પોરબંદર જિલ્લામાં કોરોનાના દર્દીઓના આંકડાઓ છૂપાવવા માટે મોટી રમત ચાલતી હોવાના આક્ષોપ થયા છે. અહીં કોરોના માટેના સ્વોબ સેમ્પલ પણ યોગ્ય રીતે લેવામાં ન આવતા હોવાના આક્ષોપ થતા શહેરીજનોમાં નારાજગી જોવા મળે છે. પોરબંદરના જિલ્લા પંચાયતના મુખ્ય અધિકારી અને વહીવટીતંત્રના મુખ્ય અધિકારી કોરોના અંગેની જિલ્લામાં કામગીરી યોગ્ય રીતે થતી હોવાની યશગાથા ગાય છે. પરંતુ જાણકાર લોકોના જણાવ્યા મુજબ વાસ્તવિક પરિસ્થિતિ કાંઈક જુદી જ હોય તેવું લાગે છે. હાલ પોરબંદરની ભાવસિંહળ કોવિડ હોસ્પિટલમાં અનેક દર્દીઓના સારવાર લઈ રહ્રાા છે. તેમ છતાં કોરોના પોઝીટીવ દર્દીઓના સંખ્યા સરકારી તંત્ર દ્વારા ખૂબ ઓછી બતાવવામાં આવતી હોવાની ચચર્ા શહેરમાં જોવા મળે છે. પોરબંદરના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ પોતાની યશકલગીમાં કોરોનામુકત જિલ્લો હોવાનું છોગું ઉમેરવા માંગતા હોવાથી આ પ્રકારની કામગીરી થઈ રહી હોવાના ખૂલ્લા આક્ષોપો થઈ રહ્રાા છે. સામાન્ય રીતે કોરોના રિપોર્ટ માટે નાક અને ગળામાંથી સ્વોબ લેવાના હોય છે. પરંતુ કેટલાક દર્દીઓના જણાવ્યા અનુસાર માત્ર ળભ ઉપરથી જ દેખાવ પૂરતા સ્વોબ લઈ દર્દીઓના  રિપોર્ટ નેગેટીવ બતાવી દેવામાં આવે છે. ત્યારે પોરબંદરના આ નેગેટીવ રિપોટર્ોને લઈને અન્ય શહેરના તબીબો પણ હાંસી ઉડાવી રહ્રાા છે. જે એચ.આર.સી.ટી. એટલે કે સીટી સ્કેનને સરકારે માન્યતા આપી નથી તે સીટી સ્કેનની જો વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં દરરોજ ત્રણ ડઝન કરતા વધારે લોકોના સીટી સ્કેન રીપોર્ટમાં ફેફસામાં ઈન્ફેકશન હોવાથી કોરોના જેવા લક્ષાણો જણાય છે. પરંતુ તેમ છતાં આવા દર્દીઓના રીપોર્ટ પણ સરકારી ચોપડે નેગેટીવ આવી રહ્રાા છે.

ઉપરાંત પોરબંદરની ખાનગી હોસ્પિટલોના ડોકટરોની વાત જો માનીએ તો તમામ હોસ્પિટલો મળી દરરોજ 400 કરતા પણ વધારે કોરોના શંકાસ્પદ વ્યકિતઓની તપાસ કરવામાં આવે છે. તેમ છતાં સરકારી ચોપડે દરરોજના એક, બે કે ત્રણ જ કોરોના પોઝીટીવ રિપોર્ટ શા માટે બતાવવામાં આવે છે ? તેવા સવાલો શહેરીજનો ઉઠાવી રહ્રાા છે. તો બીળ તરફ પોરબંદર જિલ્લામાં કોઈપણ ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ અંગે છૂટ આપવામાં આવતી નથી. હવે તો આ છૂટ ન આપવા પાછળનું કારણ પણ કોરોના પોઝીટીવ દર્દીઓના આંકડો છૂપાવવાનું હોય તેવું શહેરીજનોને લાગી રહ્રાું છે. ત્યારે વહેલી તકે પોરબંદર જિલ્લામાં ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ ની મંજુરી આપવામાં આવે અને સરકારી લેબોરેટરીમાં પણ કોરોના પોઝીટીવના સાચા આંકડા બતાવવામાં આવે તેવી માંગ જિલ્લાભરમાંથી ઉઠી રહી છે..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.