Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

Advertisement

 વર્ષ ૨૦૨૨માં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેના માટે ભાજપે હવે કમર કસી લીધી છે. પાર્ટીએ પાંચ રાજ્યો માટે ચૂંટણી પ્રભારીના નામની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે સહ પ્રભારી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રહેશે. જ્યારે ઉત્તરાખંડની જવાબદારી કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીને સોંપવામાં આવી છે.

વર્ષ ૨૦૨૨માં ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, પંજાબ અને મણિપુરમાં
યોજાનાર વિધાનસભા ચૂંટણીની તૈયારીનો ધમધમાટ શરૂ

ભાજપે ૫ રાજ્યોના ચૂંટણી પ્રભારીના નામની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીવાળા રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશની જવાબદારી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સોંપાઈ છે. જ્યારે તેમની સાથે સહ પ્રભારી તરીકે અનુરાગ ઠાકુરને જવાબદારી સોંપવામાં આવી છે. ઉત્તરાખંડની જવાબદારી કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીને સોંપવામાં આવી છે. પંજાબના ચૂંટણી પ્રભારીની જવાબદારી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને સોંપાઈ છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગોવા અને ભૂપેન્દ્ર યાદવને મણિપુરની જવાબદારી સોંપાઈ છે.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રભારી તરીકે ધર્મેન્દ્ર પ્રધાનને જવાબદારી સોંપાઈ છે. જ્યારે સહ પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર, અર્જૂનરામ મેઘવાલ, રાજ્યસભા સાંસદ સરોજ પાંડે, કેન્દ્રીયમંત્રી શોભા કરંદલાજે અને કેપ્ટન અભિમન્યુને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ઉત્તરાખંડમાં કેન્દ્રીયમંત્રી પ્રહ્લાદ જોશી સાથે સહ પ્રભારી તરીકે સાંસદ લોકેટ ચેટર્જીને જવાબદારી અપાઈ છે.

પંજાબની વાત કરીએ તો ચૂંટણી પ્રભારી તરીકે ગજેન્દ્ર સિંહ શેખાવત અને સહ પ્રભારીની જવાબદારી કેન્દ્રીયમંત્રી હરદીપ સિંહ પુરી, મીનાક્ષી લેખી અને સાંસદ વિનોદ ચાવડાને સોંપવામાં આવી છે. ગોવાના સહ પ્રભારી તરીકે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને જવાબદારી સોંપાઈ છે. અત્રે જણાવવાનું કે આગામી વર્ષની શરૂઆતમાં ૫ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે.

ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, પંજાબ અને મણિપુરમાં ચૂંટણી યોજાશે. પંજાબ સિવાયના તમામ રાજ્યોમાં ભાજપની સરકાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.