Abtak Media Google News

સમલૈગિક સંબંધ અંગે  વર્ષો જુની પ્રણાલિકા અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખવા સુપ્રિમમાં રજૂઆત કરાશે: વકીલોની ધરપકડ પૂર્વે સ્ટેટ બારને જાણ કરવી

બાર અને બેંચ વચ્ચે  વિવાદમાં જિલ્લા લેવલે કમિટીની રચના કરી પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવું અને હડતાલ ન પાડવી: આર્બીટેશન અને ટ્રિબ્યુનલમાં વકીલોની નિમણુંક કરવી

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા  દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમેન, વાઇસ-ચેરમેન સહિત હોદેદારોની સંયુક્ત મીટીંગ રાખવામાં આવી હતી. જેમાં દેશના તમામ રાજયોના ધારાશાસ્ત્રીઓને તેમના કુટુંબના રક્ષણ માટે તેમજ ધારાશાસ્ત્રીઓને પોલીસ દ્વારા કાયાકીય કાર્યવાહી દરમિયાન કોઇ  કનડગત ન કરવામા આવે તે માટે દેશના તમામ રાજ્યોના ધારાશાસ્ત્રીઓ માટે એક્સરખો પ્રોટેકશન એકટ બનાવવા માટે ઠરાવ કરવામાં આવેલ. અને આ પ્રોટેકશન એકટ માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્રારા એક સ્પેશિયલ કમિટીની રચના કરવામાં આવી છે. અને તેમના દ્વારા કાયદામંત્રી સહિત સંસદમાં પ્રોટેકશન એકટ પસાર કરવા માટે બીલ આપવામાં આવ્યું છે. તેમજ કાઇપણ ધારાશાસ્ત્રીની જે તે સ્ટેટ બાર કાઉન્સિલના ચેરમન કે જે તે બાર એસોસિએશનના પ્રમુખને જાણ કર્યા સિવાય ધરપકડ કરવી નહિં તેવી પણ પ્રોટેકશન એકટમાં જોગવાઇ કરવાનું નકકી કર્યું છે.

જેમાં પણ જુદા-જુદા રાજ્યોમાં એનરોલ થતા ધારાશાસ્ત્રીઓની સંખ્યા મુજબ રૂ. 15, 000 થી 3.25,000/- સુધી ફી લઈ શકાય તે મુજબનો સર્વાનુમતે ઠરાવ મંજૂર કરવામા આવેલ અને નિયત કરેલ ફી બાબતે તા.10/05/2023 ના રોજ  સુપ્રિમકોર્ટ ઑફ ઇન્ડિયામાં એફીડેવીટ આપવાનું નકકી કરવામા આવેલ છે.

સુપ્રિમકોર્ટ ઓલ ઇન્ડિયામા હાલમા ચાલી રહેલ સમલૈગિંક  સંબંધો અંગેની પીટીશનમાં  વર્ષો જુની ચાલી રહેલ પ્રણાલિકા અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને રજુઆત કરવાનું ઠરાવવામા આવેલ. આ ઉપરાંત દેશના તમામ રાજયોની સ્ટેટ બાર કાઉન્સિલ અને બાર એશોસિએસની માટે બજેટમાં ધારાશાસ્ત્રીઓના તેમજ તેમના કુટુંબીજનોના વેલ્ફેર માટે તેમજ માંદગી સહાય માટે રકમ ફાળવવા ઠરાવ પસાર કરવામા આવેલ.

આ ઉપરાંત બાર અને બેચ વચ્ચે કોઇ પ્રશ્ન ઉદભવે ત્યારે સ્ટેટ લેવલે તેમજ ડીસ્ટ્રીકટ લેવેલ જજીસ સહિતની એક ખાસ કમિટી બનાવીને ચર્ચા-વિચારણા કરી ધારાશાસ્ત્રીઓને હડતાલ ન પાડવી પડે અને કામકાજથી અળગા ન રહેવુ પડે તે માટેની કામગીરી કરવા માટેનુ કામ આ કમિટી કરશે.

કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી Arbitration અને Tribunal મા ધારાશાસ્ત્રીઓને પણ નિમણુંક આપવા માટે રજુઆત કરવા માટે ઠરાવ કરવામાં આવેલ. આ સંયુક્ત મીટીંગમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાન સભ્ય  દિલીપ કે.પટેલ, બાર કાઉન્સિલ ઓ ગુજરાતના ચેરમેન અનિરૂધ્ધસિંહ એચ. ઝાલા, વાઇસ ચેરમેન રમેશચંદ્ર એન.પટેલ, એક્ઝીક્યુટીવ કમિટીના ચેરમેન  સી. કે. પટેલ તથા સીનીય મેમ્બર અનિલ કેલ્લાનાઓ હાજર રહી ચર્ચામા ભાગ લીધેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.