Abtak Media Google News

માયાવતીએ લોકસભામાં બસપાના નેતા તરીકે નવયુવાન સાંસદ હિતેષ પાંડેની નિમણુંક કરી

‘તિલક, તરાજુ ઓર તલવાર, ઇનકો મારો જુતે ચાર’ જેવા સુત્રો સાથે દલીત અને કચડાયેલા પછાત વર્ગના પક્ષ તરીકે ઉતર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીનો ઉદય થયો હતો. બસપાના સ્થાપક કાંશીરામે દલીતો અને પછાત વર્ગોની દુર્દશા માટે મનુવાદમાં વર્ણવેલા સર્વણોને જવાબદાર ઠેરવીને મનુવાદી વિચારધારા સામે સમયાંતરે આંદોલનો છેડીને સત્તા મેળવી હતી. બસપાના હાલના સુપ્રીમો માયાવતી પણ મનુવાદીઓ સામે પોતાનો બળાપો કાઢતા રહ્યા છે. દલિત અને પછાતનો પક્ષ હોવાની છાપ પડી જતા છેલ્લા થોડી ચૂંટણીઓમાં બસપા પર કારમો પરાજય સહન કરવો પડયો હતો. જેથી, સમયની સાથે પરિવર્તન ન સ્વીકારતા અકકડ પક્ષો તુટી જતાં હોવાનો રાજકીય ઇતિહાસને ઘ્યાનમાં રાખીને માયાવતીઓ  તેમનો પક્ષ જે મનુવાદીઓનો વિરોધ કરતો હતો તે જ મનુવાદીઓના હાથમાં રાજયસભા બાદ લોકસભાનું નેતૃત્વ સોંપવું પડયું છે.

બહુજન સમાજપાર્ટીના સુપ્રિમો માયાવતીએ તેમના પક્ષના નેતૃત્વમાં જડમૂળમાંથી ફેરફાર કરીને લોકસભાની આગેવાની માટે એક વર્ષમાં પાંચમો મોટા બદલાવ લાવીને માયાવતીએ પહેલીવાર ૩૭ વર્ષીય સાંસદ હિતેષ પાંડે ને સસંદના નીચલા ગૃહમાં લોકસભાના નેતૃત્વ માટે નિયુકત કર્યા છે. આંબેડકર નગરના રહેવાસી અને વિદેશમાં રહી ઉચ્ચ અભ્યાસ કરનાર બ્રાહ્મણ પરિવારના હિતેષ પાંડે બીએસપીમાં ટોચના હોદા પર પ્રથમવાર નિયુકિત પામ્યા છે. સાંસદ હિતેષ પાંડેને ૨૦૧૯માં બસપામાં લોકસભાની ચુંટણી વખતે જોડાયેલા દાનીશ અલીની જગ્યાએ મુકવામાં આવ્યા છે. પાંડેની નિયુકિત વખતે માયાવતીએ જણાવ્યું હતું કે બહુજન સમાજ પાર્ટીના રાજયસ્તરના સંગઠનમાં નેતૃત્વ મુસ્લીમો પાસે છે. જ હવે અન્યુ સમુદાયને પણ તક આપવાની જરુર સમજું છે.

Christ New 1

હિતેષ પાંડેની નિયુકિતથી હવે બે બ્રાહ્મણોનું નેતૃત્વ પક્ષને મળ્યું છે. જેમાં લોકસભામાં હિતેષ પાંડે અને રાજયસભામાં સતીષ મિશ્રાને નેતા બનાવવામાં આવ્યા છે. દાનીશ અલીને ઓગસ્ટ મહિના બાદ બીજીવાર ફેરબદલી કરવામાં આવી હતી. પક્ષમાં દરેક સમુદાયને સરખુ પ્રતિનિધિત્વ મળે તેવું વાતાવરણ ઉભુ કર્યુ છે. પક્ષમાં નેતૃત્વના અસંતુલનથી માયાવતી છેલ્લા કેટલાંક સમયથી ર્વિગતો અનુભવતા હતા.

બીએસપીમાં સામાજીક સંતુલન માટે કેટલાંક ફેરફારો કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું હવે લોકસભા અને યુ.પી.ના પ્રદેશ પ્રમુખ ના બન્ને પદ ઉપર બ્રાહ્મણ સમાજને નેતૃત્વ આપ્યું છે. બસપાના પ્રદેશ પ્રમુખ મુનકદઅલી તેમની જગ્યાએ યથાવત રહ્યા છે તેમ માયાવતીએ જણાવ્યું હતું.

અગાઉ કર્ણાટક જનતા દળના મહાસચિવ હતા. તેમને રાજકારણનો ખુબ જ અનુભવ છે. બસ્પાએ તેમને લોકસભાના નેતા તરીકે જુન મહિનામાં નિમણુંક આપી હતી. ઓગસ્ટ ૨૦૧૯માં તેમને પ્રથમવાર હટાવ્યા હતાફ. બસપાએ કલમ ૩૭૦ ને સમથન આપવાના નિર્ણય સામે તેમણે વિરોધ કર્યો હતો. દેશના રાજકારણમાં અત્યાર સુધી માયાવતી અને બહુજન સમાજપાર્ટીને દલીત પ્રભાવ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. હવે માયાવતી બીએસપીમાં તમામ સમુદાયને સરખુ નેતૃત્વ મળે તે દિશામાં ડગલા ભરી ચુકયા છે. બહુજન સમાજ પાર્ટીમાં પહેલી વાર બ્રહ્મસમાજે મુખ્ય જવાબદારી સોંપવાની પહેલ થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.