Abtak Media Google News

૨૦૫૦ સુધીમાં ભારતીય નૌસેના પાસે ૨૦૦ યુધ્ધ જહાજો અને ૫૦૦ યુધ્ધ વિમાનો હશે: રેર એડમિરલ આલોક ભટ્ટનાગર

હિન્દ મહાસાગરમાં ચીની જહાજોની અવર-જવર અને પેટ્રોલીંગ થવાના કારણે ભારતીય નૌ-સેનાએ આગામી ૧૦ વર્ષમાં ૫૬ યુધ્ધ જહાજો અને ૬ સબમરિનને કાફલામાં સામિલ કરવાનો નિર્ણય લીધો હતો જેને લઇ નૌ-સેના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબાએ જણાવ્યું હતું કે સરકારે ૫૬ નવા યુધ્ધ જહાજો અને ૬ સબમરિનને પોતાના કાફલામાં સામિલ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારતનું પહેલું સ્વદેશી નિર્મિત વિમાન વાહક પોત વિક્રાંત પોતાના છેલ્લાં તબક્કામાં તૈયાર થઇ રહ્યું છે.

જેનું સમૃદ્રિ પરિક્ષણ ૨૦૨૦ સુધીમાં કરવામાં આવશે. હાલમાં નૌ-સેના પાસે ૧૪૦ જેટલાં યુધ્ધ જહાજો છે અને ૨૨૦ એરક્રાફ્ટો છે અને હાલમાં ૩૨ યુધ્ધ જહાજોનું નિર્માણ ચાલી રહ્યું છે જેનો ખર્ચો આશરે ૧.૨૬ લાખ કરોડનો છે. તેઓએ જણાવ્યું હતું કે આ તમામ માટે ખૂબ જ લાંબા ફંડીગની જરૂર છે અને છેલ્લાં પાંચ વર્ષથી વાર્ષિક ડિફેન્સ બજેટમાં ઘણી કટોતી જોવા મળી રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ૫ ઓફસોર વાહનોની જવાબદારી રિલાયન્સ નેવલ એન્જીનિયરિંગને આપવામાં આવી છે જેનું પ્રશિક્ષણ હાથ ધરાઇ રહ્યું છે.

હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચાલુ વર્ષમાં ચીની ડ્રેગેનની હલચલ ખૂબ જ વધી ગઇ છે જેની પણેપણની માહિતી ભારતીય નૌ-સેનાની પાસે છે અને પૂરી સર્તકતાથી નજર રાખવામાં આવે છે. નૌસેના પ્રમુખે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હિન્દ મહાસગારમાં ભારતીય નૌસેના પાકિસ્તાની નૌસેનાથી ખૂબ જ આગળ છે અને બંને મોરચાથી યુધ્ધ લડવાની ક્ષમતા પણ ધરાવે છે. જ્યારે રેરએડમિરલ આલોક ભટ્ટનાગરે જણાવ્યું હતું કે છેલ્લાં ઘણાં વર્ષોથી હિન્દ મહાસાગરમાં ચીનની મોજુદગી વધી ગઇ છે અને સારી વાતએ કે તે વિશેની ભારતને ખબર છે નૌસેનાની તૈયારીઓને લઇ તેઓએ જણાવ્યું હતું કે નૌસેના કોઇપણ પ્રકારની આફતને પહોંચી વળવા સક્ષમ છે અને તે નૌસેનાની ખૂબ જ મોટી ક્ષમતા છે. ભારતીય નૌસેનાની તાકાત મિશન આધારિત હોય છે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નૌસેનાને કોઇપણ કાર્ય સોંપવામાં આવશે તે બખૂબીરીતે પૂર્ણ કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ૨૦૫૦માં ભારતીય નૌસેના પાસે ૨૦૦ યુધ્ધ જહાજો અને ૫૦૦ યુધ્ધ વિમાનો હશે જે વિશ્ર્વસ્તરીય નૌસેના કહેવામાં આવશે. સમગ્ર વિશ્ર્વની નજર આઇ.ઓ.આર. એટલે કે ઇન્ડીયન ઓશિયન રિજીયન પર રહેલી છે ત્યારે ભારતીય નૌસેના નેટ સિક્યુરિટી આપનારું દેશ બન્યું છે ચાઇના દ્વારા પોતાના ૬ થી ૮ યુધ્ધ જહાજો અને ૮ સબમરિનોને આઇ.ઓ.આર. મોકલી દીધાં છે પરંતુ હાલ જે ભારતીય નૌસેના માટે સમસ્યાનો વિષય બન્યો છે તે બજેટ છે. હાલ ૬૫ હજાર ટન વાળા ઇન્ડીજીનિયશ એરક્રાફ્ટને પ્રારંભિક મંજૂરી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.