“નવાઈની વાત તો એ હતી કે સરકારી તંત્રે તો આ ભોગી ઉર્ફે સલીમના ઘરને ટચ ર્ક્યું ન હતું તે તો ઠીક પણ ચોર લોકોએ પણ વર્ષોથી આ રેઢા ઘરને અડયું ન હતું !”

આખરે બાવિસ વર્ષની અસંખ્ય ચઢાવ ઉતાર અને સંઘર્ષમય સુદિર્ધ કારકીર્દી પછી ફોજદાર જયદેવને પોલીસ ઈન્સ્પેકટર(પીઆઈ)નું પ્રમોશન મળતા તે ખુબ જ ખુશ અને ઉત્સાહી હતો. તેને એમ હતુ કે હવે પોતે સુપરવિઝનનું કામ કરશે પરંતુ તેને એજ ફોજદારનું પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ તરીકે જ કામ કરવાનું હતુ કેમ કે જે વિસ્તારમાં ક્રાઈમરેટ ઉંચો હોય અને ગંભીર ગુન્હા વાંરવાર બનતા હોય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી પડકાર રૂપ હોય તેવા પોલીસ સ્ટેશનોનો હવાલો હવે ફોજદારને બદલે પીઆઈને સોંપાતો હતો. જયદેેવે બાવિસ વર્ષની ફરજ પછી પણ તે જ “તેલ પળી અને ત્રાજવાની માફક કામગીરી કરવાની હતી.

મહેસાણ જિલ્લો જુનો ગાયકવાડ શાસીત પ્રદેશ તો ખરો જ પરંતુ આઝાદી પછી પણ જનતા શિક્ષણ અને રાજકીય રીતે ખુબ જાગૃત હતી. વળી ખેતી, ઉધોગો, પશુપાલન અને સહકારી અને ડેરી ઉધોગને કારણે પણ જનતા જાગૃત ઉપરાંત આર્થિક સંપન્ન પણ ખરી. આથી તે સમયે એવુ કહેવાતુ કે લોકો કોઈ સરકારી કચેરીએ કોઈ કામ સબબ જાય ત્યારે તે વિષય સંબંધિત તમામ કાયદા, નિતિ, નિયમો ગજવામાં સાથે જ લઈ જઈને તે બાબતે રજુઆત કરતા અને પછી ભલે તે નિયમ, કાયદો લાગુ પડતો હોય કે નહિ પણ ઉંચા અવાજે આક્રમક રજુઆત કરીને પોતાના ફેવરની જ કાર્યવાહી કરાવવા આગ્રહ અને અપેક્ષા રાખતા, આથી સરકારી કર્મચારી ત્રાસી જતા.

આથી જયદેવે વિચારી જ રાખ્યુ કે એક વખત હાજર થઈને સી.આઈ.ડી. આઈ.બી અને એન્ટીકરપ્શન બ્યુરોમાં બદલી માટે રીપોર્ટ આપી દેવો, તેમ નકકી કરીને જયદેવ મહેસાણા પોલીસ વડાની કચેરીમાં હાજર થયો.

મહેસાણાના નિષ્ઠાવાન પોલીસ વડાએ જયદેવની કર્મ કુંડળી જોઈને મહેસાણ ક્રાઈમ બ્રાંચના પી આઈ ચૌધરી સાથે ચર્ચા કરી. પીઆઈ ચૌધરીએ અગાઉ જયદેવ જોડે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફરજ બજાવેલી તેથી તેણે પણ જયદેવ માર્શલ હોવાનો અભિપ્રાય આપ્યો. તેમ છતા પોલીસવડાએ જયદેવે જયાં છેલ્લે ફરજ બજાવેલ તે રાજકોટ ગ્રામ્ય અને ભાવનગર જિલ્લાના પોલીસવડા સાથે ટેલીફોનથી ચર્ચા કરી જયદેવ અંગે અભિપ્રાય મેળવ્યો. વિચારણા અભિપ્રાય અને મુલ્યાંકનને અંતે પોલીસવડાએ પીઆઈ જયદેવની નિમણુંક મહેસાણા જિલ્લાના શિરમોર તો ખરૂ જ પણ વિશ્વનું સૌથી મોટુ ઝીરા બજાર અને એશીયાનું સૌથી મોટુ મોર્કેટીંગ યાર્ડ ધરાવતુ તેમજ રાજકીય રીતે અતિ ખટપટથી અસરગ્રસ્ત પોલીસ સ્ટેશન ઉંઝામાં નિમણુંક આપી દીધી.

ઉંઝાના બદલાયેલા પીઆઈનું ડીવાયએસપીનું પ્રમોશન તૈયારીમાંજ હતુ જેથી તેમણે તુરત જ “બળતુ ઘર કૃષ્ણાર્પણ રૂપે જયદેવને પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપીને છુટા થઈ ગયા. જયદેવે હાજર થયાની નોંધ સ્ટેશન ડાયરીમાં કરીને સૌ પ્રથમ પોતાની બદલી પોતાના ખર્ચે સી.આઈ.ડી. આઈ બીમાં અને અથવા એન્ટીકરપ્શન બ્યુરોમાં કરવા માટે અલગ અલગ રીપોર્ટ મોકલી આપ્યા. જયદેવે પોલીસ સ્ટેશનનો ઈન્કયુબન્સી ચાર્ટ જોયો તો કોઈ જ પીઆઈ ઉંઝા થાણામાં એક વર્ષનું પુરૂ ટકયા નહતા તે પરથી પણ ઉંઝાની તમામ પ્રકારની પરિસ્થિતીનું અનુમાન થઈ શકે.

મોટુ માર્કેટ યાર્ડ અને દરરોજનું કરોડો રૂપીયાનું ટર્ન ઓવર ભારત દેશની લગભગ તમામ બેંકોની શાખાઓ આવેલી હોય પેલી ઉકતી મુજબ ગોળ હોય ત્યાં માખ્યું આવે જ તે મુજબ આ સમૃધ્ધી ઉપર નભતા પરોપજીવી ગુનેગારો પણ સક્રિય હોય તે સહજ હતુ તેથી પોલીસ સ્ટેશનમાં તમામ હેડ નીચેના ગંભીર ગુન્હાઓ નોંધાતા જ રહેતા હોય છે.

જયદેવે પોતાના બદલી રીપોર્ટ મોકલી દીધા પછી પોતાની પધ્ધતિ મુજબ જ કામગીરી ચાલુ કરી દીધી. ઉંઝાના ધારાસભ્ય રાષ્ટ્રવાદી રાજય સરકારના મંત્રી પણ હતા. પણ તાલુકા પંચાયત અને નગર પંચાયત તે સમયે રાષ્ટ્રીય પાર્ટીના હાથમાં હતી. અનુભવે એવુ જણાયુ છે કે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમુક લોકો પોલીસ પ્રેમી હોય છે અમુક લોકો જન્મજાત જ પોલીસના સખત વિરોધી તો વળી અમુક પોલીસની કામગીરીનું મુલ્યાંકન કરી તે પ્રમાણે વ્યવહાર કરનાર તો મોટા ભાગના પોલીસ દળથી અંતર જ રાખતા હોય છે તેમાં પોલીસ પ્રેમી એવા વેપારી પ્રકાશભાઈ પટેલ ઉનાવા વાળા સાથે જયદેવને પરીચય થયો અને જોગાનું જોગ એક દિવસ જયદેવ અને પ્રકાશ પટેલ એક કાર્યક્રમ અન્વયે ઉંઝાના વિધાયક કમમંત્રી ને મળ્યા. પોલીસ પ્રેમી પ્રકાશ પટેલે જયદેવની ઓળખાણ મીનીસ્ટર જોડે કરાવી. આથી મીનીસ્ટરે ઘણી સહજતા અને ખુલ્લા મને અને મોકળાશથી જયદેવને કહ્યુ મેં ઉંઝા પોલીસ સ્ટેશનમાં અમારા જાણીતા પીઆઈની નિમણુંક કરવા માટે રાજય સરકારના ગૃહવિભાગને મારો ભલામણ રીપોર્ટ આપી દીધો છે અને તેઓ ટુંક સમયમાં અહિ આવી જશે. આથી જયદેવે કહ્યુ મેં પણ મારી બદલી સીઆઈડી કે એન્ટીકરપ્શન બ્યુરોમાં કરવા માટે પોલીસ વડાને મારો વિનંતી રીપોર્ટ મોકલી આપ્યો છે.પણ આ તમામ કાર્યવાહીમાં સહેજે બે ત્રણ મહિના નિકળી જતા હોય છે. જયદેવે પોતાની કાર્યશૈલી અંગે જણાવીની કહ્યુ કે કાયદેસરનું અને ન્યાયીક કામ હોય તે મને અરધી રાત્રે પણ કહેજો થઈ જશે.આથી તેમણે કહ્યુ એ તો સમજયા પણ હવે બહુ વધુ વખત તમારે રાહ જોવી નહિ પડે.

આ રીતે રાજકીય રીતે તો ઉંઝા વિસ્તાર સક્રિય અને સંવેદનશીલ હતો તો સહકારી ક્ષેત્રે પણ અગ્રેસર હતો તાબાના  સ્ટાફ થી જાણવા મળ્યુ કે ઉંઝાની જનતાનો ભુતકાળ ખુબ ઝનુની ટોળા શાહીનો રહ્યો છે. ભુતકાળમાં કોઈ ચોર કે અપહરણકર્તા જો હાથો હાથ ઝડપાઈ જાય તો જનતા ટોળારૂપે આરોપી ઉપર હુમલો કરી ત્યાંજ મારમારી મુકદમો પુરો કરી દેતા અરે કેટલાક કિસ્સામાં એટલે કે ભીખારી બાળકોને ઉપાડી જવાના કિસ્સામાં તો આરોપીને જીવતા પણ સળગાવ્યાના બનાવો બનેલ હતા. ટુંકમાં આ શહેરની ટોળાશાહી ખતરનાક હતી. તે બાબત પ્રસ્થાપીત હતી. (જે પાટીદાર અનામત આંદોલન વખતે ટોચ ઉપર રહેલ ) ઉતર ગુજરાતમાં ઠાકોરોના બહુ પંકાયેલા ત્રણ ગામો ડાભી, રણછોડપુરા, અને છાબલીયા પૈકી ડાભી અને રણછોડપુરા ગામો ઉંઝા તાલુકામાં આવેલા હતા. કડવા પાટીદારોના કુળદેવી ઉમીયા માતાનું પ્રસિધ્ધ અને પૌરાણીક મંદિર ઉંઝા ખાતે આવેલુ છે. વૈજનાથ મહાદેવ મંદિર પણ અહિ જ છે તો ગણપતિ દાદાનું પ્રસિધ્ધ મંદિર ઐઠોર ગામે આવેલ છે દાસજ ગામે ગોગમહારાજ (નાગદેવતા)નું મંદિર આવેલુ છે. આમ સમગ્ર શિવ પરીવાર ઉંઝા તાલુકામાં વસેલો છે તો ઉપર ગુજરાતની સૌથી મોટી દરગાહ “મીરાં દાતાર ઉનાવા ખાતે આવેલ છે.

અગાઉ મહેસાણા જિલ્લામાંથી પાટણ જિલ્લો જુદો બનતા ઉંઝા તાલુકાનો સમાવેશ પાટણ જિલ્લામાં થયેલ હતો. પરંતુ ભૌગોલીક સમાજીક, વ્યવહારીક રીતે ઉંઝાનો સંબંધ મહેસાણા સાથે વધારે હોય હજુ બે ત્રણ મહિના પહેલા જ ઉંઝા તાલુકાનો પાટણથી મહેસાણા જિલ્લામાં ફરીથી સમાવેશ થયેલો સાથે વધારામાં સિધ્ધપુર પોલીસ સ્ટેશનની માથાના દુ:ખાવા સમાન કહોડા ગામની બીટનો પણ ઉંઝામાં સમાવેશ થયેલો.

સરકાર જયારે તાલુકાની જિલ્લા બદલી કરે ત્યારે તે તાલુકાના રાજય સરકારના કર્મચારીઓનો પણ સાથે જ બીજા જિલ્લામાં સમાવેશ થયા છે. તેની જિલ્લાના મુખ્યમથકોને અગાઉથી ખબર હોય છે. બીજા ખાતામાં તે જે હોય તે પણ પોલીસ ખાતામાં એવુ અનુભવાયેલ છે કે આવા બીજા જિલ્લામાંના છાપેલા કાટલા જેવા કર્મચારીઓ અધિકારીઓને શોધી શોધી ને બે ચાર મહિના પહેલા જ નિમણુંક આપી દેવામાં આવે છે. અને કાર્યદક્ષ તથા વગવાળા પોતાની ઈચ્છા મુજબ જિલ્લામાં ગોઠવાઈ જતા હોય છે. આ ન્યાયે ઉંઝા પોલીસ સ્ટેશનના આશરે ૭૨ જવાનો ના હાજર મહેકમમાં લગભગ ૩૦ જેટલા છાપેલા કાટલા જેવા પાટણ જિલ્લાના જવાનોને અગાઉથી મુકી દીધેલા ખાસ તો તેમને મહેસાણા જિલ્લાનો પદાર્થ પાઠ ભણાવવા માટે જ મુકેલા જે હવે જયદેવની ફોજમાં સામેલ હતા. ઉંઝા થાણામાં ત્રણ ફોજદારોમાં એક સાવ નવા જ હતા અને બે ફોજદારો તો સિનીયર અને જયદેવની બેચના જમાનાના ખાધેલા, ખંધા અને ઘાઘસ હતા. પરંતુ સંજોગો વસાત પ્રમોશનની ટ્રેન ચુકી ગયા હતા.

જયદેવે આ સરદારો અને ફોજથી અને તે પણ મહેસાણા જિલ્લાની ભુમિ ઉપર ગુનેગારો, સફેદ ઠગો બુટલેગરો અને ધંધાદારી બનેલા ગુનેગારો સામે યુધ્ધ રૂપી મોરચો માંડવાનો હતો.  આ મોરચામાં વચ્ચે વચ્ચે ત્યાંનું રાજકારણ, સહકારી ક્ષેત્ર, વિવિધ જ્ઞાતિઓની ઢાલોથી રક્ષીત અને પેધી ગયેલા ગુનેગારો પણ હતા અને અમદાવાદની કુખ્યાત ધંધાદારી ગેંગોના મુળ અહિંના ગ્રામ્ય વિસ્તારો સાથે પણ જોડાયેલા હતા. તો વળી હાલ પાકિસ્તાનમાં છુપાયેલા ડોન દાઉદનો દુબઈ સ્થિત પોઠીયો સલીમ ઉર્ફે ભોગીલાલ દરજી કે જે મુળ ઉંઝાનો વતની હતો.

આવા સમય મર્યાદા વાળા અને વિપરીત સંજોગો અને કાઠીયાવાડી જયદેવ માટે આ ઉત્તર ગુજરાતનું નવુ કલ્ચર, નવુ રાજકારણ અને નવિભુમિ પર ઉપર વર્ણવેલ પ્રકારની ફોજથી યુધ્ધ કરવાનું હતુ છતા જયદેવે પોતાની જ પધ્ધતિથી ભલે ટુકો સમય રહેવાનું હોવા છતા રાયટરો ડીસ્ટાફ નો વિશ્ર્વાસ સંપાદન કરીને ઉંઝામાં ઓપરેશન યુધ્ધ ચાલુ કર્યુ.

સૌ પ્રથમ તો ઉંઝાનો વંઠેલો ભોગી દરજી દુબઈ જઈ દેશદ્રોહિઓ કુખ્યાત ડીગેંગમાં સામેલ થઈ ટેલીફોન વડે ઉંઝાના જ ધનિક વેપારીઓને ધમકી આપી ખંડણી ઉઘરાવવાના ધંધા ચાલુ કરેલા તે માટે તે વખતે સરકાર દ્વારા જ એક શ્રીમંત ફાર્મસી વાળાને અપરણ અને ખુન ખંડણી માટે ભોગીલાલ હરજી દ્વારા  ધમકી મળેલી તેથી એક રીકવીજીટ જીપ અને ૧+૩ સશસ્ત્ર જવાનોની ગાર્ડ ઉંઝાના પ્રેવશદ્વાર ઉપર સતત ચોવિસ ક્લાક હાઈવે પોલીસ ચોકી ઉપર તૈનાત કરેલી. જયદેવે આ સરા જાહેર ગુનેગારોની દાદાગીરીનું પ્રદર્શન રૂપી આ જીપ અને સશસ્ત્ર પોલીસનું રક્ષણ દુર કરવાનું નકકી કર્યુ. દાદા તો ફકત ત્રણ જ ગણપતિ દાદા, હનુમાન દાદા અને પોલીસ દાદાએ સાર્થક કરવા આ ભોગીલાલ દરજીનો ઈતિહાસ જાણ્યો.

એક પત્ર પોલીસવડાની કચેરી તરફથી આવેલો પડયો હતો કે ભોગીલાલ દરજી ઉર્ફે ડોન સલીમ દાદા રહે ઉંઝા વાળાનો ફોટો મોકલવો. પોલીસદળની કમનસીબી એ હતી કે ભારતની સીબીઆઈ દ્વારા ઈન્ટરપોલ ને આ ભોગીલાલ ઉર્ફે સલીમ સામે અનેક ગંભીર ગુન્હા નોંધાતા તેની વિરૂધ્ધ રેડ કોર્નર નોટીસ માટે ભલામણ કરેલ. પરંતુ ઈન્ટર પોલે આ ભોગીયાનો ફોટો માંગતા ત્યારે પોલીસ પાસે ભોગીલાલનો ફોટો ન હતો. જેથી પોલીસવડા મહેસાણાએ આ ડોન બચ્ચાનો ફોટો ગમે ત્યાંથી મેળવી રજુ કરવા જણાવેલ પરંતુ  ભોગીલાલને દેશ છોડયે ઘણો સમય થયેલ તેથી પોલીસને તેનો ફોટો મળતો ન હતો જો કે હવે ડોન દાઉદ સાથે ભોગીયાનું નામ જોડાતા જો કોઈ પાસે તેનો ફોટો હોય તો પણ આપે ખરા ? જયદેવે વિચાર્યુ કે આ ફોટો મેળવી સીબીઆઈને પહોંચાડવો તે ચેલેન્જ રૂપ તો ખરૂ જ પણ દેશ સેવા જ છે તેમ માની ગમે તે ભોગે મેેળવવા પ્રયત્નો શરૂ કર્યા. જયદેવે તપાસ કરતા જાણવા મળ્યુ કે ભોગીલાલના ભાઈઓ ઉઝાંમાં જ રહે છે. તેથી તેને મળ્યો તેના ભાઈઓએ કહ્યુ  “સાહેબ આ ભોગીલાલે વંઠી જઈને સલીમ બની દેશદ્રોહીઓને મદદ કરવા લાગતા જ અમે તેના નામનું નાહિ નાખ્યુ હતુ અમારે તેની સાથે કોઈ સંબંધ પણ નથી.  અને તેની જે કોઈ યાદી ફોટા હતા તેનો પણ અમે નાશ કરી દીધો છે છતા તમે અમારા ઘર દુકાનોની તપાસ કરી શકો છો. તપાસ કરી પણ તેના ભાઈઓ સાચા હતા. પણ જાણવા મળ્યુ કે ભોગીલાલ દુબઈ ગયો તે પહેલા પણ જુદો રહેતો હતો અને ગયો ત્યારથી તેનું ઘર બંધ જ છે તાળાઓને પણ કાટ લાગી ગયો છે તેને કોઈ અડી પણ શકતુ નથી. પોલીસ કે સીઆઈડીએ પણ આ ઘર તરફ નજર નાખી નથી.

પરંતુ જયદેવે સી.આર.પી.સી. કલમ  ૧૬૫ નો ઠરાવ કરી આ ઈન્ટરનેશનલ ક્રુક ક્રીમીનલના ઘરનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કર્યો. ખુબીની અને નવાઈની વાત તો એ હતી કે પોલીસ તો ઠીક પણ કોઈ ચોર કે ઘરફોડીયાએ પણ આ ઘરને બતાળ્યુ ન હતુ ! ભોગીલાલના પડતર પૌરાણીક મકાનમાં કરોળીયાના ઝાળા તોડીને વખંભર મકાનમાં તપાસ કરતા એક જુનો ફોટો આ ભોગીયા ઉર્ફે સલીમ નો પણ હતો આથી તેની વધારે નકલો બનાવરાવીને સીબીઆઈ તથા ઈન્ટરપોલને મોકલવા માટે પોલીસવડાને મોકલી આપી.

ઉધોગપતિ ઉપર આવતા ભોગીલાલ ઉર્ફે સલીમના ટેલીફોન તો બંધ થઈ ગયા આથી જયદેવે સરકારી (આમ તો જનતાના ટેક્ષના નાણા) ખર્ચે મુકાયેલ જીપ અને જવાનોનું રક્ષણ પણ ઉપાડી લીધુ. ઉધોગપતિને જયદેવે કહ્યુ છતા જરૂર પડયે અર્ધી રાત્રે ફોન કરજો તમે કલ્પના નહિ કરી હોય તે ઝડપે મદદ મળી જશે. આમ આંતરરાષ્ટ્રીય ભય દુર થયો.

ત્યારબાદ તબબકા વાઈઝ રેલ્વે ટ્રેનમાં આવી ઘરફોડ ચોરીઓ કરી જનાર મારવાડી ગેંગને પકડી બોગસ નંબર પ્લેટ વાળા ટ્રકોમાં ઝીરૂભરી લઈ જઈ લાખોની ઠગાઈ કરના ૨ ટ્રકો ટ્રેસ આઉટ કરી તે ત્રાસ દુર કરેલ તેમજ રાજયના જુદા જુદા શહેરોમાં અસંખ્ય લુંટ ધાડ અને બાર જેટલી ખુન સાથે ધાડ પાડનાર ભાષ્કર નાયર ની ગેંગનો પર્દાફાશ કરી એકી સાથે અસંખ્ય ગુન્હા ડીટેકટ કરી  આંતર રાજય ગુનેગારોને ઠેકાણે પાડી દીધેલા.

તે પછી ઠગાઈ વિશ્ર્વાસધાત કરી લાખો રૂપીયાની વેપારીઓ સાથે ઠગાઈ કરી અસંખ્ય જિલ્લાઓમાં વોન્ટેડ આંતર જિલ્લા ગુનેગારને યુક્તિપુર્વક અમદાવાદમાંથી પકડી પાડીને ઉંઝાના વેપારીઓને શાંતિ અને પોલીસમાં વિશ્ર્વાસ બેસાડેલો તો ગુન્હેગારોએ ઉંઝા તાલુકાને જ લીસ્ટમાંથી રદબાતલ કરેલો તેવો સપાટી બોલી ગયો.

આમ જનતામાં વિશ્ર્વાસમાં પ્રાપ્ત કરી જયદેવે ત્રણ મહિનામાં લોકોનો પ્રેમ જીતી લીધો હતો. તે સાથે જ ધારાસભ્ય કમ મીનીસ્ટરને પણ તેમની પાસે આવતી સાચી ખોટી ફરીયાદો બંધ થતા શાંતિ થઈ હતી તેથી તેમણે ગૃહવિભાગમાં જઈ રૂબરૂમાં જણાવી દીધુ કે ઉંઝામાં જે પીઆઈ જયદેવ છે તેને હવે બદલવા નહિ જે છે તે જ બરાબર છે.

પરંતુ પીઆઈ જયદેવ તો પોતે આપેલ બદલી રીપોર્ટ અન્વયે કોઈ શાખામાં ટ્રાન્સ્ફર થાય તેની રાહમાં હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.