Abtak Media Google News

કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રવાસીઓને આશીર્વાદ રૂપ આપેલી ભેટ એટલે કે રાજકોટની એઇમ્સ હોસ્પિટલ છે. જેમાં બિલ્ડીંગ સાથે જ ધીમે ધીમે તેમાં સુવિધાઓની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે હવે સૌરાષ્ટ્રવાસીઓ માટે માટે આનંદના સમાચાર છે. કારણ કે રાજકોટમાં નિર્માણ પામેલી એઇમ્સ હોસ્પિટલ હવે સંપૂર્ણપણે તૈયાર થઇ ગઇ છે અને ડિસેમ્બરના અંતમાં એટલે કે આવતા મહિનાના અંત સુધીમાં જ 250 બેડની સુવિધા શરૂ થઈ જશે જેના કારણે સૌરાષ્ટ્રના દર્દીઓને મલ્ટી સ્પેશ્યાલીટી સારવાર માટે હવે અમદાવાદ જવું નહિ પડે.1200 કરોડના ખર્ચે ઊભી કરાયેલી એઇમ્સમાં 24 વિભાગોમાં 200 તબીબો અને 300 નર્સિંગ સ્ટાફ રહેશે ખડેપગે રહેશે. જ્યારે એક વર્ષ બાદ તેમાં સાડા 750 બેડની સુવિધા શરૂ કરી દેવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Advertisement

પ્રારંભે 250 બેડની મલ્ટીસ્પેશ્યાલીટી સુવિધા ઉપલબ્ધ થશે: એક વર્ષ બાદ 750 બેડની સુવિધા ઉભી કરવામાં આવશે

24 વિભાગોમાં 200 તબીબો અને 300 નર્સિંગ સ્ટાફ સાથે રહેશે ખડેપગે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ એઇમ્સ હોસ્પિટલ ગુજરાતભરના દર્દીઓ માટે સંજીવની સમાન આકાર લઈ રહી છે.જ્યારે હાલ અનેક વિભાગની ઓપીડી સારવાર શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહિ પરંતુ ટૂંક સમયમાં જ એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવાની પણ સુવિધા શરૂ કરી દેવામાં આવશે. આ તકે ’અબતક’ મીડિયા દ્વારા એઈમ્સ ખાતે ચાલતી તમામ સુવિઘાઓથી લોકોને ઉજાગર કરવા માટે હર એક વિભાગનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી તેના નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી.જ્યારે ’અબતક’ દ્વારા એઇમ્સ હોસ્પિટલના ડેન્ટલ વિભાગ ઓપીડી વિભાગ , લેબ વિભાગ સહિતની ની મુલાકાત લેવામા આવી હતી. જેમાં હાલ ઉપલબ્ધ અનેક સુવિધા સાથે નિષ્ણાતો સાથે ચર્ચા કરી લોકોને ઉજાગર કરવામાં આવ્યા હતા.

વિગતો મુજબ હવે એઇમ્સ હોસ્પિટલ મંજૂર થયેલ પ્લાન અનુસાર, ડીસેમ્બર ર0રર માં રપ0 બેડનો ઇન્ડોર પેશન્ટ ડીપાર્ટમેન્ટ (આઇપીડી) કાર્યરત થવાનો હતો અને સંપૂર્ણપણે સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલ ઓકટોબર 20ર3 થી કામ કરતી થવાની હતી. આગામી મહિને આઇપીડી શરૂ થયા પછી પણ એઇમ્સ હજૂ સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલ બની ન હતી પરંતુ હવે જાણવા મળ્યું છે કે ડિસેમ્બરના અંત સુધીમાં એઇમ્સ હોસ્પિટલ ની અંદર અઢીસો બેડ ની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવશે અને મહિનાના અંત સુધીમાં જ સંપૂર્ણપણે સુવિધાઓથી એઇમ્સ હોસ્પિટલ ધમધમવા મળશે તેનું જાણવા મળ્યું છે. જ્યારે આ ર50 બેડની હોસ્પીટલ 24 વિભાગ 200 થી વધારે ડોકટરો સાથે શરૂ થશે. સીનીયર અને જૂનીયર ર00 ડોકટરો ઉપરાંત 300 થી વધારે નર્સીંગ સ્ટાફની ભરતી કરાઇ છે. જાન્યુઆરીથી જરૂરીયાત અનુસાર નવી ભરતી કરવામાં આવશે.

દર્દીને સરળતા અને ઝડપથી સારવાર મળી રહે તે જ એઇમ્સ હોસ્પિટલનો ધ્યેય: એઇમ્સ ડાયરેક્ટર

‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં એઇમ્સના ડાયરેક્ટર પ્રો.ડો.સી.ડી.એચ. કટોચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્રના બે કરોડની જનતા માટે કે રાજ્યના કરોડોની જનતા માટે નહિં પરંતુ દેશભરની જનતા માટે સારવારનું ભારણ ઉપાડવા માટે એઇમ્સ સજ્જ છે. એઇમ્સ 750 બેડની બની રહી છે. જેમાં જટીલ રોગની સારવાર કરવા માટે લોકો આવી રહ્યા છે.ત્યારે ડિસેમ્બર માસના અંત સુધીમાં આ હોસ્પિટલ ની અંદર અઢીસો બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવશે

જેથી એઇમ્સના સંપૂર્ણ સુવિધાથી રાજકોટના અને સૌરાષ્ટ્રના લોકોને સારવાર માટે અમદાવાદ કે દિલ્હી જવું નહિં પડે. એઇમ્સમાં જટીલ સારવાર માટે દર્દીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે. જે સામાન્ય હોસ્પિટલમાં સારવાર મળી રહે તેનાથી જટીલ રોગની સારવારમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. વધુમાં એઇમ્સના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે પોતે જ્યારે ફોજમાં કામ કરતા હતા. તેવી જ રીતે અહિંયા પણ 18 કલાક સુધી કામ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.