ડિજિટલ યુગમાં મહિલાઓની આંતરિક શક્તિ ખીલવવા કાર્યરત

અબતકની મુલાકાતમાં વિંગ્સ લેડીઝ ક્લબના સભ્યોએ  મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિઓની આપી વિગતો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલા સશક્તિકરણ ના મુદ્રા લેખને ખરા અર્થમાં સાકાર કરવા માટે કાર્યરત રાજકોટની વિંગ્સ લેડીઝ ક્લબ દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, સંસ્થા દ્વારા મહિલાઓના સામાજિક માનસિક વિકાસની સાથે સાથે વ્યવસાયિક વિકાસમાં પણ બહેનો આગળ વધે તે માટે પ્રવૃત્તિ કરવામાં આવે છે, મોટાભાગે હાઉસવાઈફ તરીકે રહેતા બહેનો ઘેર બેઠા નાની મોટી વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરવાનો શોખ ધરાવતા હોય છે તેમના માટે  પણ સંસ્થા મદદરૂપ થાય છે, અબ તકની મુલાકાતે આવેલા પ્રમુખ રોનક બેન પારેખ, પ્રીતિબેન પારેખ ,દીપાબેન દેસાઈ, ડોલીબેન નથવાણી, બિંદીયાબેન અમલાણી અને હીનાબેન પોપટ દ્વારા સંસ્થા દ્વારા કોરોના બાદ સૌપ્રથમવાર યોજનારા અંતાક્ષરીના કાર્યક્રમો ની વિગતો આપતા જણાવ્યું હતું કે વિંગ્સ લેડીઝ ક્લબ ક્લબ દ્વારા તારીખ 27 એપ્રિલ ગુરુવારે સાંજે ચાર વાગે રામેશ્વર હોલ રામેશ્વર ચોક નાણામટી ચોક પાસે સૌપ્રથમ અંતાક્ષરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ,વ્યવસ્થાના ભાગરૂપે ગેસ્ટ ફી ₹60 રાખેલ છે

લેડીઝ ક્લબની વાર્ષિક ફી થી 500 રૂપિયા નિર્ધારિત કરેલ છે, જેમાં દર મહિને એક અને વર્ષના ઓછામાં ઓછા બાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે પ્રમુખ રોનકબેન પારેખ મોબાઈલ નંબર 94275 60060 પર સંપર્ક કરવા જણાવ્યું છે કાર્યક્રમ સફળ બનાવવા માટે લેડીઝ ક્લબના તમામ મેમ્બરો જેમ જ ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.