Abtak Media Google News

આજી ડેમ 0.25 મીટરે ઓવરફલો: ન્યારી-1 ડેમના બે દરવાજા 0.3 મીટર ખુલ્લા

સૌરાષ્ટ્રમાં મધરાત્રે પડેલા અનરાધાર વરસાદના કારણે જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થવા પામી છે. આજે વહેલી સવારે ભાદર ડેમના તમામ 29 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. પ્રતિ સેક્ધડ 51383 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર રાજકોટ જિલ્લામાં ગત મધરાત્રે પડેલા ભારે વરસાદના કારણે ભાદર ડેમમાં પાણીની પુષ્કળ આવક થવાના કારણે ડેમના તમામ 29 દરવાજા 1.8 મીટર અર્થાત 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. પ્રતિ સેક્ધડ 57383 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હેઠવાસના 22 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ભાદર-2 ડેમના 10 દરવાજા દોઢ મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

આજી-3ના 7 દરવાજા 1.08 મીટર, મોજના 17 દરવાજા 1.02 મીટર, વેણુ-2 ડેમના 4 દરવાજા, કર્ણુકીના 2 ગેટ, ન્યારી-1 ડેમના 2 દરવાજા, આજી-2 ડેમના 8 દરવાજા, મોતીસર ડેમના 2 દરવાજા, છાપરવાડી-2ના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. આજી-1 ડેમના 0.25 મીટરે ઓવરફલો થઈ રહ્યાં છે. જામનગર જિલ્લાના પન્ના, વીજરખી, ઉંડ-1, ઉમીયા સાગર, કંકાવટી, રંગમતી, વર્તુ-2, ફુલઝર કોબા, આજી-4, ફોફળ-2, સપડા, સોનમતી, વેરાડી-1, વાડીસંગ, રૂપાવટી, ઉંડ-3, સુરેન્દ્રનગર જિલ્લાનો ત્રિવેણી ઠાંગા, વેરડી-2, મચ્છુ-3 અને બ્રાહ્મણી-2 ડેમ ઓવરફલો થઈ રહ્યો છે.

આ જળાશયો છલકાય રહ્યાં છે

ભાદરછાપરવાડી-2ઉંડ-1,ઉંડ-2
મોજભાદર-2કંકાવટી
ફોફળકર્ણુકીવાડીસંગ
વેણુ-2ડેમી-1ફુલઝર
આજી-1બંગાવાડીરૂપાવટી
આજી-2ડેમી-3રૂપારેલ
આજી-3સસોઈઉમીયા સાગર
સોડવદરપન્નાસસોઈ-2
વાછપરીફુલઝર-1વર્તુ-1
વેરીસપડાવર્તુ-2
ન્યારી-1ફુલઝર-2સોનમતી
ન્યારી-2વીજરખીવેરાડી-1
મોતીસરડાઈમીણસરકાબરકા
ખોડાપીપરફોફળ-2વેરાડી-2
લાલપરીઉંડ-3ત્રિવેણી ઠાંકા
છાપરવાડી-1રંગમતીસોરઠી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.