Abtak Media Google News
  • સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના ધોરી માર્ગ રકત રંજીત બન્યા: બાંટવા અને માણાવદરના યુવકના મોતથી પરિવારમાં આક્રંદ

જૂનાગઢ જિલ્લાનાં  બાંટવા તાલુકાના   પાજોદ ગામે ગત મોડીરાતે  ઈકો કારે ત્રિપલ  સવારી  બાઈકને ઠોકરે લેતા સર્જાયેલા અકસ્માતમાં  ત્રણ મિત્રોના  મોત નિપજતા પરિવારમાં   અરેરાટી મચી જવા પામી છે. વધુ  વિગત મુજબ સરકાર દ્વારા માર્ગ  અકસ્માત ઘટાડવા માર્ગ સલામતી સહિતના કાર્યક્રમો યોજી મહામૂલી જીંદગી ઓને  બચાવવા વિવિધ પગલાલેવા છતા અકસ્માતની ઘટનાઓ  ઘટવાનું નામ લેતુ નથી.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાટવા  ખાતે રહેતા  પરેશભાઈ  પરબતભાઈ રામ તેના મિત્ર અને  માણાવદર  ખાતે રહેતો હરદાસભાઈ કાનાભાઈ ઓડેદરા નામના 34 વર્ષિેય  યુવાન અને બાટવાનો ભરતભાઈ નગાભાઈ મોરી નામના 16 વર્ષિય તરૂણ સહિત ત્રણેય બાઈક પર  બોટાદના પાજોદ ગામેથી પસાર થઈ રહ્યા  હતા. ત્યારે સામેથી  પુરપાટ ઝડપે આવતી જી.જે.11 સી.એચ 3179 નંબરની  કારે હડફેટે લેતા  અકસ્માત સર્જાયો હતો.આ બનાવની જાણ  બોટાદ પોલીસ મથકના   સ્ટાફને  થતા દોડી ગયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં  ગંભીર રીતે  ઘવાયેલા ત્રણેયને  નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. જયાં ટુંકી સારવાર દરમિયન ભરત મોરી, હરદાસ ઓડેદરા અને પરેશ રામનું   મોત નિપજયું હતુ. પોલીસે ત્રણેય મૃતકના  પીએમ કરી મૃતદેહને પરિવારજનોને સોપ્યા હતા પોલીસે  ઈકો કાર ચાલક સામે ગુનો નોંધી  ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.