Abtak Media Google News

અગાઉ 244 સ્ટોલ-પ્લોટનો ડ્રો પૂર્ણ થઈ ગયા બાદ હવે હરરાજી માટે કલેકટર તંત્ર સજ્જ

લોકમેળાના 101 સ્ટોલ- પ્લોટ માટે કાલથી ત્રણ દિવસ હરરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. અગાઉ 244 સ્ટોલ-પ્લોટનો ડ્રો પૂર્ણ થઈ ગયા બાદ હવે હરરાજી માટે કલેકટર તંત્ર સજ્જ બન્યું છે.

લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. 05/09/2023 થી 09/09/2023 દરમિયાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. ચૂંટણીલક્ષી વહીવટી કામગીરી ચાલુ હોય તેમજ વડાપ્રધાનનો કાર્યક્રમ હોય મેળા અન્વયે રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ માટે થનાર ડ્રો અને હરરાજીની તારીખમાં બે વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ 244 જેટલા સ્ટોલ પ્લોટનો ડ્રો યોજવામાં આવ્યા હતા. જેની ફાળવણી અને ડિપોઝીટ પરત આપવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.

હવે તા.9/8/2023 બુધવારના રોજ કેટેગરી-એ ખાણીપીણી મોટીના પાંચ પ્લોટ માટે સવારે 11:00 કલાકે અને બી1/કોર્નર ખાણીપીણીના 32 પ્લોટ માટે બપોરે 4:00 કલાકે તથા કેટેગરી-ઈ, એફ, જી-1,જી-2 અને એચ યાંત્રિકના પ્લોટની હરરાજી તા. 10/08/2023 ગુરૂવારના સવારે 11:30 કલાકે અને તા. 11/08/2023 શુક્રવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના 16 પ્લોટ માટે સવારે 11:30 કલાકે તથા કેટેગરી વાય- ફુડકોર્ટ 3, ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે બપોરે 4:00 કલાકે હરરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-1)જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, મીટીંગ રૂમ રાજકોટ ખાતે યોજાશે તેમ અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.