Abtak Media Google News

માનવસભ્ય સંસ્કૃતિ અને પ્રાકૃતિક પરિવર્તનના દરેક યુગમાં ટેકનોલોજી, નવાઆવિષ્કારો અને નવાનવા સંશોધનો થતા જ રહે છે, આ પ્રક્રિયાસતત વિકસિત અને નિરંતરપણે આગળ વધતી હકીકત છે, માનવ ગુફામાં રહેતો, પછી મેદાનમાં આવ્યો, પથ્થર્યુગ પછી લોખંડના ઓજારોઆવ્યા, હવે ટેકનોલોજીમાં કાળા માથાનો માનવી એટલો આગળ વધી ચૂક્યો કે પરગ્રહના આટાફેરા મારવા સમર્થ છે… ત્યારે દરેક યુગમાં માનવી નવીશોધ, સંસાધનો અને ટેકનોલોજીથી હંમેશા બે ડગલા આગળ રહ્યો છે , અને તમામ સવલત અને સંશોધન ,સંસાધનો પોતાની સગવડવધારવા માટે બખુબી ઉપયોગ કરતો આવ્યો છે….’ગુફામાં વસતા માનવી સાથે જ બળદનું પણ અસ્તિત્વ હતું.. પણ બુદ્ધિના વિકાસ બાદ માણસે બળદ થી ગભરાયા વગર તેને જ કામ કરતો કરી દીધો…. છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના આવિષ્કાર સામે ભયસ્થાનોની ચર્ચા થઈ રહી છે..  ત્યારે એ આઈ ખરેખર માનવી માટે મુશ્કેલી રૂપ બનશે કે વધુ સવલત ઊભી કરશે?

દુનિયાના તમામ આવિષ્કારો માનવ વિચારો અને મગજ શક્તિની દેન છે, ત્યારે તેનાથી ભયભિત થવું કેટલું યોગ્ય? બંધુક ની શોધ થઈ ત્યારે કલ્પના કરી હોત કે આ જ બંદૂક જીવ લેનારી બની શકે ,દરેક સંશોધનો ના ઉપયોગ ની પદ્ધતિ હોય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મગજ શક્તિથી કેવી રીતે આગળ વધી શકે? તે સનાતન સત્ય સામે પણ પ્રબુધ્ધ ભય નો અનુભવ કરી રહ્યા છે…  ઇંગ્લેન્ડમાં એઆઈ સેફ્ટી સમિટમાં એલન મશ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને માનવ બુદ્ધિ ક્ષમતાથી આગળ નીકળી જાય તેવી આશંકા વ્યક્ત કરી છે .  સાથે સાથે એ આઈ,માનવ માટે સારો મિત્રો બની શકે તેવી ચર્ચા પણ થઈ રહી છે. ત્યારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી રોબોટ, મેન્લેસવાહનો માં ક્યારેક જોખમી પરિસ્થિતિ ઊભી થાય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરંતુ અત્યાર સુધીના માનવીય ઇતિહાસ અને સભ્ય સંસ્કૃતિના ઉત્ક્રાંતિકાળ માં માનવીય આવિષ્કારો,હંમેશા માનવીના મિત્રો જ બની રહ્યા છે હા તેનો અપવાદરૂપ દુરુપયોગ ઘાતક પણ સાબિત થયો છે… પણ ટેકનોલોજીના વિકાસના યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી થી ભયભીત થવાના બદલે તેના વધુમાં વધુ ઉપયોગ માટે કમર કસીને તેનાથી બે ડગલાં આગળ ચાલવાનો આ સમય છે .  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવના કામ ઝડપી અને સરળ બનાવવાનું એક નવો ઓજાર કાળા માથાના માનવીને મળ્યો છે તે હકીકત સોએ સ્વીકારી ને તેના મહત્તમ ઉપયોગ માટે મગજને કસવાની  કવાયતમાં લાગી જવાની જરૂર છે.   બાકી સંસારમાં કુદરતે કાળા માથાના માનવી થી કોઈને “સક્ષમ” બનવાની પરવાનગી ક્યારેય આપી જ નથી…. કુદરત હંમેશા માનવી સાથે છે અને રહેશે તે કોઈ એ ભૂલવું ન જોઈએ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.