Abtak Media Google News

Table of Contents

અબતકની અતિ લોકપ્રિય કોલમ “ચાયપેચર્ચા”માં સમાજ માટે ઉપયોગી હોય એવા મુદ્દા નું નિષ્ણાત પ્રબુદ્ધ સમાજ શ્રેષ્ઠિઓ દ્વારા વિસ્તૃત છણાવટ કરવામાં આવે છે આજે ચર્ચામાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ કલ્પના શક્તિ અને કાર્યક્ષમતા આઈ ક્યુ માં વધારા ના મુદ્દે ઉપલેટાના કેળવણી કાર અને મધર ઇન્ટરનેશનલ સ્કૂલ ના ડાયરેક્ટર અને પરફેક્ટ એજ્યુકેશન સિસ્ટમ ના સફળ સંચાલક રાજેન્દ્રસિંહ ઝાલાએ અબ તક રિપોર્ટર પ્રતિપાલસિંહ ઝાલા સાથેના સંવાદ ના માધ્યમથી બાળકની કલ્પના શક્તિ અને કાર્યક્ષમતા આઈ ક્યુ નો વિકાસ કેવી રીતે થાય? તેની વિસ્તૃત ચર્ચા કરી છે

દરેક બાળકમાં પાંચ પાંડવોની જેમ અલગ અલગ ક્ષમતા રહેલી હોય છે, કોઈ અર્જુનની જેમ અચૂક નિશાન સાધી શકે, કોઈ ભીમની જેમ શક્તિશાળી હોય, બાળકની આંતરિક ક્ષમતા મુજબ તેને કેળવણી આપવી જોઈએ તે એબેકસ કોર્સની પ્રાથમિકતા

પ્રાથમિક શિક્ષકને માસ્તર કહેવાય છે એટલે જે ગુરુ મા સ્તરે જઈને બાળકને જીવનના પાઠ ભણાવે તેના થકી બાળકનું ભવિષ્ય બને વાલીઓએ બાળકેળવણી માટે વાલી બનવું વકીલ નહીં

ઉપલેટા જેવા નાના તાલુકા સેન્ટરમાં મધર ઇન્ટરનેશનલ સ્કૂલ અને એબેક્સ કોર્સ થકી દેશને મહાન વૈજ્ઞાનિકો જેવી પ્રતિભાઆપવાનું અમારું યજ્ઞ સફળતા ભણી આગળ વધી રહ્યું છે તેનો મને સંતોષ છે:રાજેન્દ્રસિંહ ઝાલા

આજે દરેક વિદ્યાર્થીના વાલીની એક ચિંતા હોય છે કે તેમનું બાળક અભ્યાસ અને જીવનમાં સારું પરફોર્મન્સ કેમ કરી શકે ?વાંચેલું યાદ રહે અને કલ્પના શક્તિ અને તેની કાર્યક્ષમતાથી તે સારી રીતે સારા માર્ક થી પાસ થઈ શકે .. તેની વિસ્તૃત ચર્ચા અને કી ઓફ મેમરી અંગે જણાવ્યું હતું

કેળવણી કાર રાજેન્દ્રસિંહ રાણા દ્વારા યાદશક્તિ ને મજબૂત અને વિસ્તૃત કરવા માટે “એબેકસ કોર્સ’ ચલાવવામાં આવે છે.મગજની કાર્યક્ષમતા યાદ શક્તિ વધારવાના આ કોષ અબેકસ શું છે અને તેના વિદ્યાર્થીઓને ફાયદા શું થાય? તેની અહીં વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે જે આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીને અભ્યાસની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે.

પ્રશ્ન: ઉપલેટા જેવા તાલુકા કક્ષાના સેન્ટરમાં શૈક્ષણિક હબ ગણાતા રાજકોટની સમકક્ષ યાદશક્તિ વધારનારા એબેકસ કોર્સ નું સફળતાપૂર્વક સંચાલન કરવા અંગે નો આપનો અનુભવ જણાવશો?

રાજેન્દ્રસિંહ ઝાલા: 20 વર્ષથી હું શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલો છું 15 વર્ષ સુધી અમદાવાદમાં પરફેક્ટ એજ્યુકેશન સિસ્ટમ કંપની ના માધ્યમથી અમદાવાદ સહિત ગુજરાત અને વિશ્વના અનેક દેશોમાં બાળકના ભણતર સાથે બુદ્ધિ આંક કેમ વધે તેની ટ્રેનિંગ નો કોર્સ ચલાવ્યો છે.. પુસ્તકના જ્ઞાનના શિક્ષણમાં રહેતી ઘટ્ટ ને પૂરી કરવા માટે આ ટ્રેનિંગ સેન્ટરમાં બાળકને વિશેષ રીતે કાર્યક્ષમ બનાવવામાં આવે છે તેના માટે અલગ અલગ પ્રકારના કોર્સ ની તાલીમ આપવામાં આવે છે

ઉપલેટા જેવા નાના અને ખાસ કરીને ખેડૂત વર્ગની વસ્તી ધરાવતા સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના કોર્સનું અંગ્રેજી માધ્યમ માં નિષ્ણાત ફેકલ્ટી દ્વારા યાદશક્તિ વધારવા માટેના વિશિષ્ટ સીબીએસઈ કોર્સનું અમે સફળ સંચાલન કરી રહ્યા છીએ

પ્રશ્ન: પરફેક્ટ એજ્યુકેશન સિસ્ટમ અને ઉપલેટા જેવા નાના સેન્ટરમાં સફળ કોર્સ નું સંચાલન અંગે માહિતી આપશો?

રાજેન્દ્રસિંહ ઝાલા: ખૂબ જ સરસ પ્રશ્ન છે અમારા આ કોર્સ અંગે હું સૌ પ્રથમ વાર અબ તકના માધ્યમથી જાહેરમાં વિગત આપી રહ્યો છું.  પરફેક્ટ એજ્યુકેશન સિસ્ટમ અંગે મને કોલેજના અભ્યાસ વખતે વિચાર આવ્યો મને એવો અનુભવ થતો હતો કે વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં બાળકની તૈયારીમાં ક્યાંક કશું ખૂટે છે .  વર્તમાન શિક્ષણ અને પુસ્તક ના જ્ઞાનમાંથી બાળકને બધું જ નથી મળતું. વ્યવહારુ જીવનના અવલોકનોથી મને એ વાતનો ખ્યાલ આવ્યો કે બાળકને હજુ વધુ સારી કેળવણી ન જરૂર છે

અને તે માટે પરફેક્ટ એજ્યુકેશન સિસ્ટમ નો વિચાર આવ્યો… નાનપણથી બાળકને એ ખાસ પ્રકારની કેળવણી આપવામાં આવે તો તેનો વિકાસ થાય અહીં આપણે એક એવી માનસિકતા ધરાવીએ છીએ કે બાળક ને 12 માં પછી કા એ ગ્રુપ અને કાબી ગ્રુપ એટલે કે ડોક્ટર અથવા એન્જિનિયર ની લાઇન લેવી.   પરંતુ અભ્યાસમાં ડોક્ટર એન્જિનિયર સિવાયની વિશાળ દુનિયા પડેલી છે કે જેમાં બાળક પોતાની શક્તિ મુજબ સારી રીતે સેટ થાય.  પરફેક્ટ એજ્યુકેશન સિસ્ટમમાં બાળક ની બૌદ્ધિક કાર્યક્ષમતા વધારવાની ટ્રેનિંગ આપવામાં આવે છે

મહાભારત ભગવત ગીતા ના અભ્યાસમાં મને જાણવા મળ્યું કે આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં બાળકની પોતાની કાર્યક્ષમતા મુજબ તેને તાલીમ આપવામાં આવતી હતી.  પાંડવોમાં દરેકની અલગ અલગ કાર્યક્ષમતા હતી અર્જુન એકાગ્રતા અને લક્ષ્ય સિદ્ધ કરવામાં માહેર હતો તે પ્રખર યોદ્ધા બન્યો તે પક્ષીની આંખ વિધિ શકે તેઓ તિર અંદાજ બન્યો ભીમ શક્તિશાળી હતા તે ગદાના પ્રહારથી શત્રુને મહાત કરી શકતા દ્રોણાચાર્યએ દરેકને અલગ અલગ તાલીમ આપી અને તેમાં તેમણે નામના મેળવી.   આમ આપણી પ્રાચીન ગુરુકુળ પરંપરામાં બાળકની મૂળભૂત શક્તિ મુજબ તેને તાલીમ આપવાની પરંપરા છે અમે પણ પરફેક્ટ એજ્યુકેશન સિસ્ટમમાં બાળકની મૂળભૂત શક્તિ ખીલવીને તેની કાર્યક્ષમતા વધારવાનો પ્રયત્ન કરીએ છીએ અને તેમાં અમને ખૂબ જ સારી સફળતા મળી છે

પ્રશ્ન: બાળકની શિ અને મગજની કાર્યક્ષમતા વધારતા એબેકસ ની માહિતી આપો

રાજેન્દ્રસિંહ ઝાલા: બાળકની કાર્યક્ષમતા અને મગજ શક્તિ વધારવા માટેનું એબેકસ કોર્સ ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે આઈ ક્યુ વધારવા માટેનો માન્ય કોર્સ છે. કેલ્ક્યુલેટર ગણવા માટેનું યંત્ર છે તે ક્ષમતા મુજબ કામ કરી શકે છે માણસનું મગજ પણ એક યંત્ર તરીકે ઉપયોગમાં લઈ શકાય તેની કાર્યક્ષમતા વધારી શકાય તે માટે અમે એપેક્સના અલગ અલગ લેવલના કોર્સ બનાવ્યા છે 4 થી 14 વર્ષની વયના બાળકો અલગ અલગ પાંચ લેવલના કોર્સ કરી શકે છે. વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કહ્યું છે કે બાળકના ઇમેજિંગ પાવરથી તેની કાર્યક્ષમતા વધારે.   અમે બાળકના ઇમેજિંગ પાવર ને વધારવા માટેની ટ્રેનિંગ આપીએ છીએ. બાળકની કલ્પનાશક્તિ અને ગ્રહણ શક્તિ વધે એટલે શિક્ષણમાં સારી રીતે સફળ થાય અને જીવનમાં ધારેલા સ્થળે પહોંચી શકે,

મારો 20 વરસનો અનુભવ છે કે અત્યારનું શિક્ષણ માર્ક આધારિત થઈ ગયું છે બાળક માર્ગ કેમ વધુ લાવી શકે તેના પર ધ્યાન આપવામાં આવે છે પરંતુ જીવનમાં સફળ થવા માટે તેની આંતરિક શક્તિ અને બાળક દેશ અને સમાજને કેટલો ઉપયોગી થઈ શકે તેની જરૂર છે.  ભારતને વિશ્વ શક્તિ બનાવવા માટે સંપૂર્ણ જ્ઞાન ધરાવતો નાગરિક જરૂરી છે  અમે બાળકની કાર્યક્ષમતા વધારીએ છીએ

અમે અમદાવાદ જેવા મેગાસિટીમાં આ કોર્સ ચલાવીએ છીએ ત્યાં ખૂબ સારી રીતે ચાલે છે  હવે ઉપલેટા જેવા તાલુકા સેન્ટરમાં ખેડૂતોના બાળકો એબેકસ કોર્સ થકી આંતરરાષ્ટ્રીય સ્તરની બુદ્ધિ પ્રતિભા ખીલવે મોટા વિજ્ઞાનીક બનીને ઉપલેટા નું નામ વિશ્વમાં રોશન કરવા સમર્થ બની રહ્યા છે તેનું અમને ગૌરવ છે આ કોષમાં ગ્રામ્ય વિસ્તારના પરિવારના બાળકો સારી રીતે ભણે છે તે અમારા માટે ગૌરવ છે

પ્રશ્ન:  આ કોષની વિસ્તૃત માહિતી અને પ્રારંભિક અને અંતિમ તબક્કો કેવો હોય છે?

રાજેન્દ્રસિંહ ઝાલા: ત્રણ મહિનાના એક એવા પાંચ લેવલનો એબેકસ કોર્સ છે અઠવાડિયામાં બે વાર દોઢ કલાકના એક પિરિયડમાં બાળકને આવવાનું હોય છે દરરોજ આવવાનું હોતું નથી જેમાં બાળકની કલ્પના શક્તિ માં વૃદ્ધિ લાવવાની હોય છે. જ્ઞાન આપવાનું હોતું નથી એટલે બાળકની ક્ષમતા ધીરે ધીરે વિકસાવવામાં આવે છે બાળકને લખવાનું હોમવર્ક આપવામાં આવતું નથી પરંતુ તેની કાર્યક્ષમતા વધારવાની પ્રેક્ટિસ કરવાનું હોમવર્ક આપવામાં આવે છે .તે તારક મહેતાની સિરિયલ જોતા જોતા પણ કાર્યક્ષમતા વધારવાની પ્રેક્ટિસ કરી શકે છે, અત્યારના બાળકને ભણવાનું અને હોમવર્કનું ભાર હોય છે એબેક્સમાં આભાર હોતું નથી

અમારા સેન્ટરમાં અત્યારે સૌ થી વધુ બાળકો તાલીમ લઈ રહ્યા છે બાળકની કાર્યક્ષમતા વધારવામાં આવે છે અત્યારે વિદ્યાર્થીઓમાં ગણિતનો મોટો હાવ હોય છે ગણિત જેને ફાવતું હોય તેની આત્મવિશ્વાસની ઊંચાઈ વધુ હોય છે આ કોર્સ છે અમે બાળક દરેક વિષયમાં સારું પર્ફોર્મન્સ લાવવા સમર્થ બનાવીએ છીએ એપેક્સ કોર્સ કરનાર ને અઘરા વિષય સહેલા બની જાય છે અને તેનાથી તેનું આત્મવિશ્વાસ વધે છે

પ્રશ્ન:  આધુનિક શિક્ષણમાં હજુ શું ખૂટે છે?

રાજેન્દ્રસિંહ ઝાલા: મારી દ્રષ્ટિએ શિક્ષણમાં ચર્ચા કરવા બેસીએ તો ઘણું ખૂટે છે, પરંતુ મને મહત્વની ત્રણ બાબતો નજરમાં આવી છે જે શિક્ષણમાં અનિવાર્ય છે શિક્ષણમાં અત્યારે વ્યવહારુ જ્ઞાન ખૂટે છે, આપણામાં કહેવત છે કે ભણતર છે પણ ભણતર છે પણ ગણતર નથી વિદ્યાર્થીઓને જીવનમાં કામ આવે તેવી આવડત ની તાલીમ જરૂરી છે, બાળક જોવે એવું શીખે અત્યારે વાલી મોબાઈલ ચેટ કરતા હોય અને બાળકને વાંચવાનું કહે તે ન ચાલે બાળક કહે તેમ નહીં પણ જોવે એવું અપનાવતું હોવાથી શિક્ષણમાં બાળકને આગળ વધારવા માટે વાલી અને પરિવાર ની વર્તણુક અને આચરણ ના સંસ્કાર અનિવાર્ય છે, બાળકને જીવનમાં મુલ્ય નિષ્ટ એક્શન રિલેટેડ શિક્ષણ આપવું જોઈએ

પ્રશ્ન:  આપની મધર ઇન્ટરનેશનલ સ્કૂલ ની શિક્ષણ પદ્ધતિ અને પ્રવૃત્તિ કેવી છે?

રાજેન્દ્રસિંહ ઝાલા: અમારી ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ શાળા નહીં પરંતુ મંદિર કહીએ છીએ .આપણી સામાજિક વ્યવસ્થા બદલાય છે ,અગાઉ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા હવે અમે બે અમારા બે નો ક્ધસેપ્ટ છે બાળકને લાડકોડમાં ઉછેરવામાં આવે છે  વાલીઓ એવું ઈચ્છે છે કે શાળામાં પણ ઘર જેવું વાતાવરણ મળે અત્યારે બાળક પર પરીક્ષા માર્ક ટ્યુશન મા ટકી રહેવું અને સારા પરફોર્મન્સ માટે એટલું બધું દબાણ છે કે બાળક ખૂબ જ માનસિક દબાણ અનુભવે છે .

અમારી શાળામાં અમે સવારના પોરમાં બાળકને ગમે તેવી પ્રવૃત્તિ કરાવીએ છીએ તે માટે અમે સારામાં એક અલગ વિભાગ” મધર પ્રાઈડ યુનિટ” બનાવ્યું છે .જેમાં સવારની પોરમાં છ વાગે બાળકો ને વાલીઓ મૂકી જાય છે. અહીં બાળકને રમતો રમાડવામાં આવે છે. યોગ, કરાટે અને પીટીના ટ્રેનરો બાળકોને એક કલાકની તાલીમ આપીએ છીએ બીજું અમે શાળામાં બાળકને દરરોજ રાષ્ટ્રભાવના પાઠ શીખવીએ છીએ શહીદ ભગતસિંહને માત્ર 26 જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટે યાદ કરવાની પરંપરાના બદલે અમે બાળકને નિયમિત રાષ્ટ્રભાવના શીખવ્યું છે બાળકની હાજરી પુરાઈ ત્યારે  યશ સર ના બદલે અમે જય હિન્દ બોલાવીએ છીએ .ઉપલેટામાં ગમે ત્યાં બાળક મળે ત્યારે અમને જય હિન્દ કરીને સંબોધે છે અમે બાળકનો જન્મદિવસ કેક કાપીને નહીં પરંતુ યજ્ઞ દ્વારા ઉજવીએ છીએ જેનાથી બાળકમાં સંસ્કારો અને સંસ્કૃતિ ના ભાવ ઊભા થાય .

બાળકને સમજાવીએ છીએ કે યજ્ઞ ઈઝ સાયન્સ યજ્ઞ ફિઝિક્સ 84 માં ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ ત્યારે એક ઘર માં ગેસ ગળતરો ની અસર થઈ ન હતી કારણ જાણવા મળ્યું કે તેમાં દરરોજ યજ્ઞ થતું હતું આમ યજ્ઞ ની વૈજ્ઞાનિક હતા અમે બાળકને સમજાવીએ છીએ

પ્રશ્ન:  કેળવણી ન વિશેષ વ્યવસ્થાશિક્ષણ સાથે ધર્મ રાષ્ટ્રભક્તિ ના ભાવ ના તમારા પ્રયાસો વચ્ચે વાલીઓનો હસ્તક્ષેપ કેવો રહે છે ?

રાજેન્દ્રસિંહ ઝાલા: એક જમાનો હતો કે ઘરે કોઈ મહેમાન આવે ત્યારે બાળકને પૂછતા કે કેટલું ભણે છે? ત્યારે ક્યારેક મા બાપ અજાણ હોવાનું દેખાતું એટલે કે  કેળવણીમાં વાલીઓનો હસ્તક્ષેપ શૂન્ય બરાબર હતો. અત્યારે વાલીઓ જાગૃત થયા છે વાલીઓ શિક્ષિત થયા સાથે સાથે વાલીઓ ઓવર પ્રોટેકિ્ંટગ થઈ ગયા છે વાલીઓનો હસ્તક્ષેપ દિવસે દિવસે વધતો જાય છે .શિક્ષણ પુસ્તકોમાં સીમિત નથી ખરું શિક્ષણ બહાર છે  ઘણીવાર વાલીઓને થાય છે કે આવી ડિસિપ્લિન કેમ? પરંતુ જીવનમાં ખરેખર બાલ્ય અવસ્થાથી જ જો શિસ્ત આવે તો વ્યવસાય અને કારકિર્દીમાં તે શિસ્ત સફળતા અપાવે. તમે બાળકોને બાળપણથી જ શિસ્તના આગ્રહી બનાવીએ છીએ.

આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ દ્વારકા જઈએ છીએ મથુરા જઈએ છીએ કૃષ્ણ ભગવાનને ભજીએ અમે કૃષ્ણ ભગવાનનું જીવન ના સંસ્કારો બાળપણમાંથી જ શિસ્તના રૂપે બાળકોને આપીએ છીએ કૃષ્ણ ભગવાન પણ માથે મુંડન કરાવીને સાંદિપની ઋષિ ના આશ્રમમાં ભણતા હોય તો આપણે તેમના જીવનમાંથી એ શીખ લેવી જોઈએ કે તો રાજા હતા પણ બાલ્ય અવસ્થામાં તેમણે પણ શિસ્ત બુદ્શિક્ષણ લીધું નિયમ પાડીયા બાળકો પણ શાળાએ માથું ધોઈ ન કાપી શુદ્ધ થઈને જાય તેવા સંસ્કારો આપણે કૃષ્ણ ભગવાન જેવા મહા માનવો  પાસેથી લેવા જોઈએ તેવા સંસ્કારો અમે બાળકોને શીખવીએ છીએ .ક્યારેક વાલીઓ આ નિયમમાં બાંધછોડ કરવાનો દુરાગ્રહ રાખે છે તે નહોવો જોઈએ આપણે શિક્ષકને માસ્તર કહેતા એટલે કે મા ના સ્તરના રખેવાળ ગણાતા હતા .અત્યારે શિક્ષકો બાળકોને કઈ કઈ નથી શકતા તે સારું નથી મારવાની તો વાત એક બાજુ રહી વિદ્યાર્થીને વર્ગમાં જગ્યા ફેરવો તો પણ વાલીઓ શાળાએ આવી જાય છે . આ અવર પ્રોટેકટીંગ કેળવણીમાં બાધા રૂપ બને છે,

હસ્તક્ષેપ પરીક્ષા ટાણે વધી જાય છે ખરેખર બાળકને શાળામાં સોંપી દીધા પછી ચિંતા કર્યા વગર શાળા પર ભરોસો રાખવો જોઈએ ક્યારેક માતા પિતાનો હસ્તક્ષેપ યોગ્ય છે અત્યારે વાલીઓ ઉચ્ચ શિક્ષિત બન્યા છે. ત્યારે શિક્ષકોએ પણ અપડેટ થઈને કોલીફાઇડ શિક્ષક ની આવશ્યકતા છે  શિક્ષક અત્યારે માત્ર માસ્તર નહીં પણ પૂર્ણ હોવા જોઈએ તેવું હું એક સારા સંચાલક તરીકે માનું અને બેલેન્સ રાખવું તે ન્યાય પૂરક ગણાય

પ્રશ્ન:  પરફેક્ટ એજ્યુકેશન સિસ્ટમ વિશે જણાવો

રાજેન્દ્રસિંહ ઝાલા: શાળામાં બાળકો સાયન્સ મેથ્સ સોશિયલ ઈંગ્લીશ શીખે છે વ્યવહારુ જીવનમાં આ વિષયમાં ઉદ્દીપક તરીકે જે કૌશલ્ય વિકસાવવામાં આવે છે તે જરૂરી છે પરફેક્ટ એજ્યુકેશન સિસ્ટમમાં એક્ટિવિટી સેન્ટર શરૂ કરવાનું આજ કારણ છે કે તેમાં બાળકો નું સ્કિલ ડેવલોપ થાય. અમે પ્રવેશ લેનાર બાળકને જજ કરીએ છીએ કે આ અર્જુન છે ભીમ છે નકુલ છે સહદેવ છે તેનામાં કયા ગુણ છે ?અને આ તેની આંતરિક શક્તિઓ વિશે અમે વાલીના ગલે ઘુટલો ઉતારીએ તે અમારી ચેલેન્જ છે .કસોટી છે દરેક વાલી પોતાના બાળકને રેસમાં ઉતારવા માંગે છે પરંતુ તેમને ખબર હોતી નથી કે આ બાળકમાં અર્જુનની નહીં ભીમની ક્ષમતા છે .તેને દ્વંદ યુદ્ધ શીખવાડો અમે વાલીઓને બાળકની સાચી પ્રતિભા ઓળખાવાનો પ્રયાસ ચાલુ રાખીએ છીએ. તમે 3 શમશજ્ઞતિં જોયું હશે એક ને ફોટોગ્રાફી મા રસ હોય છે અમીરખાન તેને સમજાવે છે કે તું ફોટોગ્રાફીમાં આગળ વધ એન્જિનિયરિંગ મિકેનિકલ ન લે… અત્યારે મોટાભાગના બાળકો ન ગમતી કેરિયરમાં આગળ વધી જાય છે

મારો એક તમને અનુભવ કહું અહીં પેટ છુટ્ટી વાત કરું મારી પાસે એક ડેન્ટિસ્ટ પ્રાઇમરિ શિક્ષક તરીકે જોબ માટે ઇન્ટરવ્યૂમાં આવ્યા. મેં પૂછ્યું ડોક્ટર થઈને શિક્ષક બનવું છે? તો તેમણે કહ્યું કે મને ડેન્ટિસ્ટ તરીકેની કેરિયરમાં મજા નથી આવતી ..બચપણમાં ગલત ટ્રેક પસંદ થઈ જાય તો આગળ જતા તે નથી જામતું અને તક મળે ત્યારે અંદરના મૂળતત્વો હોય તેમાં પાછું આવવું પડે એટલા માટે અમે એક્ટિવિટી સેન્ટર થકી બાળકની અંદરની રુચિ પારખીએ છીએ અને તેમાં તેને આગળ વધારીએ છીએ.

ડિસ્કવર અર્જુન વિથ ઇન વ્યુ. અમે બાળકની અંદર રહેલા અર્જુનની શોધ કરીએ છીએ

પ્રશ્ન:  એક શાળા સંચાલક કેળવણી કાર તરીકે તમે વિદ્યાર્થીઓ પર સોશિયલ મીડિયાની અસરને કેવી રીતે જુઓ છો?

રાજેન્દ્રસિંહ ઝાલા: આપણે રામાયણ અને મહાભારત વિશે જાણીએ છીએ જ્યારે દેવતાઓ યજ્ઞ કરતા હતા ત્યારે અસુરો આ યજ્ઞ ખંડિત કરવા માટે હાડકા નાખતા હતા . આ જ રીતે અત્યારે એડલ્ટ ક્ધટેન્ટ અને ઇન્ટરનેટ શિક્ષણ રૂપી યજ્ઞમાં વિદ્યાર્થીઓની એકાગ્રતા ભંગ કરવા માટે હવનમાં હાડકા જેવું કામ કરે છે અત્યારની ઇન્ટરનેટથી બાલ માનસ પર  જે નકારાત્મક અસર થાય છે તેને હું રાક્ષસ કહું છું. જે બાળકને શિક્ષણથી વિમુક્ત કરી દેશે ક્યારેક નાના બાળકો ના ખૂબ જ દુ:ખદ કિસ્સાઓ અમારી સામે આવે છે .પાંચમા ધોરણનું બાળક કેટલી હદે વિકૃત માનસિકતા ભોગ બને તે જોઈને અમારું લોહી ઉકળી ઊઠે છે આ માટે અમે કાઉન્સિલિંગ સેન્ટરમાં આ વિષય ઉપર ખાસ ધ્યાન આપીએ છીએ અને બાળકના વર્તન અંગેની તપાસ કરીએ તો એડલ્ટ ક્ધટેન્ટના કારણે બાળકની વિચારસરણી બદલી હોવાનું બહાર આવે છે.

એડલ્ટ ક્ધટેન્ટ વળી વેબ સીરીજો બાળક માટે સારી નથી અત્યારે આપણે સૌ અનુભવ કરીએ છીએ કે શક્ષતફિંલફિળ કે ુજ્ઞીિીંબય ઉપર આપણે પાંચ મિનિટ માટે રીલ્સ જોવા બેસીએ તો ખબર નથી રહેતી અને સમય રેતીની જેમ સરકી જાય છે . અને કલાકો બગડી જાય છે કોઈ નો કંટ્રોલ નથી શિક્ષિત સજાગ લોકોનો સમય વેડફાતો હોય તો કુમળી વયના બાળકો નું શું ઓશો રજનીસ કહેતા હતા કે શીખવાડવા નહીં જગાડવા આવ્યો છું આપણે જાગવાની જરૂર છે શિક્ષકોનું કામ જગાડવાનું છે જ્યારે વાલીઓ નેટ ઉપર એક કલાક બેસી જાય છે ત્યારે જોઈને બાળક બે કલાક સુધી નેટ વાપરતો થઈ જશે માતા પોતે વાપરતા હોય તો બાળક પાસે નહીં છોડાવી શકે અત્યારના બાળક આપણાથી એક સ્ટેપ આગળ છે બાળક દલીલ કરે છે કે તમે તો જુઓ છો મને શા માટે ના પાડો છો

પ્રશ્ન:  ઉપલેટાના આપના સેન્ટરમાં આવવા માંગતા બાળકોને કેવી રીતે પ્રવેશ મળે છે?

રાજેન્દ્રસિંહ ઝાલા: મેં શરૂઆતમાં આ અંગે શૈક્ષણિક સંકુલો પ્રાથમિક શાળાઓમાં પ્રચાર પ્રસાર અને જાગૃતિનું કામ કર્યું સૌને જાગૃત કરી બાળકોની બૌદ્ધિક ક્ષમતા વધારવા ની જરૂરિયાતો સમજાવો મેં લોકોને જગાડવાનું કામ કર્યું કોઈને પણ ઉપલેટા રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત ભારત કે દુનિયામાં ક્યાંય પણ આ વિદ્યા શીખવી હોય તો તે ઉપલેટા ની પરફેક્ટ એજ્યુકેશન સિસ્ટમ નો સંપર્ક કરી શકે છે 63540 72872 નંબર પર કોન્ટેક્ટ કરવાથી અમે ઓફલાઈન ટ્રેનિંગ પણઆપશું અમે સમાજમાં કોઈપણ મુશ્કેલીમાં ફસાયેલા દાખલા તરીકે અચાનક ધંધામાં આવેલી ખોટના કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા વિધવા કે છૂટાછેડા લઈને જીવનની મુશ્કેલી પરિસ્થિતિમાં આવી પડેલા લોકોને મદદ રૂપ થશો આવા લોકો આવા એક્ટિવિટી સેન્ટર ચલાવીને પગભર થઈ શકે

પ્રશ્ન: એક સફળ કેળવણી કાર તરીકે સમાજને શું સંદેશો આપશો

રાજેન્દ્રસિંહ ઝાલા: પ્રથમ તો હું અબ તકનો આભાર માનું છું કે મને દર્શકો અપેક્ષકો અને વાંચકો ના વિશાળ સમૂહ સુધી મારી વાત પહોંચાડવાની તક આપી હું વાલીઓને એક જ લીટીમાં મેસેજ આપીશ કે બાળકના હિતમાં… “વાલી બનજો વકીલ ન બનતા’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.