. કાશ્મીર માટે માર્ચથી ઓકટોબરનો ગાળો ફરવા જવા માટે શ્રેષ્ઠ છે.

રાજસ્થાન ખાસ પર્યટકોનું ચહિતું રાજય છે. જેમાં આબુ, એક માત્ર હિલ  સ્ટેશન સાથે મહત્વપૂર્ણ જૈન તીર્થ સ્થળ છે. અહીં તળાવ સાથે ઘણા જોવા લાયક સ્થળો હોવાથી ગુજરાતીઓ શનિ-રવિ આનંદ માણવા ફેમીલી સાથે અવશ્ય પહોચી જાય છે. જયપુર, જેસલમેર જેવા વિવિધ સ્થળો પણ હાલના ફરવા લાયક  સ્થળમાં હોટ ફેવરીટ ગણાય છે.

ઉત્તરાખંડમાં હરદ્વાર, ઋષીકેશ, લક્ષ્મણ ઝુલા, રામઝુલા, ત્રિવેણી ઘાટ વિગેરે આકર્ષક પર્યટન સ્થળો છે. નૈનીતાલ અને મસુરી તો હવા ખાવા લાયક સ્થળો જાણીતા છે. શ્રીનગરને હેવન ઓન અર્થ કહેવાય છે, જેલમની નદીના કિનારે આવેલું શ્રીનગર કાશ્મીર ની રાજધાની છે. સૌથી રમણીક અને યુવા ધનનું પ્રિય ગોવા સૌથી સારા સ્થળ પૈકી એક છે. દરિયા કિનારે વોકીંગ, પોર્ટુગીઝ સંસ્કૃતિ એકવાર જોવા જેવું છે. આગ્રાનો કિલ્લો જેને ર004 માં વાસ્તુ કલાનો એવોર્ડ મળ્યો હતો.

8012726945 Cc69Ac2260

આવુ જ એક સ્થળ ઉટી છે. જેને કવીન ઓફ હિલ્સ કહે છે. પ્રકૃતિ અને પહાડી પ્રેમીઓને અહિં જલ્વો પડી જાય છે. નિલગીરી હિલ્સ, ચાના બગીચા અને કુદરતી ઝરણા આ સ્થળને વધુ રૂપકડા બનાવે છે. ખજુરાહોની ગુફા, રણ થંભોરનું જંગલ, ઇલોરાની ગુફા, જીમ કોર્બેટ નેશનલપાર્ક, જેવા વિવિધ સ્થળો ખુબ જ જાણીતા છે. કાજીરંગા અને કાન્હાનેશનલ પાર્ક જેવા સ્થળોપ્રવાસીઓના મન મોહી લે છે. આપણાં દેશના નેશનલ પાર્કો ખુબ જ સુંદર હોવાથી વિદેશી પ્રવાસીઓને મઝા આવે છે.

1200Px The Golden Temple Of Amrithsar 7

ધરતી પર સ્વર્ગની અનુભૂતિ કરાવતા ભારતના વિવિધ સ્થળોમાં ઘણી સુંદરતા જોવા મળે છે. અમુક જગ્યા તો આપણને ખ્યાલ પણ હોતો નથી પણ આજના ઇન્ટરનેટ યુગ ઘણી સુવિધા આવી હોવાથી ગુગલ મેપના રસ્તે આપણે પ્રવાસ કરતા મુળ સ્થાને પહોંચી જઇએ છીએ. ઉત્તરાખંડમાં આવેલા રૂપકુંડ તળાવના કુદરતી દ્રશ્યો, નઝારો અપણને બશી ભૂત કરી દે છે. ભારતના મીની સ્વિટઝરલેન્ડ ગણાતા હિમાચલના ખજજરની ગીચ ઝાડી અને પક્ષીઓના વિવિધ કેલરવથી આહલાદક વાતાવરણ સર્જે છે. આંધ્ર પ્રદેશની બોર્રા ગુફા પહાડો ની વચ્ચે બનેલ છે. લેહેથી 160 એ.મી દૂર પેન્ગોન્ગ તળાવ બાઇકર્સ માટે ખુબ જ જાણીતું બન્યું છે. આ સ્થળે અનુભવાતી શાઁતિનો અહેસાસ જ તેની કુદરતી તાકાત છે.

ચેરાપુંજી પાસે 1100 ફુટ ઊંચાઇથી પડતા મોહક ધોધના પાણીને જોવાની મઝા પડે છે, તો આવી જ રીતે કેરળના કોચી થી થોડે દુર જંગલોની વચ્ચે થીરપલ્લી પાણીનો ઘોઘ સાથે જંગલના વિવિધ પ્રાણીઓ, ઝરણા જોવાની મોજ પડી જાય છે. કાશ્મીરમાં એક ચાદર તળાવ તરીકે જાણીતી જગ્યા છે. જેમાં તળાવ ઉનાળામાં નદી હોય પણ શિયાળો આવતા ચાદર બની જતા લોકોને તળાવમાં ચાલવાની મોજ પડી જાય છે.

1200Px Mount Abu

આપણા દેશમાં નોર્થ, ઇર્સ્ટ અને સાઉથ કે વેસ્ટમાં ચોમેર દિવશાએ પવર્તમાળા, જંગલો, સુંદર તળાવો, જગપ્રસિઘ્ધ મંદિરો, ગુફાઓ  સાથે હિમાલયના બરફ આચ્છાદીત પર્વતોની વણઝાર કંઇક અનોખો અહેસાસ કરાવે છે. કાશ્મીરથી ક્ધયાકુમારી કે સોમનાથ, દ્વારકા, માંડવીના દરિયા કિનારેથી દેશના બીજા છેડા સુધી હજારો વનસ્પતિઓ, જીવસૃષ્ટિ સાથે પર્યાવરણ જીવંત છે. ત્યારે આ વેકેશનના જલ્વા સમા સ્થળોએ એ પરિવાર સાથે મન મુકીને રૂમઝુમનો આનંદ માણવો એ જ સાચુ જીવન સુખ ગણી શકાય છે. બાર જયોતિલીંગો સાથેના શિવાલયો તો તીરૂપતિ બાલાજી જેવા વિવિધ મંદિરો ભારતીયોનો શ્રઘ્ધા આસ્થાનું પ્રતિક છે. સર્વ ધર્મસમભાવને વરેલા આ દેશમાં અમૃતસરનું સુવર્ણ મંદિરની શોભા અનેરી છે.

06 1389004747 14

આ છે, જિંદગીમાં એકવાર જોવા જેવા સ્થળો

  • બ્રહ્મપુત્રા નદી પર સૂર્યાસ્ત
  • હિમાલયના થીજી ગયેલા તળાવો
  • લક્ષી દ્રીપ ટાપુ
  • સહ્નાણીની પર્વતમાળા
  • વારાણસીનો ઘાટ
  • લદાખના સરોવરો
  • શિલોંગનો વોટરફોલ
  • કાન્હા નેશનલ પાર્ક
  • રાજસ્થાનનો રણ વિસ્તાર
  • કેરળની ખાડી
  • ગોવાના આકર્ષક બીચ
  • મનાલીનાં બરફાચ્છાદિત પહાડો
  • ભુવનેશ્વરનાં મંદિરો
  • કોડાઇ કેનાલનું કુદરતી સોંદર્ય
  • કન્યાકુમારીનો સમુદ્ર સંગન

આ ઉપરાંત કાશ્મીર, સિમલા, હિમાચલ પ્રદેશ, લેહ-લદાખ, ગંગટોક, મુન્નાર, વારાણસી, કચ્છનું રણ, જેસલ મેર, જયપુર અને મૈસુરના સ્થળોએ પણ અવશ્ય મૂલાકાત લેવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.