Abtak Media Google News

એન્ટી કરપ્શન અને સતત દેખરેખ મામલે પંજાબ નેશનલ બેંકને મળેલા એવોર્ડનું કૌભાંડ બાદ સુરસુરીયુ

નિરવ મોદીની પેઢીઓ પર દરોડાનો દોર: ૨૦૦ી વધુ બોગસ કંપનીઓ રડારમાં

પંજાબ નેશનલ બેંકમાં યેલા ભોપાળાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પંજાબ નેશનલ બેંકને નિરવ મોદીએ ૧૧૦૦૦ કરોડનો ચૂનો ચોપડયો છે. અલબત ચર્ચામાં રહેલી આ બેંકને એક સમયે વિજીલન્સ એકસલન્સીનો એવોર્ડ અપાયો હતો તે માનવામાં આવે તેવું ની. આ એવોર્ડ એન્ટીકરપ્શન, સુરક્ષા અને વિજીલન્સ માટે આપવામાં આવ્યો હતો. જો કે, તાજેતરમાં જાહેર યેલા કૌભાંડ બાદ હવે આ એવોર્ડનો કોઈ મતલબ રહેતો ની.બીજી તરફ પંજાબ નેશનલ બેંકને ધૂંબો મારનાર નિરવ મોદી એક માત્ર ની છેલ્લા આઠ જ મહિનામાં ૨૮ લાખ કરતા વધારે રકમનું દેવુ ભરપાઈ ન કરનાર વીલફૂલ ડિફોલ્ટરો પીએનબીના ‚ા.૧૪૫૯૩ કરોડી વધુ રકમ દબાવી બેઠા હોવાનો ખુલાસો યો છે. પીએનબીની યાદીમાં ફોરએવર પ્રિસીયર જવેલરી એન્ડ ડાયમંડસ, કિંગફીશર, જૂન ડેવલોપર, એમ.બી.એસ.જવેલર્સ સહિતના મસમોટા નામ છે. ડિફોલ્ટરો સામે કડક પગલા ભરવાનો નિર્ધાર કરનાર પંજાબ નેશનલ બેંકના ચિફ આ તમામ સામે કેવી રીતે લડી શકશે. હાલ તો બેંકના કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓની પુછપરછનો દોર ચાલુ છે. બેંકના પૂર્વ અધિકારીઓની ધરપકડ પણ ઈ છે. આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર નિરવ સામે દુનિયાના તમામ એરપાેર્ટ પર એલર્ટ જારી કરી દેવાયા છે.

ઓછામાં ઓછી ૨૦૦ બનાવટી કંપનીઓ તેમજ બેનામી સંપત્તીઓ પર પીએનબી કૌભાંડની તપાસ કરી રહેલી ઈડી તેમજ આવકવેરા વિભાગ જેવી સંસઓની નજર છે. નિરવ મોદીને પકડવા સીબીઆઈએ ઈન્ટરપોલની મદદ માંગી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓ સતર્ક છે. નિરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીઓ પર દરોડાનો દોર ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.