Abtak Media Google News

બિહારમાં ચારા કૌભાંડ સાથે જોડાયેલા દેવધર ટ્રેઝરી મામલે આજે લાલુ સહિત અન્ય 11 આરોપીઓની સજાની સુનાવણી કરવામાં આવશે. કોર્ટમાં લાલુને સજા સંભળાવવામાં આવે તે પહેલાં તેમણે કોર્ટમાં ઓછામાં ઓછી સજા આપવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ચારા કૌભાંડમાં મારો કોઈ સીધો રોલ નથી. મારી ઉંમર અને તબિયતને ધ્યાનમાં રાખીને મને ઓછી સજા આપજો. આ મામલે દોષિત જાહેર કરવામાં આવેલા 16 આરોપીઓમાંથી પાંચની સજા ઉપર ગુરુવારે સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન લાલુ સહિત દરેક આરોપીઓ કોર્ટમાં જ હતા. કાલે લાલુએ જજ સામે જેલની અમુક મુશ્કેલીઓ રજૂ કરી હતી. તેમાં લાલુએ કહ્યું હતું, સાહેબ જેલમાં ઠંડી બહુ લાગે છે, તે વિશે જજે કહ્યું હતું કે, ઠંડી લાગે છે તો જેલમાં હારમોનિયમ, તબલા વગાડો અને મસ્ત રહો.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.