Abtak Media Google News

જો તમે ડાબાડી છો, તો આજે તમારો દિવસ છે.આજે 13 ઓગસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય ડાબેરી (Lefthanders)દિવસ છે. આ દિવસ ઉજવવાની શરૂઆત “લિફ્થંડર્સ ઇન્ટરનેશનલ” દ્વારા 1976માં કારાઈ હતી.આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે મુખ્યત્વે જમણા હાથની દુનિયામાં ડાબા-હાથ હોવાના ફાયદા અને ગેરલાભો વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.

શું તમને ખબર છે 2017ના આંકડા મુજબ વિશ્વની વસ્તીના ખાલી સાતથી દસ ટકા લોકોજ લેફ્ટ હેન્ડર્સ હતા.

આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે ના દિવસે ડાબા હાથના લોકોની વિશિષ્ટતા અને તફાવતોની ઉજવણી કરવામાં આવે છે, આ દિવસે ડાબેરીઓ દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવામાં આવે છે.આપણા ભારત દેશમાં 125 બિલિયન લોકો ડાબેરી.

ડાબાડી લોકોની વિશિષ્ટતા :

ડાબાડી લોકો સર્જનાત્મક હોય છે. કલા, સંગીત અને સંસ્કૃતિ ક્ષેત્રોમાં કારકિર્દી તરફ દોરી જાય છે.

ડાબાડી લોકો કલા, સંગીત અને સંસ્કૃતિ ક્ષેત્રોમાં નિપુર્ણ હોઈ છે.

ડાબાડી લોકોની 3D દ્રષ્ટિ અને વિચાર પ્રક્રિયામાં પણ વધુ સારી હોય છે.

ન્યૂયોર્કના સંશોધકોએ કરેલા ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે ડાબાડી લોકોનો I.Q. વધુ હોય છે.

લેફ્ટીઓમાં એલર્જી અને માઈગ્રેનનું પ્રમાણ વધારે જોવા મળે છે.

સ્ત્રીઓ કરતા પુરુષોમાં ડાબોડી હોવાનું પ્રમાણ વધારે હોય છે.

ડાબોળડીઓ માં સ્કિઝોફ્રેનિઆ થવાની સંભાવના વધારે હોય છે. એક પ્રયોગ અનુસાર આશરે 40 ટકા સ્કિઝોફ્રેનિક દર્દીઓ ડાબોળી હોઈ છે.

દેશના મહાન ડાબોડીઓ :

મહાત્મા ગાંધી

મધર ટેરેસા

નરેન્દ્ર મોદી

રતન ટાટા

સચિન તેંડુલકર

સૌરવ ગાંગુલી

અમિતાભ બચ્ચન

અભિષેક બચ્ચન

બારાક ઓબામા

બીલ ગેટ્સ વગેરે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.