• દ્વારકાના ગોરિંજાના વાંછુ વિસ્તારમાંથી ચરસના 40 અને બૈરીયા દરિયાઈ પટ્ટીમાંથી 20થી વધુ પેકેટ મળી આવ્યાના અહેવાલ
  • દ્વારકામાંથી વધુ એકવાર ચરસનો મોટો જથ્થો મળ્યો છે. હાલાર પંથકના દરિયાકિનારેથી ચરસનો મોટો જથ્થો મળ્યો છે. આ જથ્થો બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. ગોરિંજાના વાંછુ વિસ્તારમાંથી ચરસના 40 પેકેટ જયારે બૈરીયા દરિયાઈ પટ્ટીમાંથી 20થી વધુ પેકેટ મળી આવ્યાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.

દ્વારકા નજીકના દરિયાકાંઠેથી ગત શુક્રવારે રૂ. 16 કરોડથી વધુની કિંમતના 32 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા બાદ ચાર દિવસમાં વધુ 21 પેકેટ ચરસનો જથ્થો બિન વારસુ મળી આવ્યો હતો. આ વચ્ચે આજે પણ આશરે 60 જેટલા પેકેટ મળી આવતા ભારે ચર્ચા જાગી છે.

છેલ્લા આશરે એકાદ સપ્તાહથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દ્વારકા વિસ્તારના દરિયાકાંઠામાં સધન પેટ્રોલિંગ, ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. આ વચ્ચે જાણવા મળતી વિગત મુજબ દ્વારકા તાબેના વાંચ્છું ગામ વિસ્તારમાં આવેલા દરિયા કિનારા પાસે ચરસનો કેટલોક જથ્થો પોલીસને સાંપળ્યો છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આશરે 40 પેકેટનો આ જથ્થો દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસુ હાલતમાં પડ્યો હતો. જેનો કબજો પોલીસે મેળવ્યો છે. ઝડપાયેલા આ ચરસની કિંમત રૂ. 20 કરોડ ઉપર આંકવામાં આવી રહી છે. આ જથ્થો આજે સવારે મળી આવ્યા બાદ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તે બાદ બૈરીયા દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી વધુ 20 પેકેટ મળી આવ્યા છે. આમ, છેલ્લા એક સપ્તાહ દરમિયાન બિનવારસુ રીતે મળી આવેલા ચરસના આશરે 120 જેટલા પેકેટની કિંમત 60 કરોડ સુધી થવા જાય છે. આજરોજ દેવભૂમિ દ્વારકા પોલીસને સાંપળેલા આશરે ત્રીસેક કરોડની કિંમતના નશાકારક પદાર્થની ફોરેન્સિક તપાસ તેમજ વજન સહિત વિવિધ બાબતે ચકાસણી ચાલી રહી છે. જેની બીજી સત્તાવાર વિગતો આજે સાંજ સુધીમાં પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે. આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી. તેમજ મીઠાપુર પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે.

ત્યારે દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છના દરિયાકાંઠે પણ મળી આવતા વ્યાપક પ્રમાણમાં ડ્રગ્સ (ચરસ)ના આ જથ્થા સંદર્ભે પોલીસ તંત્રમાં પણ દોડધામ સાથે સ્થાનિકોમાં ભારે ચર્ચામાંથી જવા પામી છે. જે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ તજવીજ હાથ ધરાઈ છે.

દેવભૂમિ દ્વારકાના વિસ્તરેલા ભૂપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ નશીલા પદાર્થો સહિત નશીલા પદાર્થો ઝડપાયાની વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરની એક ઘટના દરમિયાન, દ્વારકાની નજીક આવેલા રૂપેણ બંદર અને વરવાળા વિસ્તારો પાસે છુપાયેલા સંજોગોમાં ચરસના 30 પેકેટનો જથ્થો મળી આવ્યો હતો.જપ્ત કરાયેલા પદાર્થનું કુલ વજન 32.053 કિલોગ્રામ છે, જેની અંદાજિત કિંમત 16.65 કરોડ છે. આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.

રૂપેણ બંદર નજીક ચરસનો જથ્થો મળ્યા બાદ દરિયાઈ પટ્ટીમાં સતત સર્ચ ઓપરેશન

રૂપેણ બંદર નજીકથી દ્વારકા પોલીસને બિનવારસી હાલતમાં રૂ. 16 કરોડથી વધુનો જથ્થો મળી આવ્યા બાદ હાલાર પંથકના દરિયાઈ વિસ્તારમાં વિવિધ ટીમો બનાવીને સર્ચ ઑપરેશન હાથ ધરી દેવામાં આવતા ત્રણવાર ચરસનો જથ્થો ઝડપાયા બાદ હવે વધુ બે સ્થળો પરથી પોલીસને કુલ 60 જેટલાં પેકેટ મળી આવ્યા છે. પોલીસનું સર્ચ ઓપરેશન હજુ પણ સતત ચાલી રહ્યું છે.

એક સપ્તાહમાં દ્વારકા પંથકમાંથી ચરસના 120 પેકેટ મળી આવ્યા

છેલ્લા એક સપ્તાહ દરમિયાન બિનવારસુ રીતે મળી આવેલા ચરસના આશરે 120 જેટલા પેકેટની કિંમત 60 કરોડ સુધી થવા જાય છે. આજરોજ દેવભૂમિ દ્વારકા પોલીસને સાંપળેલા આશરે ત્રીસેક કરોડની કિંમતના નશાકારક પદાર્થની ફોરેન્સિક તપાસ તેમજ વજન સહિત વિવિધ બાબતે ચકાસણી ચાલી રહી છે. જેની બીજી સત્તાવાર વિગતો આજે સાંજ સુધીમાં પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે. આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી. તેમજ મીઠાપુર પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.