Abtak Media Google News

નોર્થ કોરિયાએ ભારે તારાજી સર્જી શકે તેવા હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું

ઉતર કોરિયાએ રવિવારે હાઈડ્રોજન બોમ્બના ટેસ્ટનો દાવો કર્યો છે. તેણે કહ્યું હતું કે, વધારે શકિતશાળી અને ઉન્નત ટેકનોલોજી ધરાવતા આ બોમ્બનું પરીક્ષણ સફળ રહ્યું છે. તે લાંબા અંતરની મિસાઈલ માટે ડિઝાઈન કરાયો છે.અમેરિકા અને દક્ષિણ કોરીયાની એજન્સીઓએ કહ્યું છે કે ઉતર કોરિયાએ છ્ઠ્ઠું પરમાણુ પરીક્ષણ કર્યું છે. જે તેના અત્યાર સુધીના પરીક્ષણોમાં સૌથી શકિતશાળી છે. અમેરિકાએ નોર્થ કોરિયા સાથેના બધા વ્યવહારો કટ કરવા વિશ્ર્વને આહવાન કયુર્ં છે. ઉતર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી કે.સી.એન.એ જણાવ્યા અનુસાર આ હાઈડ્રોજન બોમ્બ મોટાપાયે તારાજી સર્જી શકે છે. બોમ્બના તમામ ઉપકરણો દેશમાં જ તૈયાર કરાયા છે અને તેની શકિત સેંકડો કિલો ટન છે.

Advertisement

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઉતર કોરિયાની હરકતો અમેરિકા માટે ખતરનાક અને દુશ્મનીવાળી છે. તે સંરક્ષણ સલાહકારો સાથે બેઠક કરી રહ્યા છે અને આકરા આર્થિક પ્રતિબંધોની તૈયારી શ‚ કરી દીધી છે. જાપાનના વડાપ્રધાન શિન્જો આબેએ કહ્યું છે કે ઉતર કોરિયાની પરમાણુ પરીક્ષણને સહન કરી શકાય તેમ નથી. જો કે ઉતર કોરિયા બધાની ઐસી કી તૈસી કરી રહ્યો છે.

ભારતે કહ્યું છે કે ઉતર કોરિયાના ટેસ્ટ ક્ષેત્રની શાંતિ માટે ખતરો છે. ઉતર કોરિયાની નજીકના દેશ ચીન અને રશિયાએ પણ ટેસ્ટની નિંદા કરી છે અને ચીને તેને ઉશ્કેરણીજનક કાર્યવાહી બંધ કરવા અને કોરિયા ક્ષેત્રમાં પરમાણુ હથિયાર સમાપ્ત કરવા માટે વાતચીતની પહેલ કરવા માટે કહ્યું છે. ઉતર કોરિયા દ્વારા જુલાઈમાં બે વાર ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરાયા બાદ કોરિયા ક્ષેત્રમાં તંગદિલી ફેલાયેલી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખ્યોંગયોંગને આકરો પાઠ શીખવવાની ચેતવણી આપી હતી. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે તેની સામે પ્રતિબંધ આકરા કરવાના પગલા પણ ભર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.