Abtak Media Google News

ડાંગરના વાયદાનું બેસીસ ડિલીવરી સેન્ટર હરિયાણાનું કરનાલ શહેર: સોનેપત વધારાનું ડિલીવરી સેન્ટર: તમામ કારોબારીઓ માટે હવે તેમના ભાવનું જોખમ હેજ કરવાની સુવિધા

ભારતમાં કોમોડિટી કારોબારીઓને વહેલી તકે વાયદા કારોબારના પ્લેટફોર્મ પર પણ વિશ્વ પ્રસિધ્ધ બાસમતી ડાંગરની સુગંધ આવશે.નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમીટેડ (એનસીડેક્સ) આજી ડાંગર (બાસમતી)-પુસા૧૧૨૧ (PADYPB -૧૧૨૧)ના વાયદા શરૂ કરશે. આ વાયદાના પ્રારંભ સાથે હંમેશા ભાવની મોટી વધઘટની સમસ્યાથી પરેશાન ડાંગરના કારોબારીઓને પોતાના ભાવના જોખમ પ્રબંધન માટેનું પારદર્શક તથા અસરકારક ટૂલ ઉપલબ્ધ થશે.

Advertisement

એનસીડેક્સ ખાતે શરૂ થનારા ડાંગર (બાસમતી)-પુસા ૧૧૨૧ નાં વાયદાનું બેસીસ ડિલીવરી સેન્ટર હરિયાણાનું કરનાલ રહેશે. જ્યારે હરયાણાનાં સોનેપતને વધારાના ડિલીવરી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવી છે.બજાર નિયામક દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણોના પાલન સાથે એક્સચેન્જને ફરજીયાત ડિલીવરીનો વાયદો શરૂ કરવાની પરવાનગી મળી છે.જેમાં મહત્તમ લોટ સાઇઝ ૫૦૦ ટનની રહેશે. જ્યારે ટ્રેડિંગ તથા ડિલીવરી યુનિટ ૧૦ ટન રહેશે.

વિશ્વભરમાં ૫૦૧૫ લાખ ટન ચોખાનું ઉત્પાદન થાય છે. જેમાં આશરે ૧૧૬૦ લાખ ટન ચોખાના ઉત્પાદન સાથે ભારત ૨૩ ટકા જેટલો માર્કેટ હિસ્સો કબ્જે કરીને ટોચના દેશોની યાદીમાં સ્થાન પામ્યું છે.વિશ્વમાં મશહુર બાસમતી ડાંગરનું ઉત્પાદન આશરે ૮૦ થી ૯૦ લાખ ટન થાય છે. જેમાં આશરે ૫૫ લાખ ટન એટલે કે અંદાજે ૭૦ ટકા જેટલા હિસ્સા સાથે ભારત પ્રથમ ક્રમાંકે રહે છે. બાકીના ૩૦ ટકા હિસ્સામાં પાકિસ્તાનનો નંબર આવે છે. એક અંદાજ પ્રમાણે ભારતના ડાંગરના કુલ ઉત્પાદનમાં પાંચ ટકા જેટલો હિસ્સો બાસમતીનો હોય છૈ.

આ પ્રસંગે એનસીડેક્સના એમ.ડી અને સીઇઓ વિજય કુમારે જણાવ્યું હતું કે દેશના  ક્ષેત્રની ઇકોનોમિક વેલ્યુમાં વધારો કરે તેવા વિવિધ કૃષિપેદાશોના વાયદા શરૂ કરીને કારોબારીઓને પારદર્શક અને અસરકારક હેજીંગ ટૂલ ઓફર કરવા અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. ભારતનાં અનાજના કારોબારીઓએ અમને આપેલા સતત સહકારથી અમે ઉત્સાહીત છીએ અને ડાંગર (બાસમતી)-પુસા ૧૧૨૧ના વાયદાની સફળ શરૂઆત માટે અમે પ્રતિબધ્ધ  છીએ.

આ પ્રસંગે એનસીડેક્સનાં એક્ઝીક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ- બિસનેસ, કપિલદેવે  જણાવ્યું હતું કે ભારતમાં અનાજનો કારોબાર દર વર્ષે સ્થિર પ્રગતિ કરી રહ્યો છે. અનાજના કારોબારમાં ભાવની વધઘટનું મોટું જોખમ રહેલું છે. દેશમાં વિવિધ અનાજની માગ તથા પુરવઠાની એકંદર સ્થિતીનો અંદાજ મેળવવા માટે વેપારીઓ મકાઇ, ડાંગર તથા ઘઉંની આવકો પર નજર રાખતા હોય છે. જો તેમાં ચુક થાય તો નફો ધોવાઇ જતો હોય છૈ. હવે ડાંગર (બાસમતી)-પુસા ૧૧૨૧ ના વાયદા શરૂ થતાં તેમની નિર્ણય શક્તિમાં વધારો થશે.ખેડૂતો પણ હવે પોતાની નિપજ સામે હેજીંગ કરીને ભાવ ઘટવાના જોખમ સામે રક્ષણ મેળવી શકશે.

ભારતના અગ્રણી ઓનલાઈન એક્સચેન્જ તરીકે, એનસીડીઇએક્સ તેના ગ્રાહકો માટે ભરોસાને પુન: સ્થાપિત કરે છે.બહોળા પ્રમાણમાં શેરહોલ્ડિંગ સાથે, તે દેશના રાષ્ટ્રીય સ્તરના સંસ્થાઓ દ્વારા પ્રમોટ કરાયેલા દેશના એકમાત્ર કોમોડિટી એક્સ્ચેન્જ છે. એનસીડેક્સના સંસ્થાકીય પ્રમોટર્સ અને શેરધારકો તેમના સંબંધિત ક્ષેત્રોમાં જાણીતા ખેલાડીઓ છે અને તેમને સંસ્થાગત બિલ્ડીંગ અનુભવ, ટ્રસ્ટ, રાષ્ટ્રવ્યાપી પહોંચ, ટેકનોલોજી અને જોખમ સંચાલન કૌશલ્ય લાવે છે.

એનસીડેક્સ જૂથની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓમાં સામેલ છે, એનસીડીઇએક્સ ઈ માર્કેટ લિમિટેડ (એનઈએમએલ) – ઓનલાઈન સ્પોટ માર્કેટ અને સર્વિસિસ કંપની, એનસીડેક્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમોડિટી રિસર્ચ (એનઆઈસીઆર) -શિક્ષણ આપતી કંપની,  એનસીડેક્સ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ(એનસીસીએલ) – ક્લિયરિંગ અને પતાવટ સેવાઓ અને નેશનલ ઇ રિપોઝીટરી લિમિટેડ (એનઇઆરએલ)  WDRA દ્વારા નિયંત્રિત કરાયેલી ઓનલાઈન વેરહાઉસિંગ રીપોઝીટરી આ અંગે વધુ માહિતી માટે કલ્પેશ શેઠ ૦૯૮૨૦૩ ૦૫૯૩૬, કોર્પોરેટ કોમ્યુનિકેશન, એનસીડેક્સ, પલાક્ષી ગોસ્વામી ૦૮૪૪૭૩૧૧૦૭૧, કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ, એનસીડેક્સનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.