Abtak Media Google News

400 કિલો વોટનું ગેસ ઈન્સ્યુલેટેડ સબસ્ટેશન ભારતમાં સૌથી વધુ કોમ્પેકટ ડિઝાઈન ધરાવતું ટ્રાન્સમિશન

Adani Power

બિઝનેશ ન્યૂઝ

અદાણી પોર્ટફોલિયોના ઉર્જા ઉકેલ, ટ્રાન્સમિશન અને વિતરણના એક અંગ સમી અગાઉ અદાણી ટ્રાન્સમિશન લિ.તરીકે જાણીતી અને હવે અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલ ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન પ્રોજેક્ટ મુંબઈ શહેરમાં વધતી જતી અને ભવિષ્યની માંગને પહોંચી વળવા વધારાની વીજ લાવવા માટે સક્ષમ બનાવશે. આ પ્રોજેકટ મુંબઇ માટે મહત્વપૂર્ણ બની રહેશે. કારણ કે ટ્રાન્સમિશન કોરિડોરની હાલની ક્ષમતા શહેરમાં વધુ પાવર વહન કરવા માટે પૂરતી નથી.

તાજેતરના ભૂતકાળમાં તા. 12 ઓક્ટોબર 2020 અને 27 ફેબ્રુઆરી 2022 ના રોજ મુંબઈમાં બે વાર ગ્રીડ નિષ્ફળતાના કારણે સમગ્ર મહાનગરના વિસ્તારો નોંધપાત્ર સમયગાળા માટે અંધકારપટ છવાયો હતો. પરંતુ ખારઘર-વિક્રોલી લાઇનના કાર્યાન્વયન સાથે ભવિષ્યમાં આવી ઘટનાઓને ઘટાડવાના ઉપાય તરીકે મુંબઈ શહેરમાં વધારાની 1,000 મેગાવોટ વિશ્વસનીય વાજળી લાવશે. આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થવાથી મુંબઈને તેની મ્યુનિસિપલ ભૌગોલિકહદમાં 400 કીલવોટની ગ્રીડ મળી છે, જે તેની વીજળી ગ્રીડમાં જ વધારાની આયાત ક્ષમતા લાવીને વિશ્વસનીયતા અને સ્થિરતામાં સુધારો લાવવા ઉપરાંત બુલેટ ટ્રેન, મેટ્રો રેલ અને સિટી રેલ્વે મારફત મુસાફરી માટે તેમજ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સંસ્થાનો માટે વધુ ટકાઉપણું પ્રદાન કરે છે.

Power Station

વિક્રોલી ખાતેની ખારઘર વિક્રોલી ટ્રાન્સમિશન લાઇન 1,500 ખટઅ 400 સટ ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન (ૠઈંજ) સાથે 400 સટ અને 220 સટ ટ્રાન્સમિશન લાઇનના આશરે 74 સર્કિટ કિલોમીટરની બનેલી છે, આશરે 9,500 ચોરસ મીટર વિસ્તારને આવરી લેતું આ પ્રકારનું મુંબઈમાં સૌ પ્રથમ 400ઊંટ સબસ્ટેશન છે. સૌથી કોમ્પેક્ટ ડિઝાઇન ધરાવતું આ સબસ્ટેશન તેની 400સટ અને 220સટ ૠઈંજ ને ઊભી રીતે સ્ટેક કરતું હોવાથી ડિઝાઇનની દ્રષ્ટીએ જગ્યાની જરૂરિયાતો ઓછી કરતું હોવાના કારણે અજોડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.