Abtak Media Google News

નાણાકીય વર્ષ ૧ ઓક્ટોબર ૨૦૧૯થી શરૂ થશે અને USCISને  એક એપ્રીલથી વિઝા એપ્લિકેશન મળવાની શરૂઆતી થઇ છે

અમેરિકાએ નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે ભારતીયો, પ્રોફેશનલ્સ સહિત વિદેશી નાગરિકોને H1-Bવિઝા આપવાની સંખ્યા ૬૫,૦૦૦ સુધી સીમિત કરી દીધી છે. H1-Bએક નોન-ઇમિગ્રન્ટ્સ વિઝા છે જે અમેરિકન કંપનીઓના વિદેશી કર્મચારીઓને ખાસ કરીને ટેક્નિક્લ નિષ્ણાતોને નોકરી આપવાની મંજૂરી આપે છે. આઇટી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની ભરતી કરવા માટે આ વિઝા પર નિર્ભર રહે છે.

Advertisement

આ વિઝાની એપ્લિકેશનને મંજૂરી આપતી ફેડરલ એજન્સી યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ કહ્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે કોંગ્રેસ દ્વારા એચ૧-બી વિઝા માટે સીમિત કરવામાં આવેલી ૬૫,૦૦૦ની સંખ્યા માટે પર્યાપ્ત એપ્લિકેશન મળી ગઇ છે. નાણાકીય વર્ષ ૧ ઓક્ટોબર ૨૦૧૯થી શરૂ થશે અને USCISને ૧ એપ્રિલથી વિઝા એપ્લિકેશન મળવાની શરૂઆત થઇ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.