Abtak Media Google News

તાજેતરમાં કેરળના લવ જેહાદનો મુદ્દો ખૂબજ ચગ્યો છે. હદીયા ઉર્ફે અખીલાના લગ્ન લવ જેહાદના ષડયંત્ર હેઠળ યા હોવાના આક્ષેપવાળી અરજી તેના પિતાએ હાઈકોર્ટમાં કરી હતી. જેના અનુસંધાને કોર્ટે લગ્ન અમાન્ય ઠેરવ્યા હતા. આ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સવાલ ઉઠાવ્યો છે.

હદીયા સો ચર્ચા કર્યા બાદ વડી અદાલતે તેને માતા-પિતાની કસ્ટડીમાંી મુકત કરાવી છે. તેને પોતાની જીંદગી જીવવાની છૂટ હોવાી દલીલ ઈ છે. આ કેસમાં અદાલતે લગ્ન ફોક કરવાનો નિર્ણય આપ્યા બાદ સુપ્રીમ કોર્ટે સવાલ પુછયો છે કે, શું અદાલત પુખ્તો વચ્ચેના લગ્ન તોડી શકે.

અહીં કોર્ટમાં દલીલ ઈ છે કે, ધર્મના આધારે લવ જેહાદ ફેલાઈ રહ્યો છે. યુવતીઓનું બ્રેઈન વોશ કર્યા બાદ લગ્ન કરી તેમનું ધર્મ પરિવર્તન કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ત્યારબાદ તેમને જીહાદી તત્ત્વોને વેંચી દેવામાં આવે છે. કેરળમાં અત્યાર સુધીમાં આવી ૨૧ યુવતીઓના અપહરણ ઈ ચૂકયા છે. આ પ્રકારની દલીલ બાદ અદાલતે ચુકાદામાં અનેક હકીકતોને તાકી હતી.

મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવીલકર અને ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે આ મામલો હામાં લીધો છે. તેમણે સવાલ પુછયો છે કે, બે પુખ્તોના લગ્નમાં શું કોર્ટ નક્કી કરી શકે કે કોણ કોના માટે સા‚ છે ? શું લગ્ન સારા છે કે, ખરાબ તે કોર્ટ સુશ્ર્ચિત કરી શકે. વડી અદાલતના આ વલણ બાદ લવ જેહાદના કેસમાં અનેક વળાંકો આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.