પાંચ મહિલા સહિત સાત પત્તાપ્રેમી ઝડપાયા: રૂ. ૨૯,૪૯૦ ની રોકડ કબ્જે

શહેરના ગોંડલ રોડ પર આવેલા પરીન ફર્નીચરની પાછળ આગમન સીટી ફલેટમાં રહેતા કનકસિંહ પથુભા જાડેજાને ત્યા જુગારનો દરોડો પાડી પાંચ મહિલા સહિત સાત શકુનીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી રૂ. ૨૯,૪૯૦ ની રોકડ કબ્જે કરી છે.

પ્રાપ્ત માહીતી મુજબ ગોંડલ રોડ પર પરીન ફર્નીચરની પાછળ આવેલા આગમન સીટી ફલેટ નંબર ૩૦૮ માં રહેતા કનકસિંહ પથુભા જાડેજા તેના મકાનમાં જુગાર ધામ ચલાવતા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા તેના ફલેટમાં દરોડો પાડી કનકસિંહ સહિત તુષાર વલ્લભભાઇ કાછડીયા, હર્ષદબા  કનકસિંહ જાડેજા, પુનમબેન લાખાભાઇ, જીલરીયા, સેજલબેન રાજેન્દ્રભાઇ ગોસ્વામી,ગીતાબેન રવિભાઇ ગોસ્વામી, અને ભુમિબેન રાજેશભાઇ રાઠોડ નામના પત્તાપ્રેમીને ઝડપી ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. પી.બી. જેબલીયા, એ.એસ. આઇ. બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ગમારા, મહિપાલસિંહ ઝાલા, કોન્સ્ટેબલ દેવાભાઇ ધરજીયા અને ચેતનસિંહ ગોહિલ સહિતના સ્ટાફે જુગારના પટમાંથી રૂ. ૨૯,૪૯૦ ના રોકડ કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.