Abtak Media Google News

કિશન ભરવાડને અમારી ગેંગે પતાવી દીધાનું કહી

પોલીસ દ્વારા અજાણ્યા આરોપી સામે ગૂનો નોંધી તપાસ

કિસન ભરવાડને અમારી ગેંગે જ પતાવી દીધો હતો. તું તારા ભગવાનનું નામ લેવાનું બંધ કરી દેજે નહીંતર તને પણ પતાવી દઈશું તેમ કહીને અમરેલીના પશુપાલકને અજાણ્યા નંબર પરથી તાલીબાની ભાષામાં ધમકી મળતા પોલીસ દ્વારા અજાણ્યા શખસો સામે ગુનો નોંધાયો છે.

આ અંગે અમરેલીમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ભરતભાઈ વાઘાભાઈ ત્રાડએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને એક અજાણ્યા નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો અને પોતે કટ્ટરવાદી બોલતો હોવાનું જણાવાયું હતું. આ અજાણ્યા શખસે ગુજરાતમાં પોતાની કટ્ટરવાદીઓની ગેંગ હોવાનું કહીને હિંદુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન થાય તથા લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે ભગવાનને ગાળો આપી તું ભગવાનનું નામ લેવાનું છોડી દેજે નહીંતર અમારી આખી ગેંગ છે તે તને  મારી નાખશું અને કિસન ભરવાડને પણ અમે જ મારી નાખ્યો હતો.

પોતાની આખી આંતરરાષ્ટ્રીય ગેંગ હોવાનું પણ આ રીતે ફોન કરી તાલીબાની ભાષામાં હત્યા કરવાની ધમકી આપનાર શખસે જણાવ્યું હતું. તથા આ આરોપીઓ દ્વારા ભરતભાઈના નામે ખોટી રીતે પોસ્ટ એડિટ કરીને તે સોશ્યલ મીડિયામાં ફેલાવી બે કોમ વચ્ચે વૈમનસ્ય સર્જાય તેવો પણ હિનપ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ભરતભાઈની ફરિયાદ પરથી ફોન કરનારા અજાણ્યા આરોપી સામે ગુનો નોંધીને તેના નંબરના આધારે તપાસનો ધમધમાટ શરુ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.