વફાદારી કે અતૂટ પ્રિતિનું બીજું નામ: સફેદ બગલા

બગલોએ હેરોન્સ પક્ષીઓની પ્રજાતિ છે: આજે વિશ્ર્વમાં તેની અલગ-અલગ 64 પ્રજાતિઓ જોવા મળે છે: વૈશ્ર્વિકસ્તરે આજે તેની 14 મોટી પ્રજાતિઓ અલગ પડે છે

બગલો એવું પક્ષી છે જે બધાએ જોયુ હશે જ. સફેદ બગલો ચપળ હોય છે, એક પગે સ્થિત પ્રજ્ઞની જેમ ઉભો રહી લાગ જોઇને માછલીનો શિકાર કરે છે. તળાવ આજુબાજુ તે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. મોટા કદ અને લાંબા પગવાળા આ પક્ષીને કેટલાક દેશોમાં હેબ્રીથી ઓળખાય છે. આનો અર્થ વફાદારી કે અતૂટ પ્રિતિ થાય છે. ધોળા બગલા નર અને માદા સાથે જીવનભર રહે છે. જેવો શિયાળો આવે કે તુરંત ગરમ પ્રદેશમાં ઊડી જાય છે. જેવા પાછા આવે ત્યારે પોતાના જુના માળા પર જ જાય છે. બચ્ચા ઉછેરમાં મા-બાપ તરીકે ખરેખર એકબીજાને વફાદાર રહે છે. તેનો દેખાવ ખુબ જ સુંદર હોય છે.

બગલોએ હેરોન્સ પક્ષીઓની પ્રજાતિ છે. વિશ્ર્વમાં તે અલગ-અલગ 64 પ્રજાતિઓમાં વસેલો છે. કદ અને આકારમાં વિવિધતા સાથે કલરમાં પણ ભિન્નતા જોવા મળે છે. તેમનું કદ 40 સેમીથી એક મીટર સુધીનું જોવા મળે છે. એવરેજ વજન બે કિલો ગ્રામ હોય છે. વિવિધ જાતિના બગલા સફેદ, કાળો, લાલ અને રાખોડી જેવા વિવિધ કલરમાં જોવા મળે છે. તેમનાં પગ ઘાટા રંગનાને પીંછા સુવાળા હોય છે. એના માથા પર કલગી પણ હોય છે. તેમનું કદ તેમની વિવિધ પ્રજાતિઓમાં અલગ-અલગ જોવા મળે છે.

જમીન પરથી ટેકઓફ કે લેન્ડીંગ માટે તેના પગના બેલેન્સથી તે સહેલાયથી ઉડી શકે છે: ગ્રે બગલા યુરોપ અને સાઇબિરીયામાં વધુ જોવા મળે છે: તેઓ 20 થી 100ની સંખ્યામાં જૂથ બનાવીને રહે છે

આજે વૈશ્ર્વિક સ્તરે બગલાની 14 મોટી જાતીઓ અલગ પડે છે. તેમાંથી સૌથી પ્રખ્યાત કાળો, મોટો વાદળી, લાલ, કાળા ગરદનવાળા, સફેદ અને ગ્રે બગલા વિશેષ જોવા મળે છે. માદા કરતાં નરનું વજન ઓછું જોવા મળે છે. તેમનું સ્નાયુબધ્ધ શરીર છે. લાંબી ગરદન બગલાની લાક્ષણિકતા છે, જે એસ આકારમાં વક્ર છે. ચાર આંગળીઓવાળા લાંબા પગ છે. તેમના પીંછાના છેડા તેને લુબ્રિકેટ કરવાની ભૂમિકા ભજવે છે.

બગલાની પાંખો લાંબી અને ગોળાકાર હોય છે. તે બે મીટર લાંબી ખુલતા તે લાંબી ઉડાન કરી છે. જમીન પરથી ટેકઓફ કે લેન્ડીંગ માટે તેના પગના બેલેન્સથી સહેલાય ઉડી શકે છે. ચાંચ લાંબી, તીક્ષ્ણને સાંકળી છે. જેનો ઉપયોગ તે ખોરાક મેળવવા માટે કરે છે. તેનો મુખ્યત્વે ખોરાક માછલી, ઉભયજીવી અને નાના ઉંદરો છે. ચાંચનો આકાર સપાટને રંગ હળવો પીળોને ઘેરા બદામી સુધી બદલાય છે, તેની લંબાઇ 13 થી 15 સે.મી. હોય છે. તેની મોટાભાગની પ્રજાતિઓમાં માથાના પાછળના ભાગમાં પિંછાઓની સુંદર ક્રેસ્ટ કે કલગી હોય છે.

બગલો યુરોપ, આફ્રિકા, માડાગાસ્કર ટાપુ અને ભારત સાઇબિરીયામાં વધુ જોવા મળે છે. ઓછા તાપમાન વાળા વાતાવરણમાં તે ટકી શકતો નથી. તેના ઋતુ પ્રવાસમાં પણ આ વિસ્તારોમાં રોકાણ કરતી નથી. માડાગાસ્કર ટાપુ અને મોરીટાનિયામાં આ બગલાની પ્રજાતિઓ અલગ-અલગ ચાર પ્રકારોમાં જોવા મળે છે. તેમનું ગળું (ડોક) પાતળી હોય છે. બગલો ઘણી શિકારને ટુકડા કરીને કે આખો શિકાર ગળી જાય છે. પાણી કે જમીનમાં સ્થિર રહીને ખોરાકની રાહમાં ઉભો રહે છે. તે નિશાચર અને દૈનિક જીવનશૈલી બન્નેમાં જીવન જીવી શકે છે. એક રહેઠાણ કોલોની 20 જેટલા બગલા જૂથમાં રહે છે. આ જૂથ ઘણીવાર 100 કે એક હજાર જેટલું પણ હોય છે. તે જોરથી ચીસો અને બુમાબુમ કરીને વાતો કે સંદેશા આપે છે. જોખમ આવે ત્યારે આક્રમકતા વ્યક્ત કરતી વખતે કંપન કરતો અવાજ કરે છે. તેની પૂંછડી નાની હોય છે. તે હમેંશા પાણીની નજીક રહે છે.

ઓછા તાપમાનવાળા વાતાવરણમાં ટકી શકતો નથી !!

યુરોપ, આફ્રિકા, માડાગાસ્કરટાપુ, ભારત, એશિયા, જાપાન, ચીન જેવા દેશોમાં બગલા વિશેષ જોવા મળે છે. તેઓ જૂથમાં રહેવા ટેવાયેલા છે. ઓછા તાપમાનવાળા વાતાવરણમાં તે ટકી શકતા નથી, તેના ઋતું પ્રવાસમાં પણ આવા વિસ્તારોમાં રોકાણ કરતો નથી. વિશ્ર્વમાં માડાગાસ્કર ટાપુ અને મોરીટાનીયામાં આ બગલાની અલગ-અલગ ચાર પ્રજાતિઓ જોવા મળે છે.

એક પગે સ્થિત યજ્ઞની જેમ ઉભો રહીને શિકાર કરે !!

બગલાની ઘણી બધી લાક્ષણિકતા જોવા મળે છે. તેમાં તેની એક પગે સ્થિત યજ્ઞની જેમ ઉભા રહીને શિકાર કરવાની ટેકનીક સૌથી અલગ છે. પાણી કે જમીન પર સ્થિર ઉભા રહીને ખોરાકની રાહમાં ઉભો રહી શકે છે. સૌથી અચરજવાળી વાતએ છે કે તે નિશાચર અને દૈનિક જીવનશૈલી બન્નેમાં જીવન જીવી શકે છે. તેની લાંબી, તીક્ષ્ણને સાંકળી ચાંચનો ખોરાક મેળવવા ઉપયોગી થાય છે. તેનો મુખ્ય ખોરાક માછલી, ઉભયજીવી અને નાના ઊંદરો છે.