આ ઈંડું ઈંગ્લેન્ડના બકિંગહામશાયરમાં બેરીફિલ્ડ્સમાં મળી આવ્યું હતું, જે આઈલેસબરીની ઉત્તરપશ્ચિમમાં હતું. નિષ્ણાતોના મતે ઇંડુ 1700 વર્ષ જૂનું છે, એટલે કે રોમન સમયગાળાનું છે.

દુનિયામાં દરરોજ આવી અનોખી શોધો થાય છે, જે મનુષ્યને હચમચાવી દે છે અને પ્રકૃતિ અને તેની શક્તિમાં વિશ્વાસ પણ પુનઃસ્થાપિત કરે છે. તાજેતરમાં જ આવા જ એક સમાચારે સૌને ચોંકાવી દીધા હતા, જ્યારે જમીન ખોદતી વખતે 1700 વર્ષ જૂનું એક દુર્લભ ઈંડું મળ્યું હતું. ઈંડાની શોધ લગભગ 8 વર્ષ પહેલા થઈ હતી, પરંતુ હવે આ ઈંડા સાથે જોડાયેલી એવી વાતો સામે આવી છે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

આ ઇંડા ઇંગ્લેન્ડના બકિંગહામશાયરમાં બેરીફિલ્ડ્સમાં મળી આવ્યું હતું, જે આઇલેસબરીની ઉત્તર-પશ્ચિમ દિશામાં હતું. નિષ્ણાતોના મતે ઇંડુ 1700 વર્ષ જૂનું છે એટલે કે રોમન સમયગાળાનું તે લગભગ દોઢ ઇંચ પહોળું છે અને તે એક ભેજવાળા ખાડામાંથી મળી આવ્યું હતું, તેથી માનવામાં આવે છે કે આ કારણોસર ઇંડા હજુ પણ સુરક્ષિત છે. ઈંડાની અંદરનો પીળો અને સફેદ પદાર્થ હજુ પણ સુરક્ષિત છે.

રિપોર્ટ અનુસાર, ડીજીબી કન્ઝર્વેશનના ડાના ગુડબર્ન-બ્રાઉને ઈંડાનું સીટી સ્કેન કર્યું અને જાણવા મળ્યું કે ઈંડામાં પ્રવાહી તેમજ હવાના પરપોટા હતા. મેલ ઓનલાઈન સાથે વાત કરતા ડાનાએ કહ્યું કે જ્યારે તેણે ઈંડામાં હવાનો બબલ જોયો ત્યારે તે તેના અને ટીમ માટે ઉત્સાહની ક્ષણ હતી. પછી તેણે ફરીથી ઇંડાની તપાસ કરવાનું શરૂ કર્યું. તેમની ટીમે નક્કી કર્યું કે ઈંડું જૂનું હોવાથી અને તેની અંદરનો પદાર્થ પણ ખૂબ જ ઉપયોગી છે, તેથી એવી કોઈ કાર્યવાહી ન કરવી જોઈએ જેનાથી ઈંડાના શેલ અથવા તેની અંદર રહેલા પદાર્થ પર નકારાત્મક અસર થાય.

ઈંડાને મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે

આ પહેલા પણ બ્રિટનના અન્ય રોમન સ્થળો પર ઈંડાના છીપ મળી આવ્યા છે, પરંતુ આખું ઈંડું પહેલીવાર મળી આવ્યું છે. 2007 થી 2016 ની વચ્ચે આ જગ્યાએથી ઈંડા સહિત ચાર વસ્તુઓ મળી આવી હતી જે ખૂબ જ દુર્લભ છે. ઘણીવાર ઓર્ગેનિક પદાર્થો આટલા લાંબા સમય સુધી ટકી શકતા નથી, પરંતુ આ પદાર્થ પાણીથી ભરેલા ખાડામાં મળી આવ્યો હોવાથી તે કદાચ બચી ગયો હશે. હવે આ ઈંડું ઈંગ્લેન્ડના ડિસ્કવરી બોક્સ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.