Abtak Media Google News

પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં રૂ.૫ લાખ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૫ લાખ અર્પણ

કોરોના મહામારી સામે લડવા  અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રૂા. ૧૦ લાખનું દાન અપાયેલું છે. તેમાં પ્રધાનમંત્રી કેર્સ ફંડમાં રૂા. ૫ લાખ અને મુખ્યમંત્રી રિલીફ ફંડમાં રૂા. ૫ લાખ, બંને ચેક રાજકોટ કલેકટર રેમ્યા મોહનને આપેલ છે. આ તકે રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ,  અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઇ કીરીયા, સંસના ટ્રસ્ટીઓ પૈકી સીએ. કલ્પકભાઇ મણીઆર અને જૈન શ્રેષ્ઠી નિલેશભાઇ શાહે રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટરને બંને ચેક અર્પણ ર્ક્યા હતાં. અત્રેઉલ્લેખનીય છે કે રાજકોટનાં પ્રથમ ચુંટાયેલા મેયર અને લોકનાયક અરવિંદભાઇ મણીઆરની સ્મૃતિમાં ઇ.સ. ૧૯૮૫માં અરવિંદભાઇ મણીઆર જનક્લ્યાણ ટ્રસ્ટની સ્થાપનાના કરાયેલી છે. સંસ્થા દ્વારા અનેક સમાજોપયોગી કાર્યો કરાયેલા છે તેમાં રાજકોટનાં છેવાડાના લોકોને તબીબી સુવિધા ઘર બેઠાં જ મળી રહે તે માટે ફક્ત રૂા. ૧માં નિદાન અને દવા સાથે મોબાઇલ ડિસ્પેન્સરીની સેવા, અબાલવૃદ્ધને મનોરંજનના માધ્યમથી જ્ઞાન સાથે ગમ્મત આપતું-લીમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિજેતા-ભારતનું બીજા નંબરનું-દેશ-વિદેશની અનેક અમુલ્ય ઢીંગલીઓવાળુ ડોલ્સ મ્યુઝીયમ રાજકોટનું નઝરાણું છે, ભુતકાળમાં પાણીની ગંભીર સમસ્યાના નિવારણ અર્થે અને કાયમી જળ સંચય વધારવા આજી ડેમ ખાતેથી કાંપ દૂર ર્ક્યો, આવશ્યક દવા લેવા માટે આર્થિક સહાય, પ્રતિ વર્ષ ઉનાળાની ગરમીમાં રાહત આપવા વિવિધ વિસ્તારોમાં છાસ કેન્દ્ર ચલાવવું, નિષ્ણાંત ડોકટરો દ્વારા નિ:શુલ્ક તબીબી કેમ્પનું આયોજન, ગંભીર બિમારીના સમયે દેશ-વિદેશના ખ્યાતનામ ડોકટરો સાથે માર્ગદર્શક વાર્તાલાપનું જાહેર આયોજન વગેરે ધ્યાનાકર્ષક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.