Abtak Media Google News

હરિયાણામાં ગુરમીતના ચૂકાદા બાદ સર્જાયેલી સ્થિતિ જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે વહીવટી તંત્રનું પગલું

ચકચારી આશારામ રેપ કેસમાં અદાલત રપ એપ્રિલે ચૂકાદો આપનાર હોવાથી આશારામના ભકતો હંગામો ન મચાવે તે ઉદેશ્યથી આ ચકચારી બળાત્કાર કેસનો ચૂકાદો જોધપુરની સેન્ટ્રલ જેલમાં જ આપવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૧૩માં આશારામે પોતાના આશ્રમમાં માસુમ બાળકોને જાતીય સતામણી કરતા કેસ દાખલ થયો હતો અને ઓગસ્ટ ૨૦૧૩માં આશારામની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદથી આશારામ જેલમાં જ છે.

વધુમાં ચકચારી કેસમાં કોર્ટ ૭ એપ્રિલે ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે. અને રપમીએ ચૂકાદો આપવા નકકી કર્યુ હોવાથી જોધપુર જીલ્લા પોલીસ વડાએ આ મામલે હાઇકોર્ટમાં અરજી કરી આ કેસનો ચૂકાદો જોધપુર જેલમાં જ આપવા વિનંતી કરી હતી, જોધપુર જીલ્લા પોલીસ વડાએ હાઇકોર્ટ સમક્ષ ધેરાવ દહેશત વ્યકત કરી જણાવ્યું હતું કે જો ચૂકાદાનાં દિવસે કોર્ટના પટાંગણમાં આશારામ સમર્થકો ઉમટી પડશે તો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બેકાબુ બનશે અને હરીયાણાના પંચકુલ જેવી પરિસ્થિતિ નિર્માણ થવાની દહેશત વ્યકત કરવામાં આવી હતી.

જેને પગલે રાજસ્થાન હાઇકોર્ટ જોધપુર જેલ સતાવાળાઓનું જેલમાં જ ચૂકાદો અપાઇ તેણી વ્યવસ્થા ગોઠવવા આદેશ જારી કરી વહીવટી તંત્રની અરજી માન્ય રાખી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.