‘બટન મસાલા’એ ‘પરિધાન’ની દુનિયા બદલી નાખી

એક જ કાપડમાંથી કાપકૂપ

વગર અનેક ડિઝાઈન બનાવવાની અદ્ભૂત પદ્ધતિ એટલે ‘બટન મસાલા’

માત્ર બટન અને રબ્બર બેન્ડની મદદથી ફલેકસીબલ વસ્ત્રો બનાવી શકાય છે

આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઈનર અનુજ શર્માની અનોખી ટેકનીકથી સિલાઈ વગર જ કપડા ડિઝાઈન કરી શકાય છે

રાજકોટની ફેશન પ્રિય જનતા સતત નવી ડ્રેસીંગ સેન્સ અને ટ્રેન્ડીંગ ફેશનને પ્રાધાન્યતા આપે છે પણ શું તમે કયારેય ‘બટન મસાલા’ વિશે સાંભળ્યું છે ? ચટાકેદાર વાનગી જેવું નામ ધરાવતું બટન મસાલા રેસીપી તો છે, પણ ફેશન રસિયાઓ માટે રાજકોટની ખ્યાતનામ સંસ્થા આઈનઆઈએફડી દ્વારા પ્રખ્યાત આંતર રાષ્ટ્રીય ફેશન ડિઝાઈનર અનુજ શર્માના અનોખા વર્કશોપનું આયોજન કરવામાં અનુજ શર્મા રાજકોટના ફેશન સ્ટુડન્ટસ માટે તેની ખાસ ફેશન ડિઝાઈન ‘બટન મસાલા’ લઈને આવ્યા હતા.

9 1

જેની ખાસીયત વિશે વાત કરવામાં આવે તો તેની અદ્ભૂત ટેકનીકથી સીલાઈ કર્યા વિના માત્ર બટન અને રબ્બર બેન્ડ્સના માધ્યમથી એક જ કાપડમાંથી કઈ રીતે વિવિધ ડ્રેસ બનાવી શકાય તે પણ કોઈ પણ વ્યક્તિને ફીટ થઈ જાય અને કાપડ પણ ન બગડે. જોતમે એક જ ડ્રેસ વારંવાર પહેરીને થાકી ગયા હોય તો ડ્રેસને કોઈ પણ પ્રકારની સીલાઈ કે કાપકુપ કર્યા વિના કઈ રીતે પહેરી શકાય તેનો જવાબ સૌરાષ્ટ્રના સૌ પ્રથમવાર આઈએનઆઈએફડીના આંગણે આવેલા અનુજ શર્માએ આપ્યો હતો.

1010 3

‘અબતક’ની મુલાકાતે આવેલા આંતર રાષ્ટ્રીય ફેશન ડિઝાઈનર અનુજ શર્મા તેમજ આઈએનઆઈએફડી નૌશીક પટેલે ફેશન ટેકનીક બટન મસાલા વિશે માહિતી આપવાની સાથે ફેશન અંગે કેટલીકરસપ્રદ વાતો કરી હતી. અનુજ શર્માએ કહ્યું હતું કે, રાજકોટના વિદ્યાર્થીઓમાં ફેશન સેન્સને લઈ ઘણો ગ્રોથ જોવા મળે છે.

અહીંના લોકો પહેલેથી જતમામ ફેશન અંગે માહિતગાર છે. પહેલાના જમાનામાં લોકો ધોતી-કુર્તા, સ્કર્ટ-શર્ટ અને પાઘડી પહેરતા હતા. ત્યારે લોકોના પોષાક પરથી તેમની ઓળખ થતી હતી. આજકાલ ફેશન આવતા તમામ લોકો સરખા દેખાય છે. પરંતુ લોકલ ફેશન પણ ખૂબજ જ‚રી છે.જો કોઈ દિલ્હીથી આવનાર મુસાફરને રાજકોટમાં પણ દિલ્હીની જ મીઠાઈ ખાવા મળે તો તેને સ્વાદ લાગતો નથી અને જો તેને સ્થાનિક નવીન વાનગી ચાખવા મળે તો આનંદ આવે છે. તેવી જરીતે ફેશનનું પણ છે કે જેમાં કેટલીક વસ્તુઓ પોષાકો લુપ્ત થઈ રહ્યાં છે.

3 21

મોટા ભાગની ડ્રેસીંગ સેન્સમાં સિલાઈ ખુબજ જરૂરી બને છે પણ આપણા વસ્ત્રો પાછળ પણ વિજ્ઞાન છે.જેવી રીતે આપણે ઋતુ મુજબ કપડાની પસંદગી કરીએ છીએ તેવી જ રીતે અન્ય દેશોની ફેશન આપણા કરતા અલગ છે. સ્વીત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલીયા જેવા ઠંડા પ્રદેશોમાં મોટા ભાગના લોકો તમને લાંબા કોટ અને ફૂલ કવર થયેલા કપડામાં નજરે પડશે .

તો તેમની એક બીજાને ભેટવાની સીસ્ટમ પણ હેન્ડસેક પુરતી જ છે કારણ કે તેના વસ્ત્રો જ એપ્રકારના છે. ત્યારે ભારતની વાત કરીએ તો અહીંના લોકો શર્ટ-પેન્ટ, ધોતી-કુર્તા જેવા વસ્ત્રો પહેરે છે કારણ કે, અહીંનું વાતાવરણ ન્યુટ્રલ છે. માટે જ આપણે કોઈને ભેટીએ તો તેને ગળે મળીએ છીએ કારણ કે આપણા વસ્ત્રોએ પ્રકારના છે કે, આપણે કોઈને ભેટી શકીએ.

કેટલીક વખત ફેશન ડિઝાઈનર કહે છે કે, આ ડિઝાઈન મારી છે, મેં એનું સર્જન કર્યું છે પણ ખરા અર્થમાં કોઈપણ ડિઝાઈન કયાંકને કયાંક તો બનેલીજ હોય છે, બસ તેને યોગ્ય માધ્યમ મળ્યુ નથી હોતું અથવા તો તે ડિઝાઈન પ્રકાશમાં નથી આવી.ઘણી વખત ડિઝાઈનરો સ્કેચ બનાવતા હોય છે, મોંઘાદાટ મટીરીયલનો ઉપયોગ કરતા હોય છે.

જેમાં ખૂબજ સમય અને પૈસાનો વેડફાટ થાય છે. પરંતુ બટન મસાલા ટેકનીકથી ફકત ૧૦ જ મીનીટમાં વિવિધ પ્રકારના એ પણ ફલેકસીબલ આરામદાયક ડિઝાઈનો બનાવી શકાય છે જેને કોઈ પણ વ્યક્તિ પહેરી શકે છે. ભારતમાં ડ્રેસીંગ સેન્સને કારણે આપણું શરીર વધારે મુવમેન્ટકરી શકે છે.

8 2

બટન મસાલા જેવી રીતે બટન અને રબ્બરની મદદથી બનાવાયું છે તેવી જ રીતે ચમચી, કાંટા ચમચી, પ્લાસ્ટીક કપ, યુટેન્સીલ્સ, ડબ્બા વગેરે જેવી વસ્તુઓથી પણ અનુજ શર્માએ ડ્રેસીસ ડિઝાઈન કર્યા છે.આઈએનઆઈએફડીના વિદ્યાર્થીઓ માટે આંતર રાષ્ટ્રીય ડિઝાઈનર દ્વારા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦થી પણ વધુ તાલીમાર્થીઓ જોડાયા હતા જેણે બટન મસાલા બનાવતા શીખ્યું હતું.

પોષાક વ્યક્તિનું વ્યક્તિત્વ દર્શાવે છે: અનુજ શર્મા

2 25

અનુજ શર્માએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૫ વર્ષથી વધુ સમય તે ફેશન ફિલ્ડ સાથે જોડાયેલા છે. ફેશનમાં સતત બદલાવ આવતા રહે છે. ત્યારે લોકોને સતત નવી વસ્તુઓ, નવી ડિઝાઈન જોઈતી હોય છે પરંતુ ડિઝાઈન કરતા કપડુ વધારે આરામદાયક હોવું જરૂરી છે. ફેશન પણ લોકોના વ્યક્તિત્વમાં સુધાર લાવે છે તેવી જ રીતે એક ડ્રેસથી લોકોના વ્યવહારને સુધારી શકાય છે. જેવા કપડા પહેરો તેવા જ વિચાર આવે માટે ડ્રેસીંગ સેન્સમહત્વની છે.

દિકરીઓના આત્મ વિશ્વાસ માટે વર્કશોપનું  આયોજન લાભદાયક: જે.એમ. પનારા

4 15

ફિલ્ડ માર્શલ હોસ્ટેલના જે.એમ. પનારાએ ‘અબતક’સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિકરીઓ માટે જે સુંદર મજાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. તે દિકરીઓ માટે ખુબ જ ઉપયોગી બનશે. આટલી મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ જોડાતા સૌનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ પ્રકારના વર્કશોપના લાભથી દિકરીઓ પગભર અને આત્મવિશ્વાસી બની છે.

ઝીરો વેસ્ટેજ સાથે ઝટપટ ફેશન એટલે બટન મસાલા’: નૌશીક પટેલ

5 10

આઈએનઆઈએફડી રાજકોટના ડાયરેકટર નૌશીક પટેલે કહ્યું હતું કે, કોઈપણ સીલાઈ વગરની ડિઝાઈન બનાવવામાં એકસ્પર્ટ એવા અનુજ શર્માના વર્કશોપ થી રાજકોટના વિદ્યાર્થીઓને ખૂબજ નવીનત્તમ જાણકારી મળી છે, ખૂબજ શીખવા મળ્યું છે કારણ કે, બટન મસાલા ટેકનીકથી સમયના બચાવની સાથે કાપડનું વેસ્ટેજ પણ અટકે છે અને એક જ ફેબરીકમાંથી વિવિધ પ્રકારના ડ્રેસીસબનાવી શકાય છે. જેમાં કમ્ફર્ટની સાથે ફેશનની પણ પ્રાધાન્યતા છે.

ફેશનની રેસમાં કમ્ફર્ટ પણ જરૂરી: પાયલ પટેલ

6 7

પાયલ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફેશનની દુનિયામાં સતત અપગ્રેશન આવે છે. આઈએનઆઈએફડીના વિદ્યાર્થીઓ પણ ફેશન અંગે વધુ જ્ઞાન મેળવે માટે અમે આંતરરાષ્ટ્રીય ડિઝાઈનર અનુજ શર્માના માર્ગદર્શન હેઠળ તેમની પ્રખ્યાત ટેકનીક ‘બટન મસાલા’ અંગેનો માર્ગદર્શન વર્કશોપ રાખ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓનો ખૂબજ સારો સહકાર મળ્યો હતો. બટન મસાલા ટેકનીકથી એક જ ફેબરીકના ઉપયોગથી વન-પીસ, સ્કર્ટ, પીલો કવર જેવી કસ્ટમાઈઝ વસ્તુઓ બનાવી શકાય છે.

અનોખી ફેશન ટેકનીક શીખીને ખૂબજ મજા પડી: કાદમ્બરી

7 2

વર્કશોપમાં ભાગ લેનાર તાલીમાર્થી કાદમ્બરીએ જણાવ્યું હતું કે, મેં ૧૦ વર્ષ પહેલા ફેશન ડિઝાઈનીંગ જોઈન્ટ કર્યું હતું. વચ્ચે થોડો ગેપ પડયો પરંતુ હવે સમય કાઢીને ફરીથી આ વર્કશોપમાં આવી છે. અનુજ શર્માના માર્ગદર્શન હેઠળ બટન મસાલા જેવી ખૂબજ નવી અને અદ્ભૂત ટેકનીકશીખી મને ખૂબજ આનંદ થયો. તેમના ક્રિએટીવ વર્ક આઈડીયાથી અમને ખૂબજ પ્રેરણા મળી છે અને હું નવીનતર પ્રયાસ કરવા માટે પ્રયોગો કરતી રહીશ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.