Abtak Media Google News

હિતેશ રાવલ – સાબરકાંઠા

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારે પાંચ વર્ષ પુર્ણ થયાના અવસરે આજે રાજયભરમાં અન્નોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.ત્યારે સાબરકાંઠામાં પણ અન્નોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને કારણે લોકડાઉનના સમયમાં કોઇપણ વ્યક્તિ ભુખ્યુ ન રહે તે બાબતે સંવેદના દાખવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે પી.એમ.જી.કે.વાય યોજના અન્વયે વીનામુલ્યે રાશન આપવાની યોજના અમલી બનાવાઇ હતી.

આ અન્નોત્સવની ઉજવણી સાબરકાંઠાના હિંમતનગરમાં પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નિશુલ્ક અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અનાજ લાભાર્થીઓને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે આપવામાં આવ્યું હતું. હિંમતનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર સહિતના અધિકારીઓએ હાજરી આપી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

Screenshot 8

ચાલુ વર્ષ દરમિયાન કોરોનાની બીજી લહેરના કારણે મે અને જૂન -2021 માસ દરમિયાન રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો અંતર્ગત રેશનકાર્ડ ધારકોને રાહત દરે મળવાપાત્ર નિયમિત રાશન લાભ ઉપરાંત પ્રતિમાસ વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા મળી કુલ પાંચ કિલો અનાજના વધારાના રાશનનો લાભ વિના મૂલ્યે આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના 10 લાખ 60 હજાર લાભાર્થીઓને કુલ 3700 મે. ટન ઘઉં અને 1590 મે.ટન ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.