Abtak Media Google News

મસૂદને વૈશ્વિક આતંકવાદી સાબિત કરવામાં ચીનની અવળચંડાઇ

વૈશ્વિક આતંકવાદને ખત્મ કરવાના ભારતના પ્રયાસોને હવે અમેરિકા સહિતના વિશ્વના દેશોમાંથી મજબુત સમર્થન મળવા લાગ્યું છે. પાકિસ્તાનનું પીઠબળ ધરાવતા જૈસે મોહમદના મુખ્યા સરગના મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનીભારતની માંગ અવશ્ય પણે સંયુકત રાષ્ટ્ર મહાસંઘમાં સ્વીકારવાની ફરજ પડે તે માટે શકયત તમામ પુરવાઓને પ્રયત્નો કરી છૂટવા અમેરિકાએ મકકમ નિરધાર કર્યો છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આતંકી મસુદને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાના પ્રયાસોમાં પાકિસ્તાનની તરફેણમાં ચીન આડે ફાટયું છે. બે બે વખત યુનોમાં મુકાયેલી મસુદ વિરોધીની દરખાસ્તો ચીને વીટો વાપરીને સ્થગીત કરી દીધી છે. અલ કાયદા પર પ્રતિબંધ મૂકવાના યુનોના ઠરાવ ૧૨૬૭ની ફ્રાન્સની દરખાસ્ત સામે ચીને વાંધો ઉઠાવ્યો હતો.સમુદ મુદે અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતુ કે પાક સ્થિતિ આતંકી સંગઠન જેસે મોહંમદના મસુદ અઝહરને વૈશ્ર્વીક આતંકવાદી ઘોષિત કરવાનાં તમામ પ્રયત્નો કરી ચૂકવામાં આવશે.

પુલવામાં આત્મઘાતીહુમલામાં ૪૦ સૈનિકોની શહીદીમાટે જવાબદાર જૈસે મોહમંદ અને મસુદ અઝહર વિ‚ધ્ધ આકરી કાર્યવાહીની વિશ્વમાંથી માંગ ઉઠી છે. અમેરિકાએ ચીનનો મસુદની તરફદારીનો વલણ ટીકાપાત્ર ગણાવીને આવા મુદાઓજ દક્ષિણ એશિયા પ્રાંતની શાંતિ માટે જોખમી બની રહ્યા હોવાનું સ્વીકાર્યુ છે. બીજી તરફચીન સરકારના પ્રવકતા જીયાન સુવાગે પત્રકાર પરિષદ યોજીને પોતાનો મત વ્યકત કર્યો હતો કે ચીન આ મડાગાંઠને ઉકેલવા પોતાની જવાબદારી અને ભૂમિકા સાથે વચલો રસ્તો અપનાવવા તૈયાર છે. અગાઉ ચીને મસુદ મુદે અમેરિકાના પ્રયાસોનો વિરોધ કર્યો છે હવે આ મુદાના ઉકેલ માટે હવે તંત્ર સકારાત્મક વલણ અપનાવ્યું છે.

ચીને અગાઉ મસુદ વિ‚ધ્ધ વૈશ્વિક આતંકી જાહેર કરવાની દરખાસ્તને યુનોમાં સ્થગીત કરાવી હતી પુલવામાં આત્મઘાતી હુમલામાં ૪૦ જવાનોની વિરગતીનાં અમાનવીય કૃત્યમાં જૈસે મોહમંદની સંડોવણી પૂરવાર થઈ હતી અને ભારતે સજીકલ સ્ટ્રાઈક કરીને તેના બાલાકોટના આતંકવાદી કેમ્પનો સફાયો કર્યો હતો. અને ભારત વિશ્વને પાકિસ્તાનમાં મોજુદ જૈસની હયાતીના પૂરાવા પણ આપી દીધા હતા.

ચીન તેના કોરીડોર પ્રોજેકટ પૂરો કરવાની લાલચમાં પાકિસ્તાન સાથે કોઈપણ સંજોગોમાં સંબંધ બગાડવા માંગતો નથી પાકિસ્તાન અને સરહદીય વિસ્તારમાં ચીનના હજારો મજદૂરો કામ કરી ર્હ્યા છે. તેના પર આઈએસ અને અલગતાવાદીઓનું સતત જોખમ રહ્યું છે. પાકિસ્તાન આ મુદે ચીનની મજબુરીનો બરાબર લાભ ઉઠાવી રહ્યો છે. હવે ચીન જૈસના મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની પ્રક્રિયામાં અવરોધ રૂપ બની રહ્યું છે. પાકિસ્તાને પુલવામાં જૈસની સંડોવણીનો ઈન્કાર કર્યો છે અને નફફટ થઈને ભારત પાસે વધુ પુરાવા માંગ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.