Abtak Media Google News

જન્મ તારીખમાં છેડછાડ કરી નોકરી મેળવ્યાની નનામી અરજીના આધારે ફાંડો ભૂટ્યો‘તો

28 વર્ષ પહેલા ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખોટી જન્મ તારીખ દર્શાવી નોકરી મેળવ્યાના ગુનાના કેસ ચાલી જતા અદાલતે આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

એક નનામી ટપાલ ઉપરથી રાજકોટ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ તીવારીએ ઘનીષ્ટ તપાસ કરી અને કે.ટી.ચીલ્ડ્રન હોસ્પીટલમાં રજૂ થયેલા જન્મ તારીખ સ્કુલ છોડ્યા તારીખના દસ્તાવેજોની તપાસ શરૂ કરેલા અને શિક્ષણાધીકારી કચેરીના નિરિક્ષક એ.જે.નિમાવતે રિપોર્ટ કરેલો કે, ખારચીયા માધ્યમીક શાળા નં.56નું સર્ટીફિકેટ ખરાઇ કરતા જિલ્લામાં આવી કોઇ સ્કુલ જ આવેલનું ફલીત થતું નથી. ભાડલા તાલુકા શાળાનું શાળા છોડ્યાનું સર્ટીફિકેટ રજૂ થયેલું તે પ્રમાણપત્ર ખોટું હોવાનું માલુમ પડેલું હતું.

પોલીસ દ્વારા તમામ હકિકત ધ્યાને લઇ સાહેદોના નિવેદનો લઇ અને આરોપી ભુપત અમરાભાઇ ગઢવીએ ખોટા દસ્તાવેજો રજૂ કરી નોકરી મેળવેલી હોવાનું ફલીત થતા આરોપી સામે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ મોકલેલી હતું. આ કેઇસ 28 વર્ષ સુધી ચાલેલો બાદ તમામ ડોક્યુમેન્ટ, આરોપીના વકીલની દલીલો ધ્યાને લઇ ચીફ જ્યુ.મેજી.તાપીયાવાલાએ આરોપી સામેના ગુન્હો પુરવાર થતો ન હોય શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકતો આદેશ કરેલો હતો.

આ કામમાં આરોપી હરેશ ગઢવીની કેઇસ ચાલતા સુધીમાં નીવૃતી પણ થઇ ગયેલા હતી.

આ કામનાં આરોપી હરેશ ગઢવી તરફે અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સ તરફથી અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી રોકાયા હતાં.d

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.