Abtak Media Google News

આજે જગદ્ગુરૂ શંકરાચાર્યની જન્મ જયંતી: ‘અબતક’ના ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમમાં મહર્ષિ ગૌતમે કરી શંકરાચાર્યે ચારેય મઠ વિશે વાતો

Screenshot 3 1

પ્રશ્ર્ન : આદિ જગતગુરુ શંકરાચાર્ય ક્યાં થઇ ગયા? તેમજ માતા-પિતા વિશે શું વાત છે?

જવાબ : આદિ જગતગુરૂ શંકરાચાર્યનો જન્મ કેરલ રાજ્યના ત્રિશૂલ જિલ્લાના કાલઠી ગામમાં થયો હતો. આર્ય આમ્બા માતા અને પિતા શિવગુરૂ હતા. પૂર્ણાનદિના કાલઠી ગામે તેઓનો વસવાટ હતો. વૈશાખ માસના શુક્લનો જન્મ પંચમીના દિવસે જગતગુરૂ શંકરાચાર્ય થયો હતો. સંપૂર્ણ જગતનું સુખ કરશે એવા અર્થ સાથે નામ રાખવામાં આવેલ હતું.

પ્રશ્ર્ન : શંકરાચાર્યના જીવનમાં ‘મગર’ની સાથે કંઇક ઘટના બની હતી જે વિગતવાર શું છે?

જવાબ : જ્યારે અધ્યયન પૂર્ણ થયું ત્યાર પછી પૂર્ણા નદિમાં પરંપરા મુજબ નદી સ્નાન કરવા જતા હતા, તે દિવસે મગરમચ્છએ પગ પકડ્યો અને શંકરાચાર્યએ પુકાર કરી કે આર્યામ્બા પાસે ‘સન્યાસ’ની માંગ કરે છે અને માતાએ આજ્ઞા આપી કે ‘સન્યાસ’ ગ્રહણ કરી શકશે બાદમાં મગરમચ્છે પગ મૂક્યો, આ તો એક લીલા હતી પરંતુ આવું કારણ બનતું હોય છે અને પછી સુખપૂર્વક નદી તટ પર પહોંચે છે.

ભગવતપાદ પણ આશ્ર્ચર્ય થઇ જાય છે. અને લાગ્યુ કે આ સામાન્ય બાળક નથી ત્યાં જ આશ્રમમાં દિક્ષા આપે છે અને ત્યાં વસતા ગોવિંદ પાદાચાર્યના શિષ્યને અભ્યાસ કરાવતા હતા. શંકરચાર્યને કાશી જવા માટેની આજ્ઞા કરે છે અને તેમને કાશી પ્રયાણ કરવાનું કહે છે તેમજ તેના દ્વારા લખાયેલા ઉપનિષદો, વેદો, પુરાણો, પ્રાચિન લીપી લખાયેલ હતા તે લઇને પ્રયાણ કરે છે. કાશીમાં આવ્યા બાદ ભગવાન વિશ્ર્વનાથ અને ગંગાની અનુકંપા કરે છે અને કાશી વાસ કર્યો હતો.

પ્રશ્ર્ન : શંકરાચાર્યએ દિક્ષા લીધી, કોની પાસે લીધી? ત્યારબાદનો જીવનકાળ કેવો રહ્યો?

જવાબ : દિક્ષા ગ્રહણ બાદ માતાની આજ્ઞા બાદ શંકરાચાર્ય ગુરૂની ખોજ માટે મધ્યપ્રદેશ તરફ આવે, આજનું જે અચકંટક કહેવાય છે. જ્યાં યોગી અને સિધ્ધ પુરૂષ ‘યોગી પાદ’ સન્યાસી રહેતા હતા. તેમને જાણ થાય છે કે દિક્ષા દેવા જેવા કોઇ યોગ્ય હોય ત્યારે કહેવાય છે. નર્મદાના તટ સુધી આશ્રમે શંકરાચાર્ય પહોંચે છે અને યોગીપાદ ગુરૂ પૂછે છે તમે કોણ? ત્યારે શંકરાચાર્ય ઉતરમાં કહે છે, ‘અર્હમ બ્રહ્માસ્મિ’, ત્યારે હું જ બ્રહ્મ છું હું જ ભગવાન છુ, તે સાંભળીને ગોવિંદ ગુરૂ ઉભય ભારતીજીને પણ પરિક્ષણ બાદ સાક્ષાત્કાર થયો કે શંકરાચાર્ય આપ સ્વયંમ શિવા અવતાર છો. બાદમાં મંડન મિશ્રજી તેમના શિષ્ય થયા અને તેમનું નામ સુરેશ્ર્વરાચાર્ય રાખવામાં આવ્યું.

પ્રશ્ર્ન : સનાતન ધર્મની સ્થાપના ક્યારથી થઇ કે એને પછી વધુ મજબૂત બનાવ્યો?

જવાબ : આદિ ગુરૂ શંકરાચાર્ય હતા, તેને 8 વર્ષના હતા ત્યાં સુધીમાં તમામ શાસ્ત્રોને ગ્રહણ કરી લીધા હતા. 12 વર્ષ બાદ અન્ય શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું. ઉપનિષદો પણ તેમને હાથે લખ્યા હતા અને તે અદ્વ્યેત હતા. જ્યાં ભેદ આપને દેખાય તેને દ્વેત માનવામાં આવે છે અને કાશ્મિરમાં યાત્ર બાદ પણ તેને અદ્વ્યેતનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. શંકરાચાર્યએ નાસ્તિકને સમજાવ્યા અને જ્ઞાન આપ્યું હતું અને નાસ્તિકોનો પરાજય કર્યો હતો.

પ્રશ્ર્ન : 32 વર્ષનું માત્ર આયુષ્ય અને તેને ત્રણ વખત ભારત યાત્રા કરેલ હતો તે ત્રણ યાત્રાના હેતુ શું હતા?

જવાબ : મનુષ્યોમાં ધર્મ વિમુખતા જોઇને તેમની ગ્રંથીઓ ભરાણી છે તેનો સંપૂર્ણપણે નાશ કરવાનો હતો અને બ્રહ્મચારીએ એક જગ્યા પર ન રહેવું જોઇએતેને ફરતું રહેવું જોઇએ. પરિભ્રમણ કરતું રહેવું જોઇએ. તેમને જ્યાં-જ્યાં ગયા ત્યાં તેમણે ધર્મનો પ્રચાર કર્યો હતો.

પ્રશ્ર્ન : ચારેય દિશામાં એક-એક મઠ છે જે શંકરાચાર્યએ સ્થાપ્યા હતા તે મુખ્ય ચાર મઠો ક્યાં? તે ક્યા પ્રકારનું કાર્ય કરે છે? તેની પ્રવૃતિ શું? કામગીરી શું?

જવાબ : આદિ જગત ગુરૂ શંકરાચાર્યએ આજથી 2200 વર્ષ 5ૂર્વે એટલે ઇ.સ.788નો સમય હશે ત્યારે ધર્મની પ્રચાર સાથે વિચાર્યું કે મારા ભારતનું શું? રક્ષા કઇ રીતે? જેમાં તેમણે ચારેય દિશામાં એક-એક મઠની સ્થાપના કરી હતી. પૂર્વ દિશામાં ઓડિશા રાજ્યમાં જ્યાં ગોવર્ધનની સ્થાપના કરી ત્યાં ઋગવેદ ફાળવવામાં આવ્યો ત્યાર બાદ પશ્ર્ચિમ એટલે ગુજરાત જ્યાં પવિત્ર તીર્થધામ દ્વારકા જ્યાં કાલિકા મઠ તરીકે ઓળખાય છે તેમજ ત્યાં દ્વારકા શારદા પીઠની સ્થાપના કરવામાં આવી, ઉત્તર દિશામાં બદ્રી-કેદાર મંદિર છે ત્યાં બદ્રીનાથ અને અર્થવવેદની સ્થાપના કરવામાં આવી અને ત્યાં ધર્મનો પ્રચાર થાય.

દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યમાં ‘સુંગેરી’ શારદા પીઠની સ્થાપના કરવામાં આવી હતી ત્યાં યર્જુવેદની સ્થાપના થઇ અને ધર્મના પ્રચાર માટે વેગવંતુ કરવામાં આવ્યું.

પ્રશ્ર્ન : મૂળભૂત રીતે વેદમાંથી શું શિખવાનું? તથા વેદને સ્વયંભુ કઇ રીતે કહેવાય છે?

જવાબ : વેદએ સૃષ્ટી ન હતી ત્યારે પણ હતા, સૃષ્ટિ નહી હોય ત્યારે પણ હશે તે રીતે શબ્દને બ્રહ્મ કહ્યો છે.

વેદના સૌપ્રથમ ત્રણ જ વેદ હતા. જરૂર પડ્યે અર્થવવેદ કરવામાં આવ્યો હતો. ચાર વેદમાના ઋગવેદ જેને દશ મંડળમાં વિભાજીત કરાયો છે અને તેમાં 10 હજારથી વધારે મંત્ર છે. જે જ્ઞાન પ્રધાન વેદ છે. બીજો સામવેદ જે સંગીત પ્રધાન છે. ત્રીજો યર્જુવેદ જે બે વિભાગ વિભાજીત છે. શુક્લ યર્જુવેદ અને કૃષ્ણ યર્જુવેદ જે યજ્ઞને પ્રદાન કરે છે તેમજ તેમાં અલગ-અલગ યજ્ઞોનું વર્ણન કરેલું છે. ચોથુ અર્થવવેદ જે વેદ જ્ઞાનરાશી કહેવાય છે તેમજ તેમાં તંત્ર સિદ્વીઓનું વર્ણન કરેલું છે.

પ્રશ્ર્ન : સનાતન ધર્મો શું છે? બધા સંપ્રદાયો શું છે?

જવાબ : વિશ્ર્વનો મૂળભૂત પ્રાચિન ધર્મ હોય તે વૈદિક સનાતન ધર્મ રહેલો છે. જેમ વિના આધારે કોઇ વસ્તુ ટકતી નથી. તેમ મુળભૂત ધર્મ સિવાય કોઇ ધર્મ ટકતો નથી અને પ્રામાણીક અને પ્રાચીન ધર્મએ વૈદિક ધર્મ જ રહેલો છે.

આ શુભ અવસરે આદિ જગતગુરૂ શંકરાચાર્ય દ્વારા લોકોના હિત એટલે કે જનકલ્યાણ માટે ઘણા બધા ઉપદેશો આપવામાં આવ્યા હતા અને તેમા એકાદ ઉપદેશ જીવનમાં ઉતારવું જોઇએ અને પવિત્ર દિવસે ઘરમાં તસ્વીર વસાવી જોઇએ તેમજ જીવન સારી રીતે જીવવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.