Abtak Media Google News

ભારતીય હોકી ટીમે 18મા એશિયન ગેમ્સમાં 10માં દિવસે મેચમાં શ્રીલંકાને 20-0થી હરાવી દીધું. તેની સાથે જ ભારતે સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પૂલ મેચોમાં ભારત પોતાની તમામ મેચ જીતીને ટોપ પર રહ્યું. ભારતીય ટીમની આ સતત પાંચમી જીત છે. આ પહેલા તેઓ પૂલ-એમાં કોરિયાને 5-3, જાપાનને 8-0, હોંગકોંગને 26-0 અને ઈન્ડોનેશિયાને 17-0થી હરાવી ચૂક્યું છે. ભારતે આ એશિયાડમાં અત્યાર સુધી 76 ગોલ થઈ ગયા છે.

ભારત તરફથી 8 પ્લેયર્સે ગોલ કર્યા. સૌથી વધુ 6 ગોલ આકાશદીપ સિંહે કર્યા. આ ઉપરાંત રુપિદંરપાલ સિંહ, મનદીપ સિંહ અને હરમનપ્રીત સિંહે 3-3 ગોલ કર્યા. બીજી તરફ, લલિત કુમાર ઉપાધ્યાયે 2, જ્યારે અમિત રોહિદાસ, વિવેક સાગર પ્રસાદ અને દિલપ્રીત સિંહે 1-1 ગોલ કર્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.