Abtak Media Google News

સિકકા હેલ્થ સેન્ટરમાં પટ્ટાવાળાનું કામ કરતા જમાઈને સસરાએ સેનેટરી ઈન્સ્પેકટર બનાવી દીધો ‘તો !!

જામનગર જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીએ તેના બોગસ ડિગ્રી ધરાવતા જમાઇને સેનેટરી ઇન્સ્પેકટરની પોસ્ટ પર લેખિત ભલામણ કરી રેડકોર્સ મારફતે ભરતી કરી લીધા હતા. સમગ્ર બનાવ ત્રણ વર્ષ બાદ બહાર આવતા હોબાળો મચી ગયો છે. જમાઇરાજાને તંત્રે તાત્કાલિક ઘરે બેસાડી દીધો છે જયારે સસરા એવા જિલ્લા આરોગ્ય અધિકારી સામે પગલા તોળાઇ રહયા છે. જામનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા જિલ્લા આરોગ્ય અધિકારી એ.જી. બથવાર દ્વારા તા. ૧૨ ફેબ્રુ. ૨૦૧૬ના એક પત્રથી અર્બન હેલ્થ સેન્ટર સિકકામાં સેનેટરી ઇન્સ્પેકટરની ખાલી જગ્યા પર એસઆઇની બોગસ ડીગ્રી ધરાવતા તેમના જમાઇ કિશોર જે. પડાયાને નોકરીમાં રાખતા લેખિત ભલામણ કરતા ઇન્ડિયન રેડકોર્સ અમદાવાદ મારફતે તેને નોકરી અપાવેલ છેલ્લે સાડા ત્રણ વર્ષ જેવા સમયથી તે નોકરી કરતો પરંતુ ભાંડો ફુટી જતા આખું ભોપાળું બહાર આવ્યું અને તાત્કાલિક બોગસ ડિગ્રી ધરાવતા સેનેટરી ઇન્સ્પેકટર એવા કિશોર પડાયાને ઘરે બેસાડી દેવામાં આવ્યા અને હવે તેના સસરા જિલ્લા આરોગ્ય અધિકારી સામે પગલા તોળાઇ રહયા છે.  કીશોર પડાયા જે જિલ્લા આરોગ્ય અધિકારી બથવારના જમાઇ થાય તેમને કામ આવડતું ન હતું તેમજ પ્રમાણપત્રો, હાજરી વગેરે ચકાસતા બોગસ જણાતા તેને તા. ૧૮ મે ૨૦૧૯ના તાત્કાલિક અસરથી છુટ્ટા કરી દીધા છે અને જિલ્લા આરોગ્ય અધિકારી એ.જી.બથવારે તમામ વિગતથી વાકેફ હોવા છતાં જમાઇને બોગસ ડિગ્રી આધારીત નિમણુંક કરી હોદાનો દુરઉપયોગ કર્યા જે તપાસનો વિષય છે અને ડીડીઓ ત્રણેય દિવસ ગાંધીનગર મિટીંગમાં હોવાથી તે આવ્યે નિર્ણય કરશે.આ આખા પ્રકરણમાં મહત્વની ભૂમિકા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.વી. પટેલે ભજવી છે તેમણે જિલ્લા આરોગ્ય અધિકારી વિરૂધ્ધ જિલ્લા વિકાસ અધિકારીને બોગસ ડીગ્રી, ભરતી, ભલામણ અંગે રિપોર્ટ કરી ડી.ઓ.ને આ પ્રકરણમાં તપાસની જરૂર હોવાનું જણાવી જિલ્લા આરોગ્ય અધિકારીએ હોદાનો દુરઉપયોગ કર્યો હોવાનું જણાવી તપાસ કરી યોગ્યા કરવા અનુરોધ કર્યો છે.

Advertisement

બોગસ ડિગ્રીધારક કિશોર પડાયા અગાઉ અર્બન હેલ્થ સેન્ટર સિક્કામાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો હતો,પરંતુ જિલ્લા આરોગ્ય અધિકારી સસરાની મહેરબાનીથી બોગસ ડિગ્રી પર સેનેટરી ઇન્સ્પેકટર તરીકે નોકરી મેળવી લીધી હતી. પરંતુ કામ આવડતું ન હતું જે બાબતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના ધ્યાને આવ્યું અને તેમણે તપાસ કરતા સિક્કાના જુના માણસોએ કબુલ્યુ કે, અહીં પટ્ટાવાળો હતો અને સેનેટરી ઇન્સ્પેકટર બની ગયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.