• રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો.
  • તબીયત સ્વસ્થ હોવાથી હોસ્પિટલમાંથી રજા અપાઈ 

ગુજરાત ન્યૂઝ : રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.તેઓ છેલ્લા 18 દિવસથી આઈસીયુમાં સારવાર હેઠળ હતા. કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબીયત સ્વસ્થ હોવાથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડોક્ટર્સ દ્વારા બુકે આપી રાઘવજીભાઈને લાંબા સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જામનગરના પસાયા બેરાજામાં ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમાં હતા તે દરમિયાન રાત્રે તેઓને માઈનોર બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. રાઘવજી પટેલની ખબર અંતર પૂછવા માટે ભાજપના અનેક અગ્રણીઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમજ કૃષિમંત્રીનાં ખબરઅંતર પૂછવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આવી પહોંચ્યા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.