Abtak Media Google News
  • પિતાની આંખથી જયારે એક દિકરી દુનિયા નિહાળે છે
  • ગુજરાતી ચેનલ ‘સરસ્વતિ’ પરથી લોન્ચીંગ કરાયું

રાજકોટની બાળ કલાકાર પ્રિશા પટેલનું ગીત ‘દીકરી તો ઉછરતી વેલ’  તાજેતરમાં જ સરસ્વતિ ગુજરાતી ચેનલ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જાણીતા કવિ મિલીન્દ ગઢવી લીખીત આ ગીતનું ઇગ્લીશ વર્ઝનને પ્રિશાએ કંઠ આપ્યો છે, જયારે ગુજરાતી વર્ઝનને યુનુસ શેખએ કંઠ આપ્યો છે.

આ ગીત લખવાન ખાસીયત એ છે કે આ ગીત ગુજરાતી અને ઇંગ્લીશમાં લખ્યું છે. આ ગીત પહેલી જ વાર દીકરી અને પપ્પાનું પહેલું સોગ્સ છે. જેમાં ગુજરાતી અને ઇગ્લીશ લખાયું છે. પ્રિશા એ આ ગીતની સ્ટોરી અત્યારના ઘણા મુવીઓ લખી ચુકેલ છે. એવા મહેશ રાચ્છ ની છે મહેશભાઇ કહે છે કે આ ગીતનું પીકચરાઇઝેશન જોશો તો આસું આવી જશે એવી સ્ટોરી છે. ગીતની સ્ટોરી બહુ જ ટુંકી છે પણ એમાં ઘણું બધુ આવી જાય છે. પ્રિશા જન્મથી અંધ હોય છે, ને એમને પપ્પાને દિલમાં ખુચતું હોય છે. પછી તેમના પપ્પાને વિચાર આવે છે કે મારી જીંદગી તો ચાલી ગઇ પણ પ્રિશાની લાઇફ તો હવે શરુ થશે. તુરંત એ નિર્ણય લે છે. જેમાં તેમના પપ્પા પ્રિશાને પોતાની આંખો ડોનેટ કરે છે. આ ગીતમાં બહુ મસ્ત પપ્પાની લાગણી દર્શાવી છે. લગ્ન અને વિદાય સુધી આ લગ્નની સિઝનમાં આ ગીત વિદાય ગીત માં ટ્રેડ કરશે.

ડાયરેકટર આશીફ અજમેરી છે માત્ર 60 મીનીટના છ જ મીનીટના આ ગીતમાં દિગ્દર્શનની કમાલ જોવા મળશે. મુખ્ય અભિનેતા ચેતન છાયા જેની એકટીંગ વાહ વાહ કહેવા મજબુર થશે. જે પપ્પાના રોલમાં અશ્ર્વિન મિસ્ત્રી છે. આ સોગ્સમાં મેઇન લીડ ચાઇલ્ડ કેરેકર્ટસ છે તે રાજકોટની પ્રિશા પટેલ છે પ્રિશાનો ઉમર હજુ 8 વર્ષ પણ પુરા થયા નથી વાંચતા કે લતના પણ હજુ આવડતું નથી. પણ કહેવાય છે કે જેમના ગળામાં સરસ્વતિ માંનો વાસ હોય ત્યાં ભણતર ની જરુર નથી હોતી તેવી રીતે પ્રિશાના કંઠે અત્યાર સુધીમાં તેમના પોતાના 11 સોગ્સ ગાયા છે. 1ર સોગ્સ મુવીમાં એકટીંગ કરી છે. પ્રિશા એ 1 મહીના પહેલા જ સોગ્સ નવરાત્રીમાં વાઇરલ થયું હતું. ગોરા ગોરા મુખડા માં ગીતમાં પ્રિશાએ એકટીંગ પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.