Abtak Media Google News

લિવ ઈન રિલેશનશિપ ને સારી નજરથી જોવામાં નથી આવતી લીવ ઈન રિલેશનશિપનાં જેમ ગેરફાયદા છે તેમ લીવ ઈન રિલેશનશિપના ફાયદા પણ છે જાણો શું છે લીવ ઈન રિલેશનમાં રહેવાના ફાયદા

દરેક સંબંધ જેમાં એક સ્ત્રી અને પુરુષનો પ્રેમ હોય. તે અમુક સમય બાદ એક અનોખો સંબંધમાં બદલાય છે, જેનો અર્થ એ છે તે લિવ ઈન રિલેશનશિપ કહેવાય છે. આજના યુગનું ખાસ લિવ ઈન રિલેશનશિપ ક્લચર ખુબ જ તેજીથી મોટા શહેરોમાં વધી રહ્યું છે. મોટાભાગેના સમાજમાં લિવ ઈન રિલેશનશિપ ને સારી નજરથી જોવામાં નથી આવતી. લિવ ઈન રિલેશનશિપમાં રહેવાના કેટલાક નુકશાન છે તો તેના ફાયદા પણ છે.જ્યારે એક સ્ત્રી તેમજ પુરુષ લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ પોતાના  જીવન  માટે અનેક રીતે બન્ને લગ્નનો નિર્ણય સરળતાથી કરી શકે છે. લિવ ઈન રિલેશનશિપમાં રહેવાના કેટલાક ફાયદા છે તે જાણો:-

7537D2F3 7

લિવ ઈન રિલેશનશિપના ફાયદા શું ? 

  • લિવ ઈન રિલેશનશિપમાં રહેવાથી તમે તમારા પાર્ટનર સાથે રહેવાનું ચાલુ કરો છો ત્યારે તમારા સંબંધમાં સ્થિરતા આવી જાય છે. તમારો સંબંધ મજબૂત બને છે અને તમે જવાબદારી લેતા પણ શીખી જાવ છો.
  • લિવ ઈન રિલેશનશિપમાં રહેવાથી બન્ને વ્યક્તિને પોતાનામાં રહેલી જાણી-અજાણી વાતો વિષે વધુ ખબર પડે છે.
  • ત્યારે આ લિવ ઈન રિલેશનશિપમાં ગમતો પાર્ટનર તમને  હકીકતમાં કેટલો પ્રેમ કરે છે તે આ સંબંધમાં સ્પષ્ટ થઈ જાય છે.
  • જો એક ફ્રેન્ડશિપને કેવી રીતે સાચા અર્થમાં વધરવી તેને વિષે બન્ને વ્યક્તિ એક-બીજાને જાણી શકે છે.
  • લિવ ઈન રિલેશનશિપમાં બન્ને એક-બીજા પ્રત્યેનો વિશ્વાસ સમજી શકે છે.
  • પુરુષ પોતે કેટલું કમાય છે અને તેના વિચારોની સાચી સમજ થઈ શકે છે.
  • ચ્ચેઅલગ થવું ખુબ જ મુશ્કિલ છે. પરંતુ લિવ ઈન રિલેશનશિપમાં જો તમે એકબીજાથી ખુશ ના હોવ તો સરળતાથી અલગ પણ થઇ શકો છો. 
  • મિત્ર તેમજ સાચા પ્રેમની વ્યાખ્યા અહી આ સફરથી બન્ને વ્યક્તિ અલગ કરી શકે છે.
  • કોઈ ઈચ્છા વગર કામ કરવું ના ફાવે તો કાનૂની પગલાં વગર અહીથી જ પુરુષ અને સ્ત્રી છૂટા પડી શકે છે.
  • લિવ ઈન રિલેશનશિપમાં તમને એકબીજાને ઓળખવા માટે વધારે સમય મળી રહે છે.અને આપણે ખબર પડી જાય છે કે આગળ ચાલીને તમારું શુ ભવિષ્ય રહશે તેની સાથે..
  • લિવ ઈન રિલેશનશિપમાં રહેવાથી તમારામાં જવાબદારીની ભાવના આવી જાય છે.
  • ક્યારેક સંબંધોમાં અનેક મુશ્કેલી સામે આવતી હોય છે, તો લિવ ઈન રિલેશનશિપ એક એવું સંબંધ છે જેમાં બન્ને એક-બીજાને વ્યવસ્થિત ઓળખી શકે છે અને પ્રેમની  સાચી પરિભાષા બાંધી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.